૧ લાખ હેકટર જમીન વિસ્તારમાં ઇઝરાયેલી પધ્ધતિથી ડ્રીપ ઇરીગેશન માટેના MoU

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે મહાત્મા મંદિર પરિસરમાં ઇઝરાયેલના રાજદૂત ડૉ. રોન
માલ્કા (Dr. Ron Malka)એ વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯ના પૂર્વ દિવસે સૌજ્ન્ય મુલાકાત કરી હતી.
શ્રી વિજયભાઇ રૂપાણીએ પોતાની ઇઝરાયેલ મુલાકાતની યાદ તાજી કરતાં કહ્યું કે ગુજરાતે
ઇઝરાયલની ડ્રીપ ઇરીગેશનમાંથી પ્રેરણા લઇને ગુજરાતમાં ૧ લાખ હેકટર વિસ્તારમાં ડ્રીપ ઇરીગેશનના
MoU ઇઝરાયેલ સાથે કરવા માટે પણ રાજ્ય સરકાર આયોજન કરવાની છે.
મુખ્યમંત્રીશ્રીએ ઇઝરાયેલના ટેકનોલોજી અને નોલેજ શેરિંગ માટે પરસ્પર સહયોગની અપેક્ષા
પણ દર્શાવી હતી.
તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, એગ્રીકલ્ચર, સીકયુરિટી, વોટર મેનેજમેન્ટ અને ઇનોવેશન ક્ષેત્રો પર
વિશેષ ફોકસ કરવું છે.
મુખ્યમંત્રીશ્રીએ સ્ટાર્ટઅપ ઇનોવેશન્સમાં ઇઝરાયેલની તજ્જ્ઞતાના વિનિયોગ માટે સમિટ દરમ્યાન
ઇઝરાયેલી ઇનોવેશન્સના સેમિનારને ઉપયુકત ગણાવ્યો હતો.
તેમણે ઇઝરાયેલના વડાપ્રધાન શ્રી નેતાન્યાહૂની ગુજરાત મુલાકાત દરમ્યાન આઇક્રિયેટ જેવી
યુવા સ્ટાર્ટઅપ પ્રોત્સાહક સેન્ટરની મુલાકાત સહિત કૃષિ, વોટર મેનેજમેન્ટ સહિતના વિવિધ ક્ષેત્રે
સહયોગ અંગેની ફળદાયી વિગતો પણ ઇઝરાયેલ એમ્બેસેડરને આપી હતી.