આ અહેવાલની નીચે તમામની લાંક મૂકી છે
અમૂલ અને 20 ડેરીના 100 કૌભાંડો ભાજપના 30 વર્ષમાં થયા છે તેની થોડી વિગતો છે.
દિલીપ પટેલ
અમદાવાદ, 19 જૂલાઈ 2025
અમૂલે ખરીદેલી જમીનનો વિવાદ: હવે વિરપુરમાં પશુપાલકોનો હલ્લાબોલ
ખેડૂતોના હિત માટે આણંદ જિલ્લાના ત્રિભુવન કશીભાઈ પટેલે અમૂલનો પાયો નાંખ્યો હતો. હવે રાજકારણીઓએ અમૂલનો કબજો લઈ લીધો છે. 30 વર્ષથી ગુજરાતમાં રાજકીય નેતાઓએ સહકારી ક્ષેત્ર કબજે કરી લીધું છે. ભાજપના નેતાઓએ કાવાદાવા કરીને 20 ડેરીઓ કબજે કરી છે અને હવે કૌભાંડો કરી રહ્યાં છે. રામ, સામ, દામ, દંડ અને દૂધથી અમૂલને ગંદા રાજકારણ અને ભ્રષ્ટાચારમાં ડુબાડી દેવામાં આવી છે.
સાબર એક જ ડેરી નહીં તમામ ડેરીમાં આવા કૌભાંડો બહાર આવ્યા છે. તેમ છતાં રાજ્ય સરકાર એટલા માટે પગલાં ભરતી નથી. ભાજપના જ નેતાઓ સંડોવાયેલાં છે. અમૂલની સ્થાપનાના 72 વર્ષ બાદ હવે હિતના બદલે અહિત થયું છે.
200 લીટર દૂધથી વેચાણની શરૂઆત કરનારી અમૂલ સહકારી સંસ્થા હવે રૂ.30 હજાર કરોડ કરતા પણ વધુનો ધંધો કરી રહી છે
જમીન કૌભાંડ
2025માં અમુલ ડેરી દ્વારા વેટરનરી હોસ્ટેલ માટેની જમીનનું કૌભાંડ બહાર આવ્યું હતું. મહિસાગરના વિરપુરમાં જૂના રતનકૂવા ગામ રોડ પર અમુલે જમીનની ખરીદી કરી હતી. મૂળ કિંમત માત્ર રૂ.30 લાખની જમીન ખોટા દસ્તાવેજો વડે રૂ. 3.51 કરોડમાં ખરીદવામાં આવી છે. 6 લાખ પશુપાલકો આણંદની અમૂલ ડેરી સાથે છે.
સર્વે નંબર 175-2ની 8690 ચોરસ મીટર જમીન જે વિસ્તારના માર્કેટ ભાવ પ્રમાણે વધુમાં વધુ 30 લાખની ગણવામાં આવે છે. જમીન અમુલ ડેરી દ્વારા રૂ.3 કરોડ 51 લાખમાં ખરીદતા મોટાપાયે ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ થયો છે.
એક – બે લીટર દૂધ ભરે તેના પરસેવાના નાણામાંથી આવી જમીન ખરીદી છે. નડિયાદમાં પણ 40થી 50 કરોડના ખર્ચે જમીન ખરીદી છે. જમીન ખરીદી માટે કોઈ આયોજન નથી. ચોકલેટ પ્લાન્ટ નાંખવા જમીન કૌભાંડ થયું હતું.
ભાજપના નેતા અને અમૂલના અધ્યક્ષ વિપુલ પટેલ ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાની દૂધ મંડળીના પશુપાલકોએ વિરપુર પહોંચી વિરોધ કર્યો હતો.
કૌભાંડના આક્ષેપો પર અમૂલ ડેરીના MD, અમિત વ્યાસે જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર નથી. સર્વસંમતિથી મંજૂર થયું હોય એ જ કામ કરાય.
ઘી ચોરીના બનાવ પર તેમણે કહ્યું કે, એમાં ઘીના અંદર એક પ્રકરણ બન્યું હતું, બોર્ડમાં ચર્ચા કરી અને કેમેરામાંથી અમે જ પકડ્યું હતું.
