ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (જીઆઈડીએમ) દ્વારા
BIMSTEC દેશોના પ્રતિનિધિઓ માટે ચાર દિવસીય તાલીમ કાર્યક્રમનો પ્રારંભ
ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (જીઆઈડીએમ) દ્વારા તારીખ ૧૭ થી ૨૦ ડિસેમ્બર, ૨૦૧૯- એમ ચાર દિવસ માટે ”બે ઓફ બંગાળ ઇનિશિયેટીવ ફોર મલ્ટી-સેક્ટોરલ ટેક્નિકલ એન્ડ ઇકોનોમિક કો-ઓપેરશન (BIMSTEC)ના સભ્યો માટે ક્ષમતા વિકાસ અંગે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત આ સભ્યોને ‘રિસ્ક ઇન્ફોર્મ્ડ અર્બન પ્લાનિંગ’ અંગેની સમજણ આપવામાં આવશે.
નેપાળ ખાતે ગત ઓગસ્ટ,૨૦૧૮માં આયોજિત ચોથી ”BIMSTEC સમિટ” અન્વયે ક્ષેત્રમાં ડિઝાસ્ટર રિસ્ક ઇન્ફોર્મ્ડ ડેવલોપમેન્ટ અને આ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે હેતુસર આ પહેલ કરી હતી.
‘બે ઓફ બંગાળ ઇનિશિયેટીવ ફોર મલ્ટી-સેક્ટોરલ ટેક્નિકલ એન્ડ ઇકોનોમિક કો-ઓપેરશન (BIMSTEC)’ અંતર્ગતના આ ક્ષેત્રીય સંગઠનમાં સાત દેશો- બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલૅન્ડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બંગાળના અખાતની આસપાસમાં આવેલો વિસ્તાર તથા ૧.૬૭ બિલિયન લોકો સંકળાયેલા છે, જેમની કુલ ઘરેલુ ઉત્પાદન ૩.૭૧ ટ્રિલિયન અમેરિકન ડૉલર્સ છે.
એક અંદાજ અનુસાર મુજબ વર્ષ ૨૦૫૦ સુધીમાં વિશ્વની ૭૦% વસતી શહેરી વિસ્તારોમાં રહેતી હશે. આ શહેરી વિસ્તારોના વિકાસને લીધે અહીં આગામી દિવસોમાં કુદરતી સહિતની સંખ્યાબંધ આપત્તિઓ આવી શકે છે અને તેનો સુચારુ ઢબે વ્યવસ્થાપન કરવું તે સમયની માંગ છે. આ ચાર દિવસના વર્કશોપ દરમિયાન ”યુનાઇટેડ નેશન્સ ઓફિસ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (યુએનડીઆરઆર)” દ્વારા નિર્ધારિત શહેરીકરણની પ્રક્રિયા, રિસ્ક પ્રોફાઈલ અને તે અંગેની જાણકારી આ ક્ષેત્રના સભ્યોને આપવામાં આવશે. આ કાર્યશાળામાં વિવિધ દેશના સભ્યો તેમના અનુભવોનું પણ આદાનપ્રદાન કરશે.
આગામી દિવસોમાં સ્થાયી વિકાસ માટેનું ક્ષમતાની જાળવણી ઉપર જ શહેરો જીતશે કે હારશે તેવું સ્પષ્ટ કર્યું હતું. આ કાર્યશાળામાં ભારત સરકારના વિદેશ મંત્રાલયના પ્રતિનિધિ દ્વારા BIMSTEC દ્વારા કરવામાં આવતી પ્રવૃતિઓથી સૌને માહિતગાર કર્યા હતા.