ભારતના સંવિધાનના અનુચ્છેદ ૧૭૪ના ખંડ (૧)થી મળેલી સત્તાની રૂએ ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલી દ્વારા આગામી તા. ૧૮ મી ફેબ્રુઆરી ૨૦૧૯ સોમવારના રોજ સવારે ૧૧.૦૦ કલાકે વિધાનસભા ગૃહમાં વિધાનસભા સત્ર બોલવવા માટે આહવાન કરવામાં આવ્યું છે તેમ, ગુજરાત વિધાનસભાના સચિવની યાદીમાં જણાવાયું છે.
ગુજરાતમાં એક ધારાસભ્ય ત્રણથી વધારે પ્રશ્ન નહીં પૂછી શકે એવો નિયમ ભાજપ દ્વારા અને અધ્યક્ષ દ્વારા લાવવામાં આવ્યો છે. પણ કર્ણાટક વિધાનસભાની મુદત પૂરી થઈ છે અને હવે નવી ચૂંટણી થવાની છે. ત્યારે કોંગ્રેસના રાજમાં સરેરાશ એક ધારાસભ્યએ 178 પ્રશ્નો પૂછ્યા હોવાનું તારણ ADRની સમીક્ષા કરતાં બહાર આવ્યું છે. કૂલ 208 ધારાસભ્યોએ બધા મળીને 37,110 પ્રશ્નો પૂછ્યા છે. સરેરાશથી એક ધારાસભ્યએ 178 પ્રશ્નો પૂછ્યા છે.
ટોચના 3 ધારાસભ્યોની વિગતો, જેમણે સૌથી વધુ સંખ્યાના પ્રશ્નો પૂછ્યા છે, નીચે આપેલ છે. જેડી એસના ધારાસભ્ય ગોપાલઈહા કેએ 885 પ્રશ્નો પૂછ્યા છે. જે રીતે ગુજરાતમાં પૂર્વ ધારાસભ્ય રાઘવજી પટેલ સૌથી વધારે 1200 પ્રશ્નો એક જ સત્રમાં પૂછવાનો રેકર્ડ ધરાવે છે તેના કરતાં આ ઓછા પ્રશ્નો છે. કર્ણાટકમાં સૌથી વધારે પ્રશ્નો પૂછનાર જેડી એસના ધારાસભ્ય મલ્લીકાર્જુન સીધ્ધરામપ્પા ખુભાએ 795 પ્રશ્નો પૂછ્યા છે. જ્યારે ત્રીજા નંબર પર કોંગ્રેસના હર્રીશ એલ. એ. દ્વારા 750 પ્રશ્નો વિધાનસભામાં પૂછવામાં આવ્યા છે.
એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને કર્ણાટક ઇલેક્શન વૉચ (KEE) દ્વારા કર્ણાટક વિધાનસભા સચિવાલયને RTI દાખલ કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્યો અને વિધાનસભાના કાર્યવાહી અંગેની માહિતી માગી હતી.
કર્ણાટક વિધાનસભાના દરેક સત્રની બેઠકોનું વિશ્લેષણ
14મી કર્ણાટક વિધાનસભામાં 15 સત્ર હતા. કર્ણાટક રાજ્ય વિધાનસભા દર વર્ષે સરેરાશ 44 દિવસ કામ કર્યું હતું. 14મી કર્ણાટક વિધાનસભા બેઠકો 2013 થી 2017 માટે 216 દિવસ મળી હતી. સૌથી લાંબું સત્ર 29 જૂન 2015 થી 27 નવેમ્બર 2015 સુધીના 8 મું સત્ર હતું. તેમાં 32 બેઠકો-દિવસો મળી હતી.
કર્ણાટક વિધાનસભામાં ધારાસભ્યોની હાજરી
કર્ણાટકના ધારાસભ્યએ સરેરાશ 139 દિવસો વિધાનસભાના સત્રોમાં હાજરી આપી છે. જેમાં સૌથી વધારે 211 દિવસ એટલે કે 95 ટકા હાજરી ડો.રફીક અહમેદ દ્વારા આપવામાં આવી હતી. બીજા નંબર પર કે.બી. પ્રશન્ના કુમારે 211 અને બી એમ રાગરીજ દ્વારા 211 દિવસ હાજરી હતી. સૌથી વધારે હાજર રહેનારા ત્રણેય ધારાસભ્યો કોંગ્રેસના રહ્યાં છે.