વર્ગનો ગોટાળો
ખોટા ઓડિટ કરી કેટલીક ચોક્કસ મંડળીઓને ‘ક’ વર્ગમાં મૂકવામાં આવે છે. ગેરકાયદેસર વહીવટ દ્વારા બહારના લોકોને રોજગારીની તકો આપવામાં આવી રહી છે. અમૂલ ડેરી દ્વારા રોજગારીની તકો આપવામાં આવે છે, પરંતુ તેમાં પારદર્શિતાનો અભાવ છે.
બનાવટો
64 ટકા દૂધ વેચાય છે અને બાકીના દૂધમાંથી અન્યવસ્તુઓ માખણ, ઘી, ચીજ, પનીર, પાઉડર, દહીં, છાશ, આઈસક્રીમ, ચોકલેટ બનાવવામાં આવે છે. જેમાં મોટા કૌભાંડો થઈ રહ્યાં છે.
નકલી ઘી
2025માં અમૂલ બ્રાન્ડ ઘીનું પાયલ ટ્રેડર્સ, સેક્ટર-26, જી.આઈ.ડી.સી, ગાંધીનગર ખાતે નકલી ઘી પકડાયું હતું. અમૂલ બ્રાન્ડનાં 15 કિ.ગ્રા. અને 500 એમ.એલ. પાઉચનો શંકાસ્પદ જથ્થો અને અમૂલ ઘીના લેબલનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. 207 કિ.ગ્રા. જથ્થો કે જેની અંદાજીત કિંમત આશરે રૂ. 70,000 છે તે શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો હતો.
4 કરોડની ઉચાપત
ગાંધીનગરની અમૂલ ડેરીનાં આસિસ્ટન્ટ મેનેજર સામે ફરિયાદ, પત્નીના નામે કંપની ઉભી કરી 12 વર્ષ દરમિયાન 4 કરોડ 2 લાખ 48 હજારના ખોટા બિલ બનાવીને ઉચાપત કરતા અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.
પેટન્ટ ચોરી
અમૂલ ચેડાર ચીઝના કલ્ચર અને તેની સિક્રેટ ફોર્મ્યુલા તામિલનાડુની કંપનીને વેચી માંરી હતી. કુરિયન દ્વારા 1960માં શોધવામાં આવી અને વિશ્વ વિખ્યાત “ચેડાર ચીઝ”બનાવ્યું અને તેનું માર્કેટ કરવાનું શરૂ કર્યું હતુ. મોનોપોલી ફોર્મ્યુલા વેચી મારી હતી. તેનાથી વર્ષે 450 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. આબજો રૂપિયા ગુમાવવા પડ્યા છે. મિલ્ક મિસ્ટ ડેરી ફૂડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સીઈઓ પૂર્વ MD Mr Ratnam છે જેણે કૌભાંડ કર્યું છતાં મોદી, રૂપાણી, આનંદી કે ભૂપેન્દ્ર પટેલે પગલાં ન લઈને ગુજરાતને અબજો રૂપિયાનું નુકસાન કર્યું છે.
આખી કંપની નકલી પ્રોડક્ટની
કે રત્નમની મિસ્ટી મિલ્ક કંપની આજે Amul જેવી પ્રત્યેક પ્રોડક્ટ બનાવી બજારમાં વેચી રાહી છે. અમૂલની તમામ પ્રોડક્ટ બંધ કરાવી દીધી હતી.
કે રત્નમ કોના પ્રિય
બેન્સી કોલીટી ઓફિસર અમુલમાં ગેરહાજરી નહીં આપીને નોકરી કરી હતી. જેને 6 વખત બઢતી આપવામાં આવી હતી.
મહિને રૂ. 81નો પગાર 2020માં હતો. માત્ર બે વર્ષમાં પગાલ વધીને મહિને રૂ. 2.25 લાખ એટલે વર્ષે 27લાખનો પગાર MD કે. રત્નમને આપવામાં આવતો હતો.
કે રત્નમે અમૂલ્ય ગુપ્ત ફોર્મ્યુલા ગેરકાનૂની રીતે વેચી મારી 450 કરોડ નું કૌભાંડ કરી કરાવી 4 જણ આબાદ બની ગયા પણ અમુલના 22 લાખ દૂધ ઉત્પાદકોને પાયમાલ કરી નાખ્યા હતા. કરોડો રૂપિયાના દેવાદાર બનાવી દેવાયા હતા.
રત્નમ કૌભાંડમાં પોલીસ ફરિયાદ થવી જોઈતી હતી. પણ ભાજપના નેતા રામસિંહ પરમારે તેને બચાવી લીધા. રામ-રાજ બેવ ચૂપ રહી લાલ જાજમ પાથરી તેને તામિલનાડુ સુધી ખાસ વિમાન દ્વારા મૂકી આવ્યા હતા.
આરોપી ને ક્લીન ચિટ આપી દેવામાં આવી હતી. સરકારની 12 તપાસ એજન્સીઓને ચૂપ કરી દેવામાં આવી હતી.
તપાસ ન કરી
4 પૂર્વ એમડીની અવૈદ્ય સંપત્તિની તપાસ થવી જોઈતી હતી. અપ્રમાણસર મિલકતોની તપાસ થવી જોઈતી હતી. સહકારી સંસ્થાને લૂંટવા બદલ ભાજપ સરકારે તપાસ ન કરી પણ પોતાના પક્ષમાં તેમને લાવીને ભાજપને મજબૂત કરી દીધો.
શોઢી
અમૂલના નોકરિયાત સોઢી દ્વારા પોતાના રૂ. 50 લાખ કરતા વધારેનો પગાર લેતા હતા.
રવિશંકર
2020માં વયોવૃદ્ધ અને નિવૃત્ત કે રવિશંકરને મહિને રૂ. 6.5 લાખ પગાર આપવામાં આવતો હતો. વર્ષે 78 લાખ પગાર અપાતો હતો. ફેસ રીડીંગ હાજરી અને પગારનું સરવૈયું જાહેર કરાયું ન હતું.
ખાણ દાણ કૌભાંડ
દાણ બનાવવામાં સડેલી મકાઈ અને ઘઉં ખરીદી કરોડો રૂપિયાની કટકીઓ કરી હતી. જે બે હિસાબ છે. અબજો રૂપિયાનો જેમાં 25 વર્ષમાં થયો છે.
મતદાર યાદી કૌભાંડ
અમૂલમાં બંધ પડેલી મંડલીઓના નામે મતદારો નોંધી વર્ષોથી બોગસ મતદાન કરવામાં આવે છે. અમુલની 1200 મંડળીઓના 6.5 લાખ સભાસદો છે. 22 લાખ મતદારો હતા જે હવે વધી ગયા છે. ચરોત્તર, મહીસાગર અને ખેડા જિલ્લો અમૂલમાં આવે છે. ભાજપના નેતા અને પૂર્વ અધ્યક્ષ રામસિંહ પરમાર ડાકોર રહેતા હોવાનું કહેતા હતા. તેનો પુત્ર રાજેન્દ્રસિંહ બોરસદમાં છતાં એક મંડળીમાં સભાસદ હતા. કોંગ્રેસના પિતા અને પુત્રની તપાસ કરવા માટે સરકારે આદેશ આપ્યો તો તે ભાજપમાં જતાં રહ્યાં.
પક્ષાંતર કૌભાંડ
ખેડૂત સંગઠનોના નેતાઓ અને રામસિંહ પરમાર સહિતના હજારો લોકોને ભાજપમાં પક્ષાંતર કરાવીને ડેરી પર કબજો લીધો હતો. પૂર્વ અધ્યક્ષ રામસિંહને મોદીની સરકારે બ્લેકમેલ કરાવીને ભાજપમાં આવવા ફરજ પડી હતી. સરકાર તેની 1 હજાર વીધા જમીન અને દારૂ પ્રકરણ અંગે તપાસ કરી હતી. હતી પણ તે ભાજપમાં આવી જતાં તેના અનેક કૌભાંડો ભાજપે દબાવી દીધા હતા. ભાજપ અને કોંગ્રેસનું ખાલી નામ છે જેમ કપડાં બદલે તેમ અહીં પક્ષ બદલી કરે છે.
મતદારોની ખરીદી
અમૂલના અમૂલ્ય મતના સોદાગરો દર ચૂંટણીએ ખેલખેલે છે. ઠાસરાના વગદાર સહકારી નેતા અને નેતા પુત્ર દ્વારા પ્રત્યેક વોટના રૂ. 30 હજાર આપી 2.10 લાખ રૂપિયા ખર્ચી કાયદેસરના મતદાર અને ઠાસરા વિભાગ 5ના ભદ્રશા ડેરીના ચેરમેનનો મત ઉડાડી પોતાના મળતાવડાનો મત કરાવવા ધોળા દૂધના રાજકારણમા કાળા હાથ કરતા રંગેહાથે ઝડપાઇ ગયા હતા.
ગરીબ પશુપાલકો ને ડરાવી, ધમકાવી, સેક્રેટરીના દીકરાને નોકરીયે રખાવી દેવાની ખાત્રી આપી ચૂંટણી પેહલા લાખ્ખો રૂપિયાના ભાવો બહાર પડી દીધા હતા.
પાંચ બોર્ડ સદસ્યો બરતરફ થાય તેમ હતા. તેને ભાજપ સરકારે બચાવી લીધા હતા.
ચીજ કૌભાંડ
31મી માર્ચ 2028માં રૂ. 800 કરોડના ચીજ કૌભાંડમાં ખેડા જિલ્લા સહકારી સંઘના મેનેજિંગ ડિરેક્ટર કે. રત્નમનું રાજીનામું લઈ લેવાયું હતું. ખેડા જિલ્લા દૂધ સહકારી ઉત્પાદન સંઘના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તેમના પર કરોડોનાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. ભ્રષ્ટાચારની તપાસથી બચવા માટે કે રત્નમનું રાજીનાનું લઈ લેવામાં આવ્યું હતું. 8700 મેટ્રિક ટન ચીઝની ખરીદી કરવામાં આવી હતી. અંદાજ પ્રમાણે રત્નમે તેના ત્રણ વર્ષના કાર્યકાળમાં રૂ. 265 કરોડની ચીઝની ખરીદી આ કંપની પાસેથી કરી.
કંપનીને બજાર કરતા પ્રતિ કિલોએ રૂ. 40થી 50 વધારે ચુકવાયા હતા.
અમૂલ પાસે ખુદનો 1200 મેટ્રિક ટનનો પ્લાન્ટ હોવા છતાં બીજી કંપની પાસેથી ચીઝની ખરીદી કરી. અમૂલ ખાત્રજ ખાતે આવેલા તેના પ્લાન્ટમાં 600 થી 700 કિલો ચીઝનું ઉત્પાદન કરે છે. કે. રત્નમે ચીઝને ફોર્મ્યુલા પણ ખાનગી કંપનીને આપી દીધી હતી.
ચોકલેટ કૌભાંડ
2018માં મોગર ખાતે ચોકલેટ પ્લાન્ટના નવીનીકરણ માટે રૂ. 50 કરોડ મંજૂર કર્યા હતા. જેનું કામ 2016માં શરૂ થયું હતું. અત્યારસુધીમાં 185 કરોડ રૂપિયા ખર્ચાઈ ચુક્યા છે. કરોડોના ખર્ચ પાછળ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની કોઈ મંજૂરી પણ લેવામાં આવી નથી.
8 હજાર કરોડ
ખેડાના મોગર પાસે રૂ.7890 કરોડના ખર્ચે 1 હજાર ટન ચોકલેટ બનાવી શકાય એવો જંગી પ્લાંટ શરૂં કરાયો હતો. . અહીં રૂ,200 કરોડનો ટેક હોમ રાશન પ્લાંટ નાંખવાનો હતો.
800 કરોડનું કૌભાંડ
2012થી 2016 સુધીના ઓડિટ અહેવાલમાં રૂ. 800 કરોડના કામ સરકારની કોઈ પણ પ્રકારની મંજૂરી વગર થયા હોવાનું જણાવ્યું હતું. 2012માં ખેડા જિલ્લા સહકારી સંઘમાં ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો કાર્યકાળ પૂર્ણ થયો હતો. એ વખતે ચેરમેન પદ પર રામસિંહ પરમાર હતા.
