133 થર્મલ વીજમથકો બંધ કરી દેવાની ફરજ કેમ પડી ?

નવી દિલ્હી,તા:18

આર્થિક મંદીની અસર તમામ ક્ષેત્રો ઉપર ગંભીર રીતે થઇ રહી છે. જેની સીધી અસર થર્મલવિદ્યુત મથકો પર  પણ પડી હતી. મોટાપાયે ઔદ્યોગિક અને ઘરવપરાશ વીજ માગ ઘટી જતાં 133 થર્મલ વીજમથકો બંધ કરી દેવાની ફરજ પડી હતી એવો એક પ્રકાશિત થયેલા અહેવાલમાં ઘટસ્ફોટ થયો હતો.

સાતમી નવેંબરે સોલ્ટ એક્સચેંજ ઓથોરિટી દ્વારા પ્રસિધ્ધ થયેલા અહેવાલ અનુસાર કોલસાથી ચાલતા 262 એકમો સહિત લિગ્નાઇટ અને અણુશક્તિથી ચાલતા વીજમથકો મળીને કુલ 133 થર્મલ વીજમથકો બંધ કરી દેવા પડ્યાં હતાં.

ગ્રીડ સંચાલકો અને કેટલીક સંસ્તાઓએ કરેલા સરવે અને વિશ્લેષણ બાદ  આપેલી માહિતી મુજબ હાલ આપણા વીજમથકોની ઉત્પાદન ક્ષમતા 3,63,370 કિલોવીટ વીજળી પેદા કરવાની છે.  પરંતુ ઔદ્યોગિક ક્ષેત્ર અને ઘરઘરાઉ માગ ઘટી જતાં સાતમી નવેંબરે કુલ ઉત્પાદન 1,88,072 કિલોવોટ વીજળી પેદા કરવામાં આવી હતી.

વીજમાગ એકાએક અને મોટાપાયે ઘટી જતાં એવી સ્થિતિ સર્જાઇ હતી કે 133 થર્મલ વીજમથકો બંધ કરી દેવાની ફરