૧૨ પાસ વર્ષા બહેન ઘરે ઘરે ફરી મીટર રીડીંગ કરે છે

અમદાવાદ જિલ્‍લાનું ગોરૈયાગામ વિરમગામ તાલુકામાં આવેલું છે. અહીંના વર્ષાબેન નટુભાઇ દલવાડીને ઈચ્છા હતી કે તે નોકરી કરે. ગરીબ પરિવારમાં હોવા છતાં તેમણે તે માટે તૈયારી શરૂ કરી હતી. આત્‍મવિશ્‍વાસ , સાહસિકતા, નીડરતા અને કંઇક નવુ કામ કરવાની ઉત્‍સુક હતી તેમની પાસે. તેને સરકારી વીજ કંપનીમાં મીટર રીડર તરીકે નોકરી મળી ગઈ છે. વર્ષાબેન બહેન પોતાની નોકીર અંગે કહે છે કે, ‘ આજ દિન સુધી વિજળીના મીટર રિડીંગનો ઇજારો માત્ર પુરુષોનો હતો, જેમાં મેં મીટર રિડિંગનું કામ સ્‍વીકાર્યુ  તેની સાથે તે તૂટી ગયો છે. પહેલા તો બધાને ઘરે ઘરે મીટર રિડિંગ માટે જતી હતી તો બધાને આશ્ચર્ય લાગતું હતું પરંતુ હવે બધા સહર્ષ આવકારવા લાગ્‍યા છે.’

તેઓ કહે છે કે, ‘બે વર્ષ પહેલા તાલુકા અધિકારીએ અમને એક તાલીમ વિષે જાણકારી આપી અને મને તેમાં રસ પડયો..’ મહેસાણા ખાતે યુજીવીસીએલ લાઇટ બિલીંગની તાલીમ લીધી અને ત્યારબાદ વિરમગામ યુ.જી.વિ.સી.એલ વિરમગામ જુથ દ્વારા એમ.ઓ.યુ કરવામા આવ્યુ, અને જુથના સભ્યો ને યુ.જી.વિ.સી.એલ વિરમગામ દ્વ્રારા તાલીમ પૂર્ણ કરી અને ત્યાર પછી બિલીંગની કામગીરી સોંપવામાં આવી હતી.

વર્ષાબેન રોજના ૨૦૦ બિલ બનાવી પ્રતિદિન રૂ ૧૦૦૦ થી રૂ ૧૨૦૦ કમાય છે. માત્ર ૨૦ જ દિવસમાં એટલે કે ૧૨મી થી કામ શરુ કરી ૩૦મી સુધીમાં કામગીરી પૂર્ણ કરે છે. વર્ષાબેન તેમના અનુકુળ સમયે પાંચ ગામોમાં ઘરે ઘરે ફરી વીજળી બિલ માટે મિટર રિડિંગ કરે છે. અને જી.ઇ.બીનાં અધિકારીઓને સમય પહેલા જ કામગીરી પૂર્ણ કરી આપે છે.

વર્ષા બહેન ૧૨ ધોરણ સુધી જ ભણેલા છે. તેમને ૪૦ વર્ષે કોણ નોકરી મળી છે. પ્રબળ ઇચ્‍છા પરીપૂર્ણ કરી છે અને મારી આર્થિક પરિસ્‍થિતિમાં પણ સુધાર આવ્‍યો છે. મારા પતિ ખેતી કરતા અને અમે ખેતી પર જ નિર્ભર હતા પરંતુ હવે તો મારો દર મહિને પાંચ હજાર પગાર આવતો થઇ ગયો જેથી પરિવારમાં પણ આર્થિક ટેકો થઇ ગયો અને અમે પહેલા જે આર્થિક કટોકટીમાં જીવતા હતા તેમાંથી બહાર આવી ભૌતિક સુખ સુવિધા –સગવડ સાથે પ્રસન્‍ન છીએ. બીજું કે આ કામગીરી કરવાથી આજુબાજુનાં ૫ ગામોના લોકો પણ મને ઓળખતા થઇ ગયા છે.