નકલી ઘી
બનાસકાંઠા પોલીસે ડીસા તાલુકાના નાની ભાખર ગામેથી નકલી ઘી ની ફેક્ટરી ઝડપી પાડી હતી. મોટા પ્રમાણમાં અહીં અમૂલ અને સાગર બ્રાંડ ઘીના પાઉચ મોટા પ્રમાણમાં પકડી પાડ્યા હતા.
રાજકોટમાં નકલ
રાજકોટના કોઠારીયા રોડ પર શિવધામ સોસાયટી-૩માં રામેશ્વર ડેરીના ગોડાઉનમાં અમુલ બ્રાન્ડના નકલી ઘીના પેકીંગ કરી તેનું વેંચાણ કરતાં પોલીસે પકડી પાડ્યા હતા. જેમાં અમૂલ બ્રાન્ડના ઘીના 10 ડબ્બા રૂ.48 હજાર, 500 એમએલ અમૂલ ઘીના 1090 પાઉચ કે જેની કિંમત રૂ.2,07,100 તથા 1 લિટર અમૂલ ઘીના 61 પાઉચ કે જેની કિંમત રૂ.23180 પકડી પાડ્યા હતા.
કારમાંથી ઘી
અરવલ્લી જિલ્લાના મોડાસામાં અમૂલનું નકલી ઘી 113 પાઉચ એક કારમાંથી પોલીસે પકડી પાડ્યું હતું. આ અંગે સાબર ડેરીના જવાબદાર અધિકારીઓને જાણ કરતા મોડાસા આવ્યા હતા.
દૂધ ચોરી
ઉમરેઠ તાલુકાના ઘોળી ગામના નહેરના નાળા પરથી અમુલની દૂધની ટેન્કરમાંથી દૂધ ચોરી કરવાનું કૌભાંડ પકડાયુ હતું.
4 ટન ઘી
ગાંધીધામ-કચ્છના અંજાર, વર્ષામેડી ગામ પાસેના ફાર્મ હાઉસમાંથી પાંચ ટન ઘીનો જથ્થો મળી આવ્યો હતો. ફાર્મહાઉસમાં ઘીનો જથ્થો તેના માલિક યતિન પ્રભુ કોળીનો માલ હતો.
અમદાવાદ
2021માં નકલી ઘી અમદાવાદ શહેરના સાણંદ સર્કલ પાસેના જગદીશ એસ્ટેટમાંથી ઝડપાયુ હતું. બનાવટી ઘીના 15 કિલોના 160 ડબ્બા સાથે 2ની ધરપકડ કરી તપાસ કરતા ઘી કડીથી મગાવી અમદાવાદમાં પેકિંગ કરી રાજકોટ પહોંચાડાતું હતું. 15 કિલો બનાવટી ઘીનો એક ડબ્બો સીલ કરીને 1500માં આરોપીઓ તૈયાર કરી દેતા હતા. તે ડબ્બો અમૂલ ઘીમાં ખપાવીને 5 હજારમાં વેચતા હતા. જેમાં અમૂલ અને બીજી બ્રાંડના લેબલ લગાવી દેતા હતા.
રાજસ્થાનથી દૂધ
મહેમદાવાદ તાલુકાના રૂદણ ગામે રાજુ રાવ રબારી પાસે 10 ભેંસ હતી. જે 1 હજાર લિટર દૂધ આપતી હોય એમ ડેરીને દૂધ આપતો હતો. દૂધ રાજસ્થાનથી મંગાવીને અમૂલને આપતો હતો.
સુરતમાં નકલ
2021માં સુરત પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડ્યા હતા. સુરતમાં સુમુલ અને અમુલ સાગર ડેરીના નામે નકલી ઘી પેકિંગ કરતું એક ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું હતું. પ્રખ્યાત કંપનીના તેલ અને ઘીનું ડુપ્લિકેશન કરવાનું કારખાનું ઝડપાયું હતું.
ભેળસેળ
2020માં ઠાસરાના ફતેહપુરા અને રાવલોયાપુરામાં 36 ભેંસો અમૂલ બફેલો દાણ ખાવાથી મોત ને ઘાટ ઉતરી હતી.
