63 વર્ષના અશોક પટેલ છેલ્લા 13-14 વર્ષથી ફરજીયાત હેલ્મેટ સામે આંદોલન ચલાવી રહ્યાં છે. તેઓ અમદાવાદ સહિત અનેક શહેરોમાં હેલ્મેટ ન પહેરવા સત્યાગ્રહ કરી ચૂક્યા છે. તેઓએ ક્યારેય હેલ્મેટ પહેરી નથી. 2005માં ગુજરાતમા હાઇકોર્ટની એક સુઓ-મોટો રિટ કરાવી હતી.
ફરજિયાત હેલ્મેટ પહેરવાનાં કાયદાનો તેઓ સખત વિરોધ કરે છે અને આ નિયમ સામે તેઓ સવિનય કાનુનભંગની ગાંધીજીની લડાઈ 14 વર્ષથી લડતાં આવ્યા છે.
ટ્રાફિક પોલીસ તેમને રોકે અને દંડ કરે, તો તેઓ દંડ ભરતા નથી અને જો તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવે તો ત્યાં પણ તેઓ દંડ ભરવાનો ઇન્કાર કરે છે. ગાંધીજીની જેમ ઈગ્લેન્ડના અંગ્રેજો સામે લડેલાં હતા. તેમ હવે તેઓ ભાજપની અંગ્રેજ સરકાર કરતાં પણ બદતર સરકારો સામે લડતાં રહ્યાં છે. મોદી અને હવે રૂપાણીની સરકાર સામે સત્યાગ્રહની સવિય કાયદા ભંગની તેમની લડત ફળી છે.
સત્યાગ્ર અને સવિનય કાનૂન ભંગ
તેઓ સત્યાગ્રહ હેઠળ ગૌરવ અને ખુશીથી જેલમાં જવાનું પસંદ કરે છે. હેલ્મેટ વિરોધી તેમના સવિયન કાનુનભંગ બદલ તેઓ ત્રણ વખત જેલ જઇ ચૂક્યા છે. 2005-06માં અશોક પટેલ હેલ્મેટનો વિરોધ કરવાના કારણે જેલની સજા ભોગવી ચૂક્યા છે.
એકલવીર અશોક
રાજકોટમાં નવા મોટર વ્હીકલ એકટ સામે તેઓ એકલવીર બનીને લડ્યા છે. તેમની લડતને ગુજરાતના લોકોએ કાયમ ટેકો આપ્યો છે. ગયા રવિવારે રાજકોટમાં અંડરબ્રિજ એસ્ટ્રોન ચોક, ટાગોર રોડ પર જનતા જાગે હેલ્મેટ ભાગેના પોસ્ટર લાગતાં આ વિરોધ ઝૂંબેશ શરૂ થઈ હતી.
આકરો દંડને આંદોલનને વેગ
હેલ્મેટના આકરા નક્કી થયા બાદ તેમનો સત્યાગ્રહ વધુ મજબૂત થયો હતો. હેલમેટના આકરા દંડ સામે કોંગ્રેસ અને કિમલોપ પક્ષો રાજકોટમાં મેદાનમાં આવી ગયા હતા. હેલ્મેટના ત્રાસથી મુકિતની માંગ સાથે સહિ ઝૂંબેશને જબ્બર ટેકો મળ્યો હતો.
જનતા જાગે, હેલમેટ ભાગે
હેલ્મેટ સામે પહેલેથી જ જંગે ચડેલા અશોક પટેલે સૂત્ર આપ્યું હતું કે, જનતા જાગે, હેલમેટ ભાગે. સવિનય કાનૂન ભંગનું એલાન કર્યુ હતું. કોઇ નેતા, ન કોઇ ભાષણ માત્ર હક્કની લડાઇમાં સૌને સામેલ થવા તેઓ 14 વર્ષથી લડી રહ્યાં હતા. રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી હેલ્મેટના દંડ સામે તેમનું સવિનય કાનૂન ભંગ લોકોએ જબ્બર રીતે સ્વિકાર્યું હતું.
આગામી વર્ષે 5 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે હેલ્મેટના આકરા દંડ ભાજપને મતો મેળવવા ભારે ન પડે તેની ચિંતા અશોક પટેલ, કોંગ્રેસ અને કિમલોપના સફળ આંદોલનના કારણે ખૂદ ભાજપના આગેવાનોને થઈ હતી. સામૂહિક રીતે સવિનય કાનૂનભંગ કરી જેલ ભરો આંદોલન કરવાની ચીમકી આપી હતી.
માથું મારું તમારે શું
રાજા વેપારી, તેની પ્રજા ભિખારી તે ઉકિતને પ્રજા સાર્થક કરતી હોય તેવી રીતે હેલ્મેટ ન પહેરવા બદલ હજારો નાગરીકોને લાખો રૂપિયાના દંડના મેમા ફટકારવામાં આવી રહ્યા છે. અશોક પટેલનું એક સૂત્ર હતું કે માથું મારું છે તેની ચિંતા હું કરીશ સરકાર નહીં. તંત્રને નાગરીકોના માથાની જ ઉપાધી હોય તો આવો કાયદો માત્ર હાઈવે ઉપર જ લાગુ કરવો જોઈએ.
16મી ઓક્ટોબર 2019થી અમલ કરવામાં આવ્યો હતો. અગાઉ સરકારે બે વખત આ નિયમની અમલવારીની તારીખ પ્રજાના રોષને કારણે પાછી ઠેલી હતી. પરંતુ દિવાળી પહેલા અમલી બનેલા આ નિયમને કારણે તેનો ઠેર ઠેર વિરોધ જોવા મળતો હતો. આ વિરોધમાં રાજકોટ એપી સેન્ટર રહ્યું હતું. કેમ કે અહીંના એક વૃદ્ધ વ્યક્તિ અશોક પટેલે સરકારના નિયમનો અનોખી રીતે વિરોધ કર્યો હતો.
મારું માથું છે, ડરે તેને સૌ ડરાવે
અશોક પટેલનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, લોકશાહી દેશમાં સરકાર લોકોની પર કડક નિયમો ઠોકી બેસાડે એ વ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ સમાન છે. રૂ. 500ના દંડની જોગવાઈ પણ કરી. આ સામે વિરોધ એટલા માટે કર્યો કે, મારે કેવી રીતે ફરવું અને શું કરવું એ મારી સ્વતંત્રતા છે. એટલે હું હેલમેટ નહોતો પહેરતો અને મારી આગળ અને પાછળ તેમ જ મારા સ્કૂટર પર પણ બેનર લખીને લગાવીને હું વાહન ચલાવતો હતો. આ બેનર પર એવું લખેલું કે આ મારું માથું છે, ડરે તેને સૌ ડરાવે. આ પ્રકારના સૂત્રો લખેલા બેનર સાથે હું ફરતો હતો અને તેના કારણે રાજકોટવાસીઓએ પણ મને સમર્થન આપ્યું અને તેઓ પણ મારી આ ઝૂંબેશમાં જોડાયા.
નરેન્દ્ર મોદી જવાબદાર
અશોક પટેલે આરોપ લગાવ્યો કે તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને તત્કાલિન કાયદા પ્રધાન સ્વ. અશોક ભટ્ટના હેલમેટના ઉત્પાદકો સાથેના ઘનિષ્ઠ સંબંધોને કારણે આ કાયદો કડક રીતે અમલ કરવા રાજ્યના પોલીસ વિભાગને સૂચના આપવામાં આવી હતી.
25 ડિસેમ્બર 2005માં કાયદાના ભંગ બદલ કોર્ટમાં તેમણે રૂ. 30નો દંડ ભરવાની ના પાડતાં કોર્ટે મને પાંચ દિવસની જેલની સજા કરી હતી. જેલમાંથી મુક્ત થયા બાદ આ આંદોલનને વેગ આપવાની શરૂઆત કરી હતી. આ આંદોલન મેં વર્ષ 2009 સુધી ચલાવ્યું હતું અને અંતે તે સમયે પણ સરકારે આ નિયમનો અમલ કરવાનું માંડી વાળ્યું હતું.
ચાર મહિનાથી આકરી લડત
ચાર મહિનાથી મેં આ સામે સત્યાગ્રહ છેડ્યો છે. લોકો પૂરેપૂરો સહયોગ મળ્યો અને તેના કારણે રાજ્ય સરકારને આ નિર્ણય પાછો ખેંચવાની ફરજ પડી છે. 11મી ડિસેમ્બર 2019માં રાજકોટરના રેસકોર્સ મેદાન પર અમે મોટું સત્યાગ્રહ આંદોલન કરવાના છીએ. અને માત્ર શહેરી વિસ્તારો જ નહિ પણ રાજ્યના તમામ વિસ્તારોમાંથી આ કાયદાની હકાલપટ્ટી કરવામાં આવે એવી ઉગ્ર માંગણી કરીશું.
અન્યપક્ષોનું સમર્થન
આ વિરોધ આંદોલનમાં જોડાયેલા અન્ય એક કિમલોપના નેતા જિજ્ઞેશ કાલાવાડિયા કહે છે અમે સમગ્ર રાજકોટમાં ઠેર ઠેર નવા નિયમોની વિરૂદ્ધમાં જનઆંદોલન છેડ્યું હતું અને સહી ઝૂંબેશ પણ કરી હતી. આ ઉપરાંત જિલ્લા વહીવટીતંત્રને આવેદનપત્ર આપતા હતા. તેમ જ જ્યારે જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજકોટ આવે ત્યારે ત્યારે વાહનવ્યવહારના નવા નિયમો અંગે રજૂઆતો પણ કરી હતી.