10 crore tablets are used every month for tuberculosis, 60 lakh in Gujarat
60 કરોડ ગોળીઓનો જથ્થો છે
દેશમાં ટીબીની દવાઓની કોઈ કમી નથી
રાજ્યોને ટીબી-વિરોધી દવાઓ
નવી દિલ્હી, તા.13-12-2023
દેશમાં ક્ષય રોગ વિરોધી દવાઓની કોઈ કમી નથી. સમગ્ર વર્ષ દરમિયાન નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ (એનટીઇપી) હેઠળ કેન્દ્ર સ્તરેથી તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને ટીબી વિરોધી દવાઓનો નિયમિત પુરવઠો પૂરો પાડવામાં આવે છે અને સેન્ટ્રલ વેરહાઉસથી માંડીને પેરિફેરલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ સુધીના વિવિધ સ્તરે સ્ટોક પોઝિશનનું મૂલ્યાંકન કરવા માટે નિયમિત આકારણી હાથ ધરવામાં આવે છે. વધુમાં, રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોને જ્યારે પણ આકસ્મિક જરૂરિયાતો પૂર્ણ કરવા માટે જરૂર પડે ત્યારે મર્યાદિત જથ્થા માટે સ્થાનિક ખરીદી માટે સંસાધનો પ્રદાન કરવામાં આવ્યા છે. મહિને 10 કરોડ ગોળીઓ ક્ષય માટે વપરાય છે, ગુજરાતમાં 60 લાખ છે.
TBના લક્ષણો અને ટીબીના દર્દીઓ વચ્ચે ફેર છે. મોટા ભાગના લોકોમાં ટીબીનું ઇન્ફેક્શન જોવા મળે છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં
ચિંતાજનક બાબત છે કે ટીબીના કેસો મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. વર્ષ 2021માં TBના 943 બાળદર્દી હતા અને 18 બાળદર્દીનાં મોત થયા હતા. અમદાવાદના રાયપુરમાં 800 લોકોનો TB અંગે સર્વે કરાયો હતો, જેમાં 48 ટકા લોકોમાં TBનું ઇન્ફેક્શન જોવા મળ્યું છે.
ગુજરાતમાં દર વર્ષે 1.70 લાખ અને અમદાવાદ શહેરમાં દર વર્ષે ટીબીના 18000 કેસ, જ્યારે 900થી 1000 લોકો મૃત્યુ પામે છે. અમદાવાદના રાજપુર-ગોમતીપુરમાં કરાયેલા સરવેમાં એવી બાબત સામે આવી હતી કે, 48 ટકા લોકોમાં ટીબીનો ચેપ દેખાયો છે. અમદાવાદ જિલ્લામાં ટીબીથી સાજા થવાનો દર 85 થી 88 ટકા જોવા મળે છે.
ટીબીનાં લક્ષણો ધરાવતો દર્દી સારવાર ન લે અથવા જો એનું નિદાન ન થાય તો વર્ષે 10 લોકોને ચેપ લગાવી શકે છે. ગુજરાતમાં રક્તપિત્તનો દર 23% થી ઘટીને 1% કરતા પણ ઓછો થયો છે.
2022માં ગુજરાતમાં 5700 વ્યક્તિના ટીબીથી મૃત્યુ થયા હતા. રાજ્યમાં પ્રતિ દિવસે સરેરાશ 16 વ્યક્તિ ટીબીને કારણે જીવન ગુમાવે છે. છેલ્લા ૩ વર્ષમાં ગુજરાતમાં 18 હજાર વ્યક્તિના મૃત્યુ થયા છે.
2019માં 82 હજાર ક્ષય દર્દી હતા. જ્યારે એઈડ્સ – એચઆઇવી પૉઝિટિવ દર્દીઓની સંખ્યા 1 લાખ 21 હજાર હતી. ક્ષય કરતાં એઈડ્સ વધારે છે. અમદાવાદમાં સૌથી વધારે 23 હજાર એઇડ્સના દર્દીઓ, 21 હજાર દર્દીઓ સાથે સુરતમાં અને મોરબીમાં સૌથી ઓછા 729 એઇડ્સના દર્દીઓ હતા.
ગુજરાતમાં વર્ષ 2020માં ટીબીના 1 લાખ 20 હજાર 516 દર્દીઓ હતા. 2021માં સંખ્યા વધીને 1 લાખ 44 હજાર 715 થઇ હતી. વર્ષ 2022માં ટીબીના કુલ દર્દીઓ 1 લાખ 52 હજાર નોંધાયા હતા. આમ, બે વર્ષમાં રાજ્યમાં ટીબીના દર્દીઓમાં 25 ટકાનો વધારો થયો હતો. ગુજરાતમાં 1 લાખની વસતીએ સરેરાશ 137 વ્યક્તિ ટીબી ધરાવે છે.
ટીબીના દર્દી માટેનો `મર્મ’ બોક્ષ પ્રોજેકટ ગુજરાત અને ઝારખંડમાં ચાલી રહ્યો છે. અને જેના સારા પરિણામ મળી રહ્યા છે. ગુજરાતમાં આ પ્રોજેક્ટની જરૂરિયાતના કારણ પર એક નજર કરીએ તો ગુજરાતમાં હાલ TBના 151315 દર્દીઓ છે, જેમાંથી 100746 દર્દીઓ સરકારી દવાખાનામાં જ્યારે 50569 દર્દીઓ ખાનગી દવાખાનામાં સારવાર મેળવી રહ્યા છે. ગુજરાતમાં સૌથી વધુ ટીબીના દર્દીઓ અમદાવાદ અને સુરતમાં છે. જ્યારે સૌથી ઓછા ટીબીના કેસ ડાંગ, જૂનાગઢ અને જામનગરમાં છે
દેશમાં સૌથી વધારે મોત વસતીની દ્રષ્ટીએ ગુજરાતમાં છે તે ગંભીર બાબત છે.
વર્ષ 2022માં ટીબીથી વધારે મૃત્યુ
રાજ્ય – મૃત્યુ
ઉત્તર પ્રદેશ – 14010
મહારાષ્ટ્ર – 6270
ગુજરાત – 5764
મધ્ય પ્રદેશ- 5547
કર્ણાટક – 4338
કચ્છ જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે 80 લાખના ફ્યુઝી ફિલ્મના પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા ટીબી અને તેને લગતી આનુસંગિક તપાસ કરીને માત્ર ૨ મિનિટમાં જ સચોટ નિદાન કરી આપવામાં આવે છે. સક્રિય ટીબીનો દર્દી ગણીને તેની 6થી 18 માસની સારવાર કરવામાં આવે છે. પરંતુ ઇગરા ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા બાદ એક્સ-રે નેગેટિવ આવે તો એવા વ્યક્તિને દર અઠવાડિયે એક દવાનો ડોજ એમ ત્રણ મહિનામાં ટીપીટી દવાના બાર ડોઝ આપવાથી સુષુપ્ત ટીબીગ્રસ્ત વ્યક્તિ 10 વર્ષ સુાધી ભયમુક્ત રહી શકે છે
ટ્યુબરક્યુલોસિસ-વિરોધી દવાઓના જથ્થાની સ્થિતિની વિગતો નીચે મુજબ છે: