૧૧ કરોડના ખર્ચે સાબરમતી નદીના તટે છઠ ઘાટનું જે નિર્માણ

સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ઇન્દિરા બ્રિજ પાસે સાબરમતી નદીના તટે રૂ. ૧૧ કરોડના ખર્ચે
તૈયાર થયેલા ૩૦૦ મીટરના છઠ પૂજા ઘાટનો લોકાર્પણ કર્યો હતો.
બિહારી પરિવારો સાથે આ બંને મહાનુભાવો સૂર્યનારાયણની સંધ્યા આરતીમાં પણ
ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતાં.

બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ છઠ પર્વની ગુજરાતમાં વસતા
બિહારવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
તેમણે ગુજરાત સરકારે રૂ. ૧૧ કરોડના ખર્ચે સાબરમતી નદીના તટે છઠ ઘાટનું જે નિર્માણ
કર્યું છે તેનાથી પટણામાં ગંગા નદી કાંઠે આવો જ પૂજા ઘાટ બનાવવાની પ્રેરણા તેમને મળી છે
એનો આનંદ વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં વસતા બિહારીઓ સંપૂર્ણ
સલામતી અને શાંતિપૂર્ણ રીતે વસવાટ કરે છે, રોજીરોટી, રોજગાર મેળવે છે.