રાજ્ય સરકારે વર્ષ-૨૦૧૮માં ટેકાના ભાવે મગફળીની ખરીદીની યોજના જાહેર કરી દીધી છે. અત્યારે આ યોજનાનો
લાભ લઈ મગફળી વેચવા માંગતા ખેડૂતોની લાંબી લાંબી લાઈનો રજીસ્ટ્રેશન કેન્દ્ર ઉપર જોવા મળે છે. ૧ નવેમ્બરથી
રજીસ્ટ્રેશન ચાલુ થયું છે અને ૧૫ નવેમ્બરથી મગફળીની ખરીદી ચાલુ થશે. ત્યાં સુધીમાં તો આર્થિક રીતે નબળા અને
જરૂરિયાતમંદ ખેડૂતોને તો મજબુરીમાં પોતાની મગફળી સસ્તા ભાવે વેચી દેવી પડશે તેનો ફાયદો ઉઠાવી વેપારીઓ, દલાલો, એજન્ટો, સંગ્રહખોરો જરુરીયાદમંદ ખેડૂતો પાસેથી ખરીદી એ જ મગફળી સરકારશ્રીને ટેકાના ભાવે પધરાવશે. ૧૫ નવેમ્બર આવતા આવતા તો જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા ખેડૂતોને લગભગ ૭૦% મગફળી વેચાઈ ગઈ હશે.
ગત વર્ષે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદેલી મગફળીમાં ૪૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડના હજી પુરેપુરા મોટા આરોપીઓ જેલમાં ગયા નથી. ત્યાં ભાજપ સરકાર ફરી એક વખત ટેકાના ભાવે મગફળી, અડદ, તુવેર સહિત ટેકાના ભાવના નામે ખેડૂતોને કેટલો ફાયદો થશે તે અંગે હકીકત રજુ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે મગફળીના ઉત્પાદનની વાત કરીએ તો ગુજરાતમાં વર્ષ-૨૦૧૮ ખરીફની ચાલુ વર્ષની સીઝનમાં કુલ વાવેતર વિસ્તાર ૧૪.૬૮ લાખ હેક્ટર છે અને સરકારના ચોપડે હેક્ટરદીઠ ઉત્પાદન ૧.૮૩૬ મેટ્રિક ટન થવાનો અંદાજ છે એટલે કે, ગુજરાતમાં ચાલુ વર્ષે મગફળીનું કુલ ઉત્પાદન ૨૬.૯૫ લાખ મેટ્રિક ટન થવાનો અંદાજ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે થયેલા કરાર મુજબ અંદાજીત કુલ ઉત્પાદનના ૨૫% જ મગફળી રાજ્ય સરકાર ટેકાના ભાવે ખરીદી કરી શકશે. આમ કુલ ઉત્પાદન ૨૬.૯૫ લાખ મેટ્રિક ટનના ૨૫% એટલે કે, ૬.૫ લાખ મેટ્રિક ટન મગફળીની ચાલુ વર્ષે રાજ્ય સરકાર ટેકાના ભાવે ખરીદી કરવાની છે.
ટેકાના ભાવને આધારે બનાવી સરકાર ખેડૂતોને માર્કેટ ભાવ કરતા વધારે સબસીડી રૂપે ચૂકવવા, બજારભાવ કરતા
વધારે ભાવે મગફળીની ખરીદી પર અમુક ટકા મગફળીની ખરીદી સરકાર પોતે કરતી હોય છે. ચાલુ વર્ષે સરકારથી જેટલી ખરીદી કરશે તેમાં ખેડૂતોને પ્રતિ મણ ૨૦૦ રૂપિયા સબસીડી લેખે ચૂકવશે. એટલે કે, મણે ૨૦૦ રૂપિયા એટલે કે, પ્રતિ ટન
(૨૦૦ રૂપિયા ૫૦ મણ) = ૧૦,૦૦૦ રૂપિયા એક ટને આપશે. તો આખી યોજનામાં ખેડૂતો માટે કેટલી સબસીડીની
જોગવાઈ છે (ટને ૧૦૦૦૦ – ૬.૫ લાખ મેટ્રિક ટન) = ૬૫૦ કરોડ. એટલે કે, સરકાર ટેકાના ભાવે ખરીદી કરી પ્રત્યક્ષ નહિ
પણ પરોક્ષ રીતે ખેડૂતોને કુલ ૬૫૦ કરોડ રૂપિયા મગફળીની ટેકાના ભાવે ખરીદી દ્વારા આપશે. એકદમ ટૂંકમાં સરકારની
ટેકાના ભાવ દ્વારા ખેડૂતોને ૬૫૦ કરોડ રૂપિયા આપવા માટેની આ યોજના છે.
રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા જે ખરીદી થશે તેમાં બારદાન, તોલાઈ, ચડાઈ, ઉતરાઈ, પરિવહન, ગોદામ ભાડું,
જાળવણી, પગાર, માલમાં વજન ઘટ, ૬.૫ લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવા જરૂરી મૂડી રોકાણ ૪૦૬૦ કરોડનું
વ્યાજ વગેરે ગણતા સરકાર આ ખરીદીમાં એક મણે ૨૫ રૂપિયા ખરીદી ખર્ચ અને જાળવણીખર્ચ કરશે. (જેમાં ખેડૂતો પોતાના
ખેતરે થી ખરીદી કેન્દ્ર સુધી મગફળી પહોંચાડવા ચડાઈ, ઉતરાઈ અને પરિવહન ખર્ચ કરે તેનો સમાવેશ કરવામાં નથી આવ્યો)
ટેકાના ભાવે ખરીદીમાં એક મણે ૨૫૦ રૂપિયા ખર્ચ થાય છે તો કુલ ખર્ચની ગણતરી કરીએ તો ૧ મણે ૨૫૦ રૂપિયા એટલે કે
2 | Page
એક ટને (૨૫૦ – ૫૦ મણ)= ૧૨,૫૦૦ રૂપિયા ખર્ચ અને એક ટન મગફળીની ખરીદી પાછળ સરકાર કરે છે. તો ૬.૫ લાખ
મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવા કુલ કેટલો ખર્ચ કરવો પડશે? (૧૨૫૦૦-૬.૫ લાખ મેટ્રિક ટન) રૂપિયા ૮૦૦ કરોડનો કુલ
ખર્ચ થશે.
સરકાર ખેડૂતોને મણે ૨૦૦ રૂપિયાની સહાય કરાવવા માટે ટેકાના ભાવે મગફળીની ખરીદી યોજના અમલમાં લાવી
છે જેમાં ૬.૫ લાખ મેટ્રિક ટનની કુલ ખરીદી કરી સરકાર ખેડૂતોને રૂપિયા ૬૫૦ કરોડનો ફાયદો કરાવવા કે મદદ કરવા ખૂબ જ
પ્રયત્નશીલ છે. એટલી બધી પ્રયત્નશીલ છે કે રૂપિયા ૬૫૦ કરોડ ખેડૂતો સુધી પહોંચાડવા માટે ૮૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે
જો આ બંને રકમ ભેગી કરીએ તો ૬૫૦ કરોડ + ૮૦૦ કરોડ=૧૪૫૦ કરોડ રૂપિયા ખેડૂતો માટે ખર્ચવાની છે જેમાંથી ૬૫૦
કરોડ રૂપિયા ખેડૂતોને આપશે અને ૮૦૦ કરોડ રૂપિયાનો વેડફાટ કરશે જે ખેડૂતોના હાથમાં નહિ આવે એનો વેડફાટ થશે એને
બદલે સીધા જ ૧૪૫૦ કરોડ રૂપિયા ખેડૂતોને આપવામાં સરકારને તકલીફ શું છે ??
સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલા વાવેતરના આંકડા મુજબ ૧૪.૬૮ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર છે. સરકારે
જાહેર કરેલી સબસીડી ૬૫૦ કરોડ + તેની પાછળ કરેલ ખર્ચ ૮૦૦ કરોડ = ૧૪૫૦ કરોડ રૂપિયા સરકાર ખર્ચ કરે જ છે તેમાં
૧૮ કરોડ રૂપિયા જેટલો જ વધારાનો ખર્ચ કરે એટલે કે ૧૪૬૮ કરોડ રૂપિયા થાય જેના કારણે ટેકાના ભાવની ખરીદીની
જંજટમાં પડ્યા વગર દરેક ખેડૂતના ખાતરમાં પ્રતિ હેક્ટર ૧૦૦૦૦ રૂપિયા (૧૪૬૮ કરોડ/ ૧૪.૬૮ હેક્ટર) સરકાર સીધે
સીધા નાખી શકે તેમ છે જો આમ ખેડૂતોના ખાતામાં સીધા જ રૂપિયા જમા કરાવી દેવામાં આવે તો જે ગરીબ ખેડૂત છે,
મગફળી વેચાઈ ગઈ છે તેવા ખેડૂતો તથા તમામ નાના મોટા ખેડૂતને સીધો લાભ મળશે, સરકારી રૂપિયા-પ્રજાના નાણાનો
વેડફાટ નહિ થાય.