10 કરોડમાંથી 1 હજાર કરોડ ગરીબોના આરોગ્ય પાછળ ખર્ચાશે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની રૂ.૧૦,૮૦૦ કરોડમાં રૂ.૧૦૦૦ કરોડની જોગવાઇ ગરીબો માટે કરી છે. આ યોજના હેઠળ દર્દીઓને રૂ.૫ લાખની વિનામૂલ્યે સારવાર પુરી પાડવામાં આવે છે. રાજ્યની ૨૬૩૮ હોસ્પિટલોને સાંકળી લેવાઇ છે.

ગુજરાતના રહેવાસી હોય અને રેશનકાર્ડ ધરાવતાં ન હોય તેવા વૃધ્ધો, અનાથ બાળકો, વિધવા બહેનો-ત્યક્તા, સાધુ-સંતો, માનસિક રોગીઓ તેમજ નિ:સહાય લોકોને આવરી લેવાનો સંવેદનશીલ નિર્ણય પણ કર્યો છે.

2.25 કરોડ લોકોને આરોગ્ય યોજનામાં લેવાશે

અત્યાર સુધી રૂ.૨૭૫૮ કરોડના ખર્ચે ૧૮ લાખ લાભાર્થીઓને સારવાર પુરી પડાઇ છે. જન આરોગ્ય યોજનામાં રૂ.૫ લાખ હેઠળ ૨.૨૫ કરોડ નાગરિકોને આવરી લેવાશે. આ માટે રૂ.૪૫૦ કરોડની જોગવાઇ રાજ્ય સરકારે કરી છે.

6.25 કરોડ દર્દી, ગુજરાતની વસતી કરતાં વધું

રાજ્યના ૬.૨૫ કરોડ નાગરિકોને ૯૨૩૧ પેટાકેન્દ્રો, ૧૪૭૫ પ્રા.આ.કેન્દ્રો, ૩૬૨ સા.આ.કેન્દ્રો કાર્યરત છે તથા શહેરી વિસ્તારોમાં પણ ૬ સરકારી અને ૮ જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજો દ્વારા દર્દીઓને સારવાર પુરી પાડવામાં આવી રહી છે. હોસ્પિટલોમાં દર્દીઓને વિનામૂલ્યે દવાઓ પુરી પાડવા માટે રૂ.૫૦૦ કરોડની જોગવાઇ કરાઇ છે. તેમજ મેલેરીયા, ડેંગ્યુ, ચીકન ગુનીયા, સીઝનલ ફ્લ્યુ જેવા રોગોના નિયંત્રણ માટે રૂ.૩૧૩ કરોડની જોગવાઇ તથા પેટા કેન્દ્રો, પ્રા.આ.કેન્દ્રો, સા.આ.કેન્દ્રોના બાંધકામ માટે પણ રૂ.૧૨૯ કરોડની જોગવાઇ કરાઇ છે.