જાન્યુઆરી 2020માં ઝોનલ રમતગમત ચેમ્પિયનશીપ્સમાં 1200 ખેલાડીઓએ ભાગ લીધો

નવી દિલ્હી, 13-02-2020

રમતગમત વિભાગ દ્વારા રમતગમતના માધ્યમથી રાષ્ટ્રીય અખંડિતતાની લાગણીનો પ્રસાર કરવાના હેતુથી કાર્યક્રમ (EBSB) અંતર્ગત દેશના વિવિધ ભાગોમાં જાન્યુઆરી 2020માં રમતગમતના નવ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેમ્પિયનશીપ્સમાં રાજ્યોની જોડીમાં બનાવેલી ટીમોને મેદાનમાં ઉતારવાની અનોખી વિભાવના સાથે, છોકરાઓ અને છોકરીઓ બંને માટે ટગ ઑફ વોર, ક્વાય, કલારિપ્પયટ્ટુ, શુટિંગ બોલ જેવી સ્વદેશી રમતો અને ઓલિમ્પિક સ્પોર્ટ હેન્ડબોલ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝોનલ ચેમ્પિયનશીપમાં વિજેતા થયેલી જોડીની ટીમ રાજ્યની ફાઇનલ માટે ક્વોલિફાઇ થઇ હતી. 31 જાન્યુઆરી 2020 સુધીમાં રમતગમત વિભાગ દ્વારા સમગ્ર દેશમાં રમતગમતના નવ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં અંદાજે 1200 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જાન્યુઆરી 2020ના મહિનામાં યોજાયેલા રમતગમતના નવ કાર્યક્રમોની વિગતો નીચે પ્રમાણે છે: