જેતલપુર એ.પી.એમ.સી ખાતે ખેડૂતોને વિગતો આપવામાં આવી હતી જેમાં સૂર્ય શકિત કિસાન યોજના – SKYના કારણે ખેડૂતના ખેતરમાં દિવસના સમયે પાણી તેમજ ૧૨ કલાક વીજળી મળશે અને વધારાની વીજળી દ્વારા ખેડુત કમાણી પણ કરી શકશે. રાજ્યમાં અત્યારે પાયલોટ પ્રોજેકટમાં સમાવિષ્ટ ૧૩૭ ફીડર દ્વારા ૧ર,૪૦૦ ખેડૂતો વીજ પૂરવઠો મેળવે છે અને ૧ લાખ ૪ર હજાર હોર્સ પાવર વીજ ભાર વપરાય છે. આ સમગ્ર પાયલોટ પ્રોજેકટનો ખર્ચ રૂા. ૮૭૦ કરોડ થવા જાય છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા સહાય પેટે ૨૯૨ કરોડ રૂપિયા રાજ્ય સરકારને મળી ચૂક્યા છે.