10 વર્ષમાં ગુજરાત સમૃદ્ધ થયું, વાહનોમાં 135 ટકાનો વધારો

ગુજરાતમાં છેલ્લા દસ વર્ષમાં વાહનોની સંખ્યા 135 ટકા વધી છે. તેમાં પણ  બાઇક અને કારનું પ્રમાણ  વધ્યું છે.  ગુજરાતમાં 25 લાખ  ટ્રાન્સપોર્ટ વ્હિકલ છે જ્યારે નોન ટ્રાન્સપોર્ટ વ્હિકલની પણ  સંખ્યા વધીને 2.07 કરોડ સુધીની થઇ છે. વાહનોની સંખ્યા વધવાના વધવાના કારણે સ્વાભાવિક રીતેજ પાર્કિંગ અને ટ્રાફિક નિયમનની સમસ્યા ઉભી થઇ છે. ગુજરાતમાં છેલ્લી ગણતરી પ્રમાણે 35 લાખથી વધુ કાર છે અને 1.45 કરોડ દ્વિચક્રી વાહનો છે.

રાજ્યના વાહન વ્યવહાર વિભાગના આંકડા પ્રમાણે ગુજરાતની સડકો ઉપર 2.35 કરોડ વાહનો ફરી રહ્યાં છે. એનો મતલબ એ થયો કે પ્રત્યેક ત્રીજી વ્યક્તિએ એક વ્યક્તિ પાસે કોઇને કોઇ વાહન છે. આશ્ચર્યની વાત એ છે કે ગુજરાતમાં 1961ની સાલમાં  માત્ર 8132 ટુ-વ્હિલર હતા જે આજે  1.50 કરોડ થઇ ગયા છે.

ગુજરાતના વાહન વ્યવહાર કમિશનરે બહાર પાડેલા એક રિપોર્ટમાં જણાવાયું છે કે રાજ્યમાં 1980માં કુલ વાહનોની સંખ્યા 4.58 લાખ હતી જે 1990માં વધીને 18.40 લાખ થયા હતા. એનો અર્થ અ થયોકે ૧૦ વર્ષોમાં વાહનોની સંખ્યામાં ૧૮.૮૩ લાખ નો વધારો થયોં છે. તમા પણ  2010માં વાહનોની ખરીદીમાં સૌથી મોટો ઉછાળો આવ્યો  આ વર્ષમાં વાહનોની સંખ્યા એક કરોડને આંબી ચૂકી હતી.

વિશ્વ ભરમાં વ્યાપારી પ્રજા તરીકે જાણીતી ગુજરાતના લોકોની આવકમાં વધારો થતાં ટુ-વ્હિલરની સાથે  લોકો  કારના શોખીન થયા છે. 1980માં ગુજરાતમાં માત્ર 52817 નોંધાયેલી કાર હતી. આજે કારની સંખ્યા 35લાખને પસાર થવા આવી છે.

વાહન વ્યવહાર કમિશનરના  આંકડા મુજબ  1990માં રાજ્યભરના માર્ગો પર 18.40 લાખ વાહનો દોડતા હતા જે સંખ્યા 2000ની સાલમાં વધીને 51.90 લાખ થઇ હતી. રાજ્યમાં એક કરોડ કરતાં વધુ વાહનો 2010માં થયાં છે. રસપ્રદ વાત  એ છે કે રાજ્યમાં વાહનોની સંખ્યા આટલા વર્ષોમાં  ઘટી નથી. ઉપરથી વાહનની ખરીદીમાં સતત વધારો નોધાયો છે. તેમાં પણ દ્વિચક્રીય વાહનોની સંખ્યા વધુ છે.

અગાઉ કાર લોન લેવાના માપદંડની પ્રક્રિયા અઘરી હતી. પરંતુ છેલ્લા એક દાયકાથી વાહન લોનની પ્રક્રિયા સરળ અને સુલભ બનતા સામાન્ય માણસો માટે કાર લેવી સામાન્ય બાબત બની છે.

આજકાલ સામાજિક સ્ટેટસ માટે પણ વ્યક્તિ વાહન ખરીદે છે. તેમાં પણ હવે વાહન જરૂરિયાતનું સાધન બની ગયું છે. સાથોસાથ વધુ વાહન રાખવાના શોખ ખાતર એક જ વ્યક્તિ ત્રણ વાહન પણ ધરાવે છે.