વર્ષ 2012માં 6.18 લાખ વૃક્ષ હતા 1 million trees in Ahmedabad अहमदाबाद में 10 लाख पेड़
અમદાવાદ, 28 ઓકટોબર 2025
અમદાવાદમાં વર્ષ-૨૦૧૨ પછી પહેલી વખત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૃક્ષ ગણતરીની કામગીરી સાર્સ ઈન્ડિયા નામની એજન્સી પાસે કરાવવામા આવી રહી છે. અત્યાર સુધીમા વૃક્ષ ગણતરીને લઈ કરવામા આવેલી કામગીરીની સામે આવેલી વિગત મુજબ નવરંગપુરા વોર્ડમાં સૌથી વધુ 1 લાખ 80 હજાર વૃક્ષ છે.
દરિયાપુર વોર્ડમાં સૌથી ઓછા 651 વૃક્ષ મળી આવ્યા છે.
વૃક્ષ ગણતરીમાં 47 વોર્ડમાં 9 લાખ 91 હજાર વૃક્ષની ગણતરી પુરી કરાઈ છે. વર્ષ 2012મા શહેરમાં 6 લાખ 18 હજાર વૃક્ષ હતા. એ સમયે શહેરનો ગ્રીન કવર એરીયા 4.66 ટકા હતો.
વૃક્ષ ગણતરીની કામગીરી પુરી થયા પછી કયા વોર્ડમાં કેટલા વૃક્ષ કેટલા વર્ષ જુના છે,તેની ઉપયોગીતા શુ છે તે અંગેની વિગત જાહેર કરવામા આવશે.
2025માં અમદાવાદમાં 40 લાખ રોપાં અને વૃક્ષો વાવવા પાછળ 69 કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
વાવવામા આવતા રોપામાંથી 60 ટકા રોપા યોગ્ય માવજત કે પાણી નહીં મળવાના કારણે સુકાઈ જાય છે.
ફલાવરશો વખતથી વૃક્ષ ગણતરી કામગીરી શરુ કરાવવામા આવી હતી. એજન્સી પાસે પુરતા સ્ટાફનો અભાવ તેમજ ચોમાસાની મોસમને લઈ કામગીરી મંથર ગતિથી ચાલતી હોવાથી એજન્સીને તેની કામગીરીમા વધુ ઝડપ લાવવા વધુ સ્ટાફ મુકવા તાકીદ કરાઈ હતી.
દરેક વૃક્ષને તેના નામ સાથેની વિગત તથા જી.પી.એસ.પધ્ધતિથી કનેકટીવીટી આપવાની પણ જાહેરાત કરાઈ હતી. વૃક્ષને જી.પી.એસ. પધ્ધતિથી કનેકટિવીટી અપાયા પછી કોઈ જો પરવાનગી વગર વૃક્ષ કાપશે તો તંત્રને ગણતરીની મિનીટોમાં જાણ થઈ જશે.
વોર્ડમાં વૃક્ષોની સંખ્યા
નવરંગપુરા 180133
ગોતા 64058
થલતેજ 63076
નરોડા 61497
નિકોલ 54536
બોડકદેવ 49296
નારણપુરા 45113
અસારવા 34357
મણિનગર 28605
ખોખરા 28533
વસ્ત્રાલ 26600
પાલડી 20210
સાબરમતી 25273
શાહીબાગ 17699
જોધપુર 11209
વાસણા 10447
વોર્ડમાં ઓછા વૃક્ષોની સંખ્યા
દરિયાપુર 651
ખાડિયા 782
દાણીલીમડા 914
કુબેરનગર 209
ઇન્દ્રપુરી 1046
ભાઈપુરા 1125
વેજલપુર 1103
ગુજરાતમાં 5 વર્ષમાં 9.75 લાખ વૃક્ષો કાપી કઢાયા, અમદાવાદમાં 18 હજાર હત્યા
ગુજરાતમાં 5 વર્ષમાં 9.75 લાખ વૃક્ષો કાપી કઢાયા, અમદાવાદમાં 18 હજાર હત્યા
અમદાવાદમાં વૃક્ષ ગણવાનું ખર્ચ રૂ. 2 કરોડ
વૃક્ષોના નિકંદનના ભોગે આ તે કેવો વિકાસ?
વિજય રૂપાણી અને વિજય નહેરાના વૃક્ષો ઉગાડવાના દાવા અતિશયોક્તિ ભર્યા
વિજય રૂપાણી અને વિજય નહેરાના વૃક્ષો ઉગાડવાના દાવા અતિશયોક્તિ ભર્યા
ગુજરાતી
English