મોતનું તાંડવ
2020માં આણંદના ત્રણોલ ગામમાં સગર્ભા ગાયોને સડેલી મકાઈ અને ઘઉંમાંથી બનાવેલા દાણને આપ્યા હતા.
ટેસ્ટીંગ
અમુલ મેડિકેટેડ દાણમાં એનિમલ ટેસ્ટિંગ કર્યું હતું. પેટલાદના પાળજ અને ઉમરેઠના રતનપુરામાં ગેરકાયદેસર પશુઓ પરના પરિક્ષણ – Animal Testingના નામે 150થી વધુ ગાયો અને બળદને મોતને ઘાટ ઉતાર્યા હતા.
150 ગાયના મોત
ડિસેમ્બર 2020માં ખંભાતની કાળીતલાવડી ખાતે 150 ગાયો મરી ગઈ હતી. અમૂલે પુના લેબમાં દાણની તપાસ કરવાના બદલે બનાવ દબાવી દીધો હતો. સરકારે પણ બાત તપાસી નહીં.
દાણા કૌભાંડ
2020માં અમુલ દાણમાં કલેકટરે તપાસ કરવા કહ્યું હતું. અમૂલ સાથે જોડાયેલા 7 લોકએ પશુપાલકોને ભેળસેળ વાળું મોંઘુ દાણ આપીને મહિને રૂ. 9 કરોડનું નુકશાન કરાવ્યું હતું. 19/07/2020માં ફરિયાદ કરાઈ હતી. એફ્લાટોક્સિન B1, યુરિયા અને બીજા ઝેરી તત્ત્વો પશુ ધનને બરબાદ કરી મોતને ઘાટ ઉતારી રહ્યા છે.
36 કરોડનું નોકરી કૌભાંડ
ઓગસ્ટ 2020માં અમુલ આણંદમાં નોકરી અપાવવા કરોડોનું સંભવિત કૌભાંડ થયું હતું. 1 જગ્યા માટે 12 લાખના ભાવ પાડેલા હતા. 1 લાખ 85 હજાર બેકાર યુવાનોએ નોકરી માટે અલજી કરી હતી. 2020માં કેટલાં લોકોની ભરતી કરી તેની વિગતો જાહેર કરી ન હતી. પાછલા બારણેથી 300 કર્મચારીઓ અને અધિકારીઓની ભરતી કરી હતી. જેનો વર્ષે પગાર રૂ. 8 લાખ હતો. પ્રત્યેક દીઠ 12 લાખ એટલે 36 કરોડ રૂપિયા લેવાનો આરોપ હતો. ડિરેક્ટરોના પુત્રો, પુત્રીઓ, સગા, વહાલા અને પૈસા લઈને નોકરી આપી હતી. જેમાં નિયમ 32નું ઉલ્લઘન થતું હોવા છતાં ભાજપ સરકારે તપાસ ન કરી.
