ગુજરાતમાંથી ૮૩૯ કોરોના ટ્રેન મારફતે ૧૨ લાખ પરપ્રાંતિય શ્રમિકો વતન મોકલી દેવાયા 

૨૫મી મે, સોમવારની રાત્રિ સુધીમાં દેશભરમાં સૌથી વધુ ૮૮૨ વિશેષ શ્રમિક સ્પેશયલ ટ્રેન દ્વારા આશરે ૧૨.૯૬ લાખ જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવાની સફળતાપૂર્વક વ્યવસ્થા કરી છે.

૨૪મી મે મધ્યરાત્રિ સુધીમાં સમગ્ર દેશમાંથી દોડેલી કુલ ૨,૯૮૯ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો મારફત આશરે ૪૦ લાખ જેટલા શ્રમિક ભાઈઓ-બહેનો પોતાના વતન રાજ્યમાં પહોંચ્યા છે. આ ૨,૯૮૯ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો પૈકી ૮૩૯ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો માત્ર ગુજરાતમાંથી દોડાવવામાં આવી છે. આ ૮૩૯ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો મારફત ગુજરાતમાંથી આશરે ૧૨.૨૮ લાખ પરપ્રાંતિય શ્રમિકને પોતાના વતન જતા રહ્યાં છે.

૨૫મી મે, સોમવાર મધ્યરાત્રિ સુધીમાં વધુ ૪૩ ટ્રેન દ્વારા ૬૮ હજાર પરપ્રાંતિય શ્રમિકો તેમના વતન રાજ્ય ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, ત્રિપુરા, આંધ્રપ્રદેશ વગેરેમાં જવા રવાના થઈ હતી.
જે ૪૩ શ્રમિક ટ્રેનો રવાના થવાની છે તેમાં ઉત્તરપ્રદેશ માટે સુરતમાંથી ૧૪, ગાંધીધામ – મોરબી – મહેસાણામાંથી ૧-૧ એમ કુલ ૧૭ ટ્રેન, બિહાર માટે સુરતમાંથી ૦૮, રાજકોટમાંથી ૦૨, ગાંધીધામ – ભાવનગર – મહેસાણામાંથી ૧-૧ એમ કુલ ૧૩ ટ્રેન, ઝારખંડ માટે સુરતમાંથી ૦૨ અને રાજકોટમાંથી ૦૧ એમ કુલ ૦૩ ટ્રેન, આંધ્રપ્રદેશ માટે ગાંધીધામમાંથી ૦૧ ટ્રેન, ત્રિપુરા માટે અમદાવાદમાંથી ૦૧ ટ્રેન અને ઓરિસ્સા માટે સુરતમાંથી ૦૬, રાજકોટ – અમદાવાદમાંથી ૧-૧ એમ કુલ ૦૮ ટ્રેન દોડશે.
મુખ્યમંત્રીના સચિવશ્રીએ કોરોના ટ્રેનો મારફતે ગુજરાતમાંથી જે શ્રમિકોને વતન મોકલવામાં આવી રહ્યા છે તેની વિગતો આપતા કહ્યું કે, પરપ્રાંતિયો મજૂરોને જિલ્લા વહિવટીતંત્ર આવા શ્રમિકોને સુચારૂઢબે રેલ્વે સ્ટેશન સુધી પહોચાડવાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે.