કોંગ્રેસ માંથી નારાજ થઈને ભાજપમાં ભળી ગયેલા મોટા ભાગના ધારાસભ્ય છેલ્લા કેટલાક દિવસથી નારાજ હોવાનું મનાઈ રહ્યું છે. એક સમયે આજ નેતાઓને ભાજપ એ પોતાના પક્ષમાં સમાવેશ કરતી વેળાએ વિધાનસભાની ટિકિટ આપવાની તેમજ મંત્રી પદ આપવાની લોલીપોપ પકડાવી દીધી હતી. પરંતુ કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા આ નેતાઓ પૈકી બળવંતસિંહ રાજપૂત અને કુંવરજી બાવળીયા ને BJP એ કરેલું કમિટમેન્ટ પૂરું પાડી દીધું છે. પરંતુ તબક્કાવાર ભાજપ સાથે જોડાયેલા કોંગ્રેસ જૂથના કેટલાક ધારાસભ્યો ને હજુ સુધી કોઈ સત્તા કે પદ પ્રાપ્ત થયું નથી.એટલુંજ નહીં પાર્ટીના કાર્યક્રમો માં વિશેષ કોઈ જવાબદારી પણ સોંપવામાં નથી આવતી. પરિણામે ભાજપ પાર્ટી ભરોસાપાત્ર નહિ હોવાની રાવ કોંગ્રેસ જૂથમાં ચર્ચાઈ રહી છે.તો બીજી તરફ એમ મનાઈ રહ્યું છે .કે ભાજપમાં આવેલું નારાજ બનેલું આ કોંગ્રેસ જૂથ ફરી પાછું કોંગ્રેસ સાથે હાથ મિલાવવાની તૈયારીમાં હોવાની શક્યતાઓ પણ સેવાઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ભાજપમાં થતી અવગણના ના કારણે કોંગ્રેસ ના કેટલાક નેતાઓ ખાસા નારાઝ બન્યા છે. તો બીજી તરફ મહિનાઓથી વિલંબિત રહેલી બોર્ડ /નિગમો ની નિમણુંકો પણ ટૂંક સમયમાં કરવાના સ્પષ્ટ સંકેતો મળ્યા છે. ત્યારે આવી રહેલી લોકસભાની ચૂંટણીઓ જાહેર થાયતે પહેલાં ભાજપ દ્વારા બોર્ડ /નિગમો ખાલી પડેલા પદ માટે ટૂંક સમયમાં નિમણુંકો કરશે ત્યારે આ નિમણુંકો દરમિયાન ચેરમેન પદનો હોદ્દો મેળવવા કોંગ્રેસ માંથી ભાજપમાં આવેલા નેતાઓ ને પણ વ્યાકુળ મને હવાતિયાં મારી રહ્યા હોવાનું મનાઇ રહ્યું છે. તો બીજી તરફ ભાજપના કેટલાક અગ્રણી નેતાઓ છેલ્લા કેટલાક સમય થી હાંસિયામાં ધકેલાઇ ગયા છે ત્યારે આ નેતાઓ પણ કોંગ્રેસ જૂથની જેમ વ્યાકુુળ મને પક્ષ સાથે જોડાયેલા રહ્યા છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા થનારી નિમણૂકો દરમિયાન કોને કયા હોદ્દા પર ભાજપ મૂકશે તે યક્ષ પ્રશ્ન છે પરંતુ સત્તાની મહત્ત્વાકાંક્ષા પુરી કરવા ટેવાયેલા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ હાલ તો પદ મેળવવાની રેસમાં લાગી ગયા હોવાનું મનાઈ રહ્યું છે