દૂધસાગર અમૂલ ડેરીના 900 ટન ઘીમાં ભેળસેળ
https://allgujaratnews.in/gj/amul-dairy-dhudhsagar-dairy-gujarat-ghee-scam/
VIDEO કૌભાંડી શંકર ચૌધરીને ભાજપના પ્રમુખ બનવું હતું, અમૂલનું બટર કામ ન આવ્યું, પક્ષે પાંચમી થપાટ મારી
અમૂલના ધનવાન સોઢી પાસે ડોન રવિ પૂજારીએ રૂ.25 કરોડની ખંડણી માંગી હતી
https://allgujaratnews.in/gj/don-ravi-pujari-has-demanded-rs-25-crore-ransom-from-amuls-rich-sodhi/
અમૂલ દૂધ 80 લાખ થેલી પ્લાસ્ટિક ફેંકતું હોવાથી નોટિસ, બંધ કરો આ બધું
અમૂલ દૂધ 80 લાખ થેલી પ્લાસ્ટિક ફેંકતું હોવાથી નોટિસ, બંધ કરો આ બધું
ટેસ્ટ ઓફ ઈન્ડિયા – અમૂલનું 450 કરોડનું ચીજ કૌભાંડ, 19 મહિનામાં તપાસ ન થઈ
ટેસ્ટ ઓફ ઈન્ડિયા – અમૂલનું 450 કરોડનું ચીજ કૌભાંડ, 19 મહિનામાં તપાસ ન થઈ
અમૂલમાં સત્તાની મલાઈ ખાવા ભાજપ-કોંગ્રેસ એક થયા
અમૂલ પછી હવે https://allgujaratnews.in/gj/%e0%aa%85%e0%aa%ae%e0%ab%82%e0%aa%b2%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b8%e0%aa%a4%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ae%e0%aa%b2%e0%aa%be%e0%aa%88-%e0%aa%96%e0%aa%be%e0%aa%b5/
સુધન, કલેક્શન અને વિતરણ તથા નફાની વહેંચણી આ રીતે થશે
અમૂલ સાથે છેડો ફાડ્યા બાદ દૂધસાગર ડેરીએ ડેનમાર્ક સાથે કરાર કર્યા
અમૂલ સાથે છેડો ફાડ્યા બાદ દૂધસાગર ડેરીએ ડેનમાર્ક સાથે કરાર કર્યા
રાજકીય નેતાઓના અહંમથી દૂધસાગર ડેરી અમૂલથી અલગ થઈ પતન તરફ જશે
અમેરિકામાં અમૂલ ડેરી રૂ.16 કરોડનો ધંધો કરતાં હવે ડેરી નાખશે
વિપુલનો વિજય – દૂધનો કાળો કારોબાર, અમૂલ અને દૂધસાગરના કૌભાંડો
વિપુલનો વિજય – દૂધનો કાળો કારોબાર, અમૂલ અને દૂધસાગરના કૌભાંડો
450 કરોડના કૌભાંડમાં અમૂલમાં સરકારે ઘી ઢોળ્યું
ખાનગી દૂધ ડેરી ગુજરાતને પાયમાલ કરશે, શ્વેતક્રાંતિ બની રહી છે બ્લેકક્રાંતિ
મોદીની 9 વર્ષની સિદ્ધી – ભૃણ પહેલા બળદોની હત્યા
3 વર્ષમાં દેશની તમામ 2 લાખ ગામોમાં પ્રાથમિક ડેરીઓ સ્થાપશે
ચૂંટણી – વિપુલ ચૌધરી ભાજપના કે કોઈના નહીં ? 28 કૌભાંડોના 22 અહેવાલો વાંચો
ચૂંટણી – વિપુલ ચૌધરી ભાજપના કે કોઈના નહીં ? 28 કૌભાંડોના 22 અહેવાલો વાંચો
ગૌભક્ત ભાજપે ગુજરાતમાં 2300 ગામોનું ગૌચર વેંચીને અદાણી જેવા ઉદ્યોગોને આપી દીધું
ગૌભક્ત ભાજપે ગુજરાતમાં 2300 ગામોનું ગૌચર વેંચીને અદાણી જેવા ઉદ્યોગોને આપી દીધું
દૂધસાગર ડેરીને હિમાચલ-હરિયાણામાં શરૂ થશે, પણ આ 12 ભ્રષ્ટાચારનું શું કર્યું ભાજપે ?
દૂધસાગર ડેરીને હિમાચલ-હરિયાણામાં શરૂ થશે, પણ આ 12 ભ્રષ્ટાચારનું શું કર્યું ભાજપે ?
ગુજરાતના હાલારી ગધેડીના દૂધની ઔષધિય ચોકલેટ બનાવવા ડેરી બનશે
ચૂંટણી આવે ત્યારે ભાજપને વિપુલ ચૌધરીના કૌભાંડો યાદ આવે, ધરકપડ, વાંચો 28 કૌભાંડોના 12 અહેવાલો
અમેરિકન માખણ ચાટીને જન્માષ્ટમી ઊજવો! આત્મનિર્ભર ભારત માટે મોદી-ટ્રમ્પનું કાવતરું!
અમેરિકન માખણ ચાટીને જન્માષ્ટમી ઊજવો! આત્મનિર્ભર ભારત માટે મોદી-ટ્રમ્પનું કાવતરું!