10 લાખ બેકાર થયા, ભાજપની રૂપાણી સરકારની નિષ્ફળ કાપડ નીતિ 

રૂપિયાનું ધોવાણ, નોટબંધી, ઈ-વે બિલ અને GST બાદ ગુજરાતનો કાપડ ઉદ્યોગ મંદીની ગર્તામાં ધકેલાઇ ગયો છે. ઉત્પાદકો અને વેપારીઓ પરેશાન થઇ ગયા છે. સુરત, અમદાવાદ અને બીજા કાપડ ઉત્પાદક મથકો ઈદ અને દિવાળીના સમયે પણ મંદીમાં ધકેલાયેલા રહ્યાં હોવાથી આ વ્યવસાય સાથે જોડાયેલાં 6 લાખ કામદારોએ નોકરી ગુમાવવી પડી છે. આ વ્યવસાય સાથે જોડાયેલાં બીજા વ્હાઈટ કોલર જોબ ધરાવતાં 10 હજારથી વધું લોકોએ પોતાની નોકરી ગુમાવવી પડી છે.

અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલાં 2 લાખ લોકો બેકાર બન્યા છે. છેલ્લાં બે વર્ષથી વિકાસ અટકી ગયો છે.

સુરત આસપાસ ભારતના કાપડના કૂલ ઉત્પાદનનું 70 ટકા કાપડનું ઉત્પાદન કરી રહ્યું છે. જોકે ભાજપની વિજય રૂપાણીની સરકારની ઉદાનસીનતાને લઇને આ ઉદ્યોગ મંદીમાં ધકેલાઇ ગયો છે. જે નાણાં પ્રધાન નીતિન પટેલની અણઆવડત બતાવે છે. કાપડ ઉદ્યોગને જ્યારથી GST હેઠળ લાવવામાં આવ્યો ત્યારથી લઇને 16 નવેમ્બર 2018 સુધીમાં કાપડનું ઉત્પાદન 50થી 65 ટકા જેટલું થઇ ઘટી ગયું છે. પહેલા 4 કરોડ મીટર કાપડનું ઉત્પાદન હતું જે આજે 2 કરોડ મીટર ઉપર આવી ગયું છે. આ ઉપરાંત 4 લાખ જેટલા કારીગરો અને 8 હજાર વ્હાઈટ કોલર નોકરીયાનો બેરોજગાર થયા છે. જેને લઇને ઉદ્યોગપતિઓમાં ભારે ચિંતા છે.

વેપારીઓ દ્વારા રૂપાણી સરકાર પાસે રાહતની માંગણી કરવામાં આવી હતી પણ તે હંમેશની માફક સ્વિકારવામાં આવી નથી અને વેપારીઓને વધું ન બોલવા માટે ધમકીઓ આપવામાં આવી રહી છે. ઇવે બિલ વેપારીઓ માટે માથાનો દુખાવો બની ગયો છે.