107 દસ્તાવેજો જોઈને રાજનેતાઓ ચૂપ થઈ ગયા,  સત્ય સામે અસત્યનો વિજય થાય ખરો ?

એક સમયના ગુજરાતના જાણીતા પત્રકાર દિગંત ઓઝાએ ઈલા પતિના નામથી ઈમેજ સાપ્તાહિકમાં એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. જે આશ્રમની અંદર કેવી પોલ ચાલતી રહી તેનો પર્દાફાશ કરે તેવો હતો. તેમણે લખ્યું હતું કે, લોકશાહીના ગાંગડે ગાંધી બની બેઠેલાં આજના ગાંધીવાદીઓ ખરેખર કેટલાં લોકશાહી વાદી છે તેનો નિર્ણય વાંચકોએ જ કરવો. આશ્રમના કૌભાંડો અંગે તે સમયના ગાંધીયનોને જાણ કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ પગલાં ભરાયા ન હતા. કૌભાંડો જાહેર કરવામાં મદદ કરનાર અનુભાઈ રાઠોડ નામના અમદાવાદના એક રાજકીય વ્યક્તિ હતા. તેઓ છેલ્લે જનતા પક્ષમાં હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ચૂંટાયા હતા અને ડેપ્યુટી મેયર તરીકે તેમનું નામ નક્કી હતું. પણ ગાંધીયનોએ તેનો વિરોધ કર્યો અને તમે આશ્રમના કૌભાંડ બહાર પાડનારાઓને આર્થિક મદદ કરી રહ્યાં છો તેથી અમદાવાદના ડેપ્યુટી મેયર નહીં બનાવવામાં આવે, એવું સ્પષ્ટ પણે કહી દેવામાં આવ્યું હતું. ડેપ્યુટી મેયર તો ઠીક પણ તેમને કોઈ સમિતિમાં પણ લેવામાં આવ્યા ન હતા.

રાજ નિષ્ઠા એટલે શું ? ગાંધીજીએ શું કહ્યું હતું રાજ ધર્મ અંગે ?

ગાંધીજીએ કહ્યું હતું કે,

“શુદ્ધ રાજનિષ્ઠા મેં જેટલી મારે વિશે અનુભવી છે તેટલી ભાગ્યે જ બીજામાં મેં જોઈ હોય. એ રાજનિષ્ઠાનું મૂળ સત્ય ઉપરનો મારો સ્વાભાવિક પ્રેમ હતો એમ હું જોઈ શકું છું. રાજનિષ્ઠાનો કે બીજી કોઈ વસ્તુનો ડોળ મારાથી કોઈ દિવસ કરી જ નથી શકાયો. એ રાજનિષ્ઠાને મારી જિંદગીભરમાં મેં કોઈ દિવસ વટાવી નથી. મારો અંગત લાભ સાધવાનો મને વિચાર સરખોયે નથી થયો. વફાદારીને ફરજ સમજી મેં સદાય તે અદા કરી છે.”

ગાંધીજીના રાજધર્મ અને રાજનિષ્ઠાને ગુજરાતના રાજનેતાઓને કંઈ લેવાદેવા ન હતી.

