હેલ્થ વર્કરની ભરતીમાટેની પરીક્ષામાં ગેરરીતી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારામલ્ટી પર્પઝ હેલ્થ વર્કરોની ભરતી માટે પરીક્ષાનુ આયોજન કરવામા આવ્યુ હતુ.આ પરીક્ષામાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતી આચરવામા આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.આ તરફ મ્યુનિ.હેલ્થ વિભાગમાં અધિકારીઓ વચ્ચે ચાલી રહેલા આંતરીક ગજગ્રાહને લઈને ગેરરરીતીના આક્ષેપ મામલે તંત્રે કોઈ પ્રતિક્રીયા આપવાને બદલે મૌન સેવી લીધુ હતુ.
શહેરના વિવિધ કેન્દ્રો ખાતે આજે સવારે ૧૧ કલાકના સુમારે મ્યુનિ.હેલ્થ વિભાગમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરોની ભરતી કરવા માટે રાખવામાં આવેલી પરીક્ષામાં અંદાજે ૧૮ હજારથી પણ વધુ પરીક્ષાર્થીઓએ અમદાવાદ,રાજકોટ સહીત અન્ય શહેરોમાંથી પરીક્ષા અમદાવાદ આવી આપી હતી.આ સમયે માનીતાઓને પરીક્ષામાં પાસ કરી દેવા માટે ચોરી કરવા દેવામાં આવી હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હોવાનું વિશ્વસનીય સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.આ તરફ આ આક્ષેપ મામલે ડો.ભાવિન સોલંકી અને ડો.ભાવિન જાશી બંનેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા સંપર્ક થઈ શકયો નથી.અત્રે નોંધનીય છે કે,ડો.કુલકર્ણી વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા બાદ એમઓએચ તરીકે ડો.ભાવિન સોલંકીને ચાર્જ સોંપવામાં આવ્યો હતો.દરમિયાન આ ચાર્જ ડો.સોલંકી પાસેથી આંચકી લઈને ડો.ભાવિન જાશીને સોંપવામાં આવ્યા બાદ બંને અધિકારીઓ વચ્ચે આંતરીક ગજગ્રાહ ચાલી રહ્યો છે.જેને લઈને હેલ્થ વિભાગની કામગીરી ઉપર પણ અસર પડી રહી છે.શહેરમાં રોગચાળાથી લઈને ફુડ સેફટી હેઠળ કરવામા આવતી કામગીરીને પણ હાલના ઈન્ચાર્જ એઓએચ દ્વારા જાહેર ન કરવામા આવતી હોવાનો પણ આક્ષેપ છે.