ભારત અને ચીનની વચ્ચે લાઇન ઓફ એકચુઅલ કંટ્રોલ (LAC) પર ખેંચતાણની વચ્ચે સોમવારના રોજ લેફ્ટિનેંટ જનરલ સ્તરની વાતચીત થઇ. LACના બીજી બાજુ ચીનના હિસ્સામાં મોલ્ડો વિસ્તારમાં બંને સેનાઓના અધિકારીઓની વચ્ચે બેઠક થઇ. આ બેઠક લગભગ 12 કલાક બાદ ખત્મ થઇ. મળતી માહિતી પ્રમાણે મીટિંગમાં કંઇ ખાસ પરિણામ નીકળી શકયું નથી.
મળતી માહિતી પ્રમાણે ભારત અને ચીની સેનાની વચ્ચે ગયા સપ્તાહે ગલવાન ઘાટીમાં થયેલી હિંસક ઝડપ બાદ તણાવ ઓછો કરવાના ઉદ્દેશ્યથી સોમવારના રોજ બંને દેશોની સેનાઓની વચ્ચે લેફ્ટિનેંટ જનરલ સ્તરની બીજા તબક્કાની વાર્તા થઇ. દેશના ટોચના સૈન્ય નેતૃત્વ એ પૂર્વ લદ્દાખમાં સ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરી.
ગલવાન ઘાટીમાં ગયા સપ્તાહે થયેલા હિંસક ઘર્ષણમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા. પૂર્વ લદ્દાખમાં ચુશુલ સેકટરના ચીની હિસ્સામાં આવેલા મોલ્ડોમાં સવારે લગભગ 11.30 વાગ્યાની બેઠક શરૂ થઇ હતી તે અડધી રાત સુધી ચાલી. આ ઘટનાક્રમ સાથે જોડાયેલા લોકોએ કહ્યું કે આ વાર્તામાં પૂર્વી લદ્દાખથી સૈનિકોને હટાવા માટે તૌર-તરીકાને આખરી ઓપ આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
વાતચીત દરમ્યાન ભારતની તરફથી સ્પષ્ટ કહી દેવાયું છે કે એલએસીમાં જેવી સ્થિતિ ૫જ્રાક મેના પહેલાં હતી તેવી થવી જોઇએ. એટલે કે ભારતની તરફથી સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે ચીન પોતાની સરહદમાં પાછી જતી રહે. બંને પક્ષોની વચ્ચે આ જગ્યા પર 6 જૂનના રોજ લેફ્ટિનેંટ જનરલ સ્તરની પહેલાં તબક્કાની વાતચીત થઇ હતી, આ દરમ્યાન બંને પક્ષોએ ગતિરોધ દૂર કરવા માટે એક કરારને આખરી ઓપ આપ્યો હતો.
જો કે 15મી જૂનના રોજ થયેલી હિંસક ઝડપ બાદ સરહદ પર સ્થિતિ બગડી ગઇ, કારણ કે બંને પક્ષોએ 3500 કિલોમીટરની વાસ્તવિક સરહદની પાસે મોટાભાગના ક્ષેત્રોમાં પોતાની સૈન્ય તૈનાતી કરવામાં ખૂબ જ તેજી કરી દીધી.સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે મંગળવારના રોજ લેહની મુલાકાત લેશે.
સેના પ્રમુખ 14મી કોરના સૈન્ય ઓફિસરોની સાથે સ્થિતિ ભાળ મેળવશે. તેની સાથે જ ચીનના સૈન્ય કમાન્ડરોની વાતચીતની પ્રગતિની પણ સમીક્ષા કરશે. જનરલ નરવણે ચીનની સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા અને પાકિસ્તાનની સાથે નિયંત્રણ રેખાની પાસે સુરક્ષા બળોની તૈયારીઓની સમીક્ષા કરશે.