1.55 કરોડ બાળકોની તપાસ પણ ફાર્માસીસ્ટનો ઉપયોગ નહીં

આરોગ્ય વિભાગના અતિરીક્ત સચિવ વી.જી.વણઝારા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત હતા. તેમણે ફાર્માસીસ્ટોના રજીસ્ટ્રેશન તથા રિન્યુઅલ ઓનલાઈન કરીને ગુજરાત ફાર્મસી કાઉન્સિલની કામગીરી ડિજીટલ બનાવવાના આગેકદમની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કાઉન્સિલ તરફથી ફાર્માસીસ્ટોના રજીસ્ટ્રેશન અને રિન્યુઅલની પ્રક્રિયા ઓનલાઈન કરી દેવામાં આવી છે અને ફી ઓનલાઈન ભરવાથી રસીદ તેમના સરનામે પહોંચી જાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. રિન્યુઅલ માટે કાઉન્સિલના કર્મચારીઓ અને અધિકારીઓ વિવિધ જીલ્લાઓમાં જઈને કેમ્પ પણ કરે છે. બીજી બાજુ સરકાર તરફથી ગુણવત્તાસભર તબીબી સેવાઓને સામાન્ય જનતાને પરવડે એવી બનાવવાની દિશામાં અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે, જેને સર્વત્ર પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આવા સંજોગોમાં ભવિષ્યમાં ફાર્માસીસ્ટોની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ બની રહેશે. બીજા સત્રમાં ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીના ફાર્મસી વિભાગના ડીન ડૉ.બી.એન.સુહાગીયા અને તે જ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. સંજય ચૌહાણ તથા અસારવા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય પ્રદીપભાઈ પરમાર વગેરેએ માર્ગદર્શન આપ્યું હતું.

શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ હેઠળ સરકારે પહેલીવાર ગ્રાન્ટેડ સ્કૂલો અને જે શાળાએ જતા નથી તેવા શુન્યથી ૧૮ વર્ષ સુધીના તમામ વિદ્યાર્થી- બાળકોને આવરી લેવાનો નિર્ણય કર્યો છે. ૧લી ફેબ્રુઆરી ૨૦૧૯ સુધી આ અભિયાનમાં ૧.૧૧ લાખથી વધુ સરકારી- ખાનગી સંસ્થાઓ અને ૧.૫૯ કરોડ બાળકોને આવરી લેવાનું જાહેર કર્યુ હતું.

2018ના વર્ષે શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમમાં ૧.૫૫ કરોડ બાળકોની તપાસ સાથે ૯૯ ટકા સિદ્ધિ ઉપલબ્ધ થયાનો ચિતાર રજૂ થયો હતો. જેમાંથી ૧,૮૪,૧૧૮ બાળકોને સરકારે સારવાર ઉપલબ્ધ કરાવી છે. તેમાંથી ૨૨,૯૨૩ બાળકોને હાર્ટ, ૩૫૦૮ને કિડની, ૧૮૪૩ને કેન્સર, ૬૨૬ ક્લેપ લિપ- પેલેટ, ૫૩૦ ક્લબ કૂટની સારવાર અપાઈ હતી. આ વર્ષે પણ આરોગ્ય અને શિક્ષણ વિભાગ ૪૫ દિવસનું અભિયાન શરૂ કરીને ગુજરાતની આવતીકાલની તંદુસ્તી માટે ૧૮ વર્ષ સુધીના તમામ બાળકોના આરોગ્યની ચકાસણી કરશે. ૧,૫૯,૨૯,૪૦૦ બાળકોની તપાસ કરવા માટે ૧૭૦૦ મેડિકલ ઓફિસર, ૧૩૦૦ આયુષ ડોક્ટર, ૧૨,૮૨૪ ફિમેલ હેલ્થ વર્કર, ૧૦,૧૪૧ મલ્ટી પરપઝ હેલ્થ વર્કર, ૨૨૫૫ સ્ટાફ નર્સ, ૧૬૨૯ આબીએસ ડોક્ટર, ૧૧૫ આરબીએસ ફાર્માસીસ્ટ, ૩૫૪ ફિમેલ હેલ્થ વર્કર, ૭૨,૨૧૩ આંગણવાડી બહેનો, ૨,૨૫,૧૪૪ પ્રાથમિક શિક્ષકો સેવા આપશે.