107 દસ્તાવેજો જોઈ 28 રાજનેતાઓ ચૂપ થઈ ગયા

તપાસ પંચ સમક્ષ જે બાબતો રજૂ થવાની હતી તે અંગે દલપત શ્રીમાળી નામના લેખકે પુસ્તક પ્રકાશિત કર્યું હતું. તેમની મુલાકાત દિગંત ઓઝાએ લઈને છાપી હતી, જેમાં દલપત શ્રીમાળીએ આ પ્રમાણે કહ્યું હતું.  ગાંધી આશ્રમ એ ભ્રષ્ટાચારીઓનો નર્યો અડ્ડો બની ગયો છે. આશ્રમના ભ્રષ્ટાચારની તમામ વિગતો તે સમયના 28 નેતાઓ જેમાં મનુભાઈ પંચોલી, ઝીણાભાઈ દરજી, સમાચારપત્રો, ધારાસભ્યો, સંસદસભ્યો, નરસિંહ મકવાણા, મગનભાઈ બારોટ, કરસનદાસ સોનેરી, ખેમચંદ ચાવડા, હરીસિંહ ચાવડા, યોગેન્દ્ર મકવાણા, નટવરભાઈ પરમારને મોકલી આપી હતી. તેમ છતાં આશ્રમને બચાવવા માટે કોઈ આગળ ન આવ્યું. તે સમયના તે ગાંધીવાદી રાજનેતાઓ હતા. બધા ચૂપ થઈ ગયા હતા. કોઈએ આશ્રમને બચાવી લેવા માટે પોતાની જાતને હોમી દીધી ન હતી. પુસ્તક પ્રકાશિત કર્યું તો ચોપડીઓની દુકાન પર વેચવા પર ગાંધીયનોએ પ્રતિબંધ લાદી દીધો હતો. કરોડો રૂપિયાના આશ્રમના કૌભાંડના 107 દસ્તાવેજો સાથે વિગતો આપી પણ તેઓ એકાએક મૌન બની જવા લાગ્યા હતા. ગાંધીના નામે પ્રધાન અને વડાપ્રધાન પણ બની ગયા હતા. પણ ગાંધી વિચારધારાને બચાવવા માટે કોઈ તૈયાર ન હતું.

છોટાલાલ અને રમણીક લાલના ગોટાળા

હરિજન સેવક સંઘના મંત્રી છોટાલાલ પટેલ સરકારી ગ્રાંટ પર ચાલતાં કન્યા છાત્રાલયના રસોડે જમ્યા હતા. જે જમી ન શકે, જેનું 30 વર્ષનું બિલ રૂ.54,000 થયું હતું. પ્રોવિડંટ ફંડ કપાવ્યા વગર રૂ.20,000ની ઉચાપત તેમણે કરી હતી. પ્રોવિડંટ ફંડની ઉચાપતમાં મુનીમ રમણીકલાલ મોદી પાછળ ન હતા. આશ્રમમાં પોલીસને જેમ હપ્તા આપવા પડતાં હતા. હરિજનોના ઉદ્ધાર માટે ગુજરાતમાં 100થી વધું છાત્રાલયો, સંસ્કાર કેન્દ્ર, બાલવાડી, તાલીમ કેન્દ્રો હરિજન સંઘ આશ્રમથી ચલાવતું હતું. જેમાં વિદ્યાર્થીઓ હતા તેનાથી વધારે બતાવીને સરકારી સહાય લેવામાં આવતી હતી. આવા ભૂતિયા એક હજાર વિદ્યાર્થીઓ હતા જેની વર્ષે રૂ.6 લાખની કટકી થતી હતી. જેના હપ્તા સરકારી અધિકારીઓ સુધી જતાં હતા. 1947થી 1977 સુધીમાં બનેલાં આ છાત્રાલયોના જ રૂ.1.80 કરોડના ગોટાળા થયા હતા. 30 વર્ષ સુધી છોટાલાલ અને રમણીકલાલ સળંગ હોદ્દા પર હતા.

મોરારજી દેસાઈ હોય ત્યાં તપાસ કોણ કરે ?  

ગાંધીજીના લખવા પ્રમાણે તો આશ્રમની જમીન અને બીજા મકાનો વેચી શકાય નહીં. પણ ટ્રસ્ટીઓએ તે વેંચી માર્યા છે. ટ્રસ્ટીઓએ મનમાન્યા ફેરફારો કર્યા હતા. આશ્રમ પ્રયોગ સમિતિની રૂ.200ની એક વારની જમીન ન મળે તે રૂ.50ના ભાવના બદલે ફક્ત રૂ.3.50 લેખે એક વાર પ્રમાણે વેંચી નાંખી હતી. રૂ.17.50 લાખની જમીન ફક્ત રૂ.10.67 લાખમાં વેંચી નાંખી હતી. આશ્રમની આવી 100 એકર જમીન હતી. જેમાં હવે 4 એકર બચી છે. ક્યાં ગઈ એ જમીન. 1700 એકર જમીન તો ગૌશાળાની હતી જેના પર એક એકરે રૂ.500ની આવક ગણીએ તો એક વર્ષની રૂ.8 લાખની આવક થઈ શકે. તેની 1977 સુધીની બચત ગણવામાં આવે તો રૂ.10.20 કરોડ હોવી જોઈએ. પણ આશ્રમ ગૌશાળા પાસે તો ફૂટી કોડી નથી. ક્યાં ગયા તે નાણાં ? તે સમયે ગુજરાતના શિક્ષણ પ્રધાન નવલ શાહ ગૌશાળાના મેનેજીંગ ટ્રસ્ટી હતા.

ખાદી ગ્રામોદ્યોગ મંડળના પ્રમુખ તરીકે પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ હતા. પછી કોની તાકાત હતી કે કૌભાંડોની તપાસ કરાવે.

હરિસિંહ ચાવડાનાં સાઢુ, ઈશ્વર પટેલે ઉચાપત કરી  

હરિસિંહ ચાવડાએ કટોકટી વખતે  રાજકારણી તરીકે મોટો રોલ ભજવ્યો હતો. ગુજરાતમાં લોકસંઘર્ષ સમિતિના નેતૃત્વમાં પત્રકારો, બૌદ્ધિકો, વકીલો, ડૉક્ટરો, સામાજિક સંગઠનોના આગેવાનો વગેરેએ કટોકટી-રાજ વિરુદ્ધ અવાજ બુલંદ બનાવ્યો. અમદાવાદમાં આ સંદર્ભમાં વિશાળ જનતા રેલીનું આયોજન થયું. જનતા મોરચા સરકારના મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલના નેતૃત્વમાં યોજાયેલી એ વિશાળ રેલી, સરઘસાકારે અમદાવાદના મુખ્ય રાજમાર્ગો ઉપરથી પસાર થઈ, કાંકરિયા, ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે વિરોધસભાના રૂપમાં ફેરવાઈ ગઈ હતી. જેમાં સાબરકાંઠામાં હરિસિંહ ચાવડા અને દત્તાજી ચિરંદાસે કટોકટી સામે કામ કર્યું હતું. હરિસિંહ ચાવડા પછી સાંસદ બન્યા હતા. હરિસિંહ ચાવડા વગેરેએ પ્રવચનો કરી મહાગુજરાતની લડતને ટેકો જાહેર કર્યો હતો. શંકરસિંહ વાઘેલાએ ભાજપમાંથી બળવો કર્યો ત્યારે તેને ટેકો આપ્યો હતો. આ રાજનેતાના સગા સાઢુ હરિજન સેવક સંઘના મંત્રી ઈશ્વર પટેલ પરિક્ષીતલાલ સમારકના ફાળામાંથી હજારો રૂપિયાની ઉચાપત કર હતી. છતાં તેમના ઉપર પગલાં લેવાયા ન હતા. તેમ દલપત શ્રીમાળીએ દિંગત ઓઝાને મુલાકાત આપતાં જણાવ્યું હતું. પ્રધાનની ખુરશી સુધી પહોંચી ગયેલાં હરિસિંહ ચાવડાને બધે લટ્ઠો દેખાતો હતો.

એક રીતે જોઈએતો દતપત શ્રીમાળીના સત્યના પ્રયોગો હતા. જે ગાંધીજીએ કરેલાં હતા.

સત્યના પ્રયોગો

આ અંગે ગાંધીજી લખે છે કે, “મારે આત્મકથા ક્યાં લખવી છે? મારે તો આત્મકથાને બહાને સત્યના મેં જે અનેક પ્રયોગો કરેલા છે તેની કથા લખવી છે. તેમાં મારું જીવન ઓતપ્રોત હોવાથી કથા એક જીવન વૃત્તાંત જેવી થઈ જશે. એ ખરું છે. પણ જો તેમાંથી પાને પાને મારા પ્રયોગો જ નીતરી આવે તો એ કથાને હું પોતે નિર્દોષ ગણું. મારા બધા પ્રયોગોનો સમુદાય પ્રજાની પાસે હોય તો તે લાભદાયી થઈ પડે. એમ હું માનું છું,  –  અથવા કહો કે એવો મને મોહ છે. રાજ્ય પ્રકરણી ક્ષેત્રમાંના મારા પ્રયોગો હવે તો હિંદુસ્તાન જાણે છે, એટલું જ નહિ પણ થેડેઘણે અંશે સુધરેલું કહેવાતું જગત પણ જાણે છે. એની કિંમત મારે મન ઓછામાં ઓછી છે. અને તેથી એ પ્રયોગોની મારફતે મને મહાત્માનું પદ મળ્યું છે.”

“જો મારે કેવળ સિદ્ધાંતોનું એટલે તત્ત્વોનું  જ વર્ણન કરવાનું હોય તો આ આત્મકથા હું ન જ લખું. પણ મારે તો તેના પર રચેલા કાર્યોનો ઇતિહાસ આપવાનો છે, અને તેથી જ મેં આ પ્રયત્નને ‘સત્યના પ્રયોગો’ એવું પહેલું નામ આપેલું છે. આમાં સત્યથી ભિન્ન મનાતા અહિંસા, બ્રહ્મચર્ય ઇત્યાદિ નિયમોના પ્રયોગો પણ આવી જશે. પણ મારે મન સત્ય જ સર્વોપરિ છે. અને તેમાં અગણિત વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે. આ સત્ય તે સ્થૂલ  –  વાચાનુ  –  સત્ય નહિ. આ તો જેમ વાચાનું તેમ વિચારનું પણ ખરું. આ સત્ય તે આપણે કલ્પેલું સત્ય જ નહિ પણ સ્વતંત્ર ‘ચિરસ્થાયી સત્ય; એટલે કે પરમેશ્વર જ.’”

ગાંધીજીના સત્યના પ્રયોગો છપાયા હતા. પણ તેમના જ આશ્રમના 108 પાના ભરીને મેળવેલાં સત્ય કૌભાંડો અંગે તે સમયના નેતાઓ, ગાંધીયનો, સમાચાર પત્રો, સામાજિક આગેવાનો મૌન ધારણ કરીને બેસી ગયા હતા. કહો કે કૌભાંડ કરનારાઓની મદદ કરી રહ્યાં હતા.

ગાંધીજીએ કહ્યું હતું કે, “ભલે મારા જેવા અનેકોનો ક્ષય થાવ, પણ સત્યનો જ જય થાવ. અલ્પાત્માને પામવાને સારુ સત્યનો ગજ કદી ટૂંકો ન બનવો.” “હરિશ્ચંદ્રના જેવા સત્યવાદી બધા કાં ન થાય?’ એ ધૂન ચાલી. હરિશ્ચંદ્રની ઉપર પડેલી તેવી વિપત્તિઓ ભોગવવી ને સત્યનું પાલન કરવું એ જ ખરું સત્ય.”

“પણ એક વસ્તુએ જડ ઘાલી  –  આ જગત નીતિ ઉપર નભેલું છે નીતિમાત્રનો સમાવેશ સત્યમાં છે. સત્ય તો શોધવું જ રહ્યું. દિવસે દિવસે સત્યનો મહિમા મારી નજર આગળ વધતો ગયો.”

“અન્યાયની જડ અસત્ય છે. જેને સત્યને જ માર્ગે જવું છે તેને સુવર્ણમાર્ગ સહેજે જડી રહે છે. તેને શાસ્ત્રો શોધવાં નથી પડતાં.”

“હકીકત એટલે સત્ય વાત. સત્ય વાતને વળગી રહેતાં કાયદા એની મેળે આપણી મદદમાં ગોઠવાઈ જાય છે.”

“સત્ય વજ્ર જેવું કઠણ છે ને કમળ જેવું કોમળ છે.”, તેમ ગાંધીજીએ કહ્યું હતું. પણ આશ્રમના સંચાલકો એક અસત્ય છુપાવવા માટે હજારો અસત્યનો આશ્રય લઈ રહ્યાં હતા. તેઓ તપાસ પંચને અવરોધી રહ્યાં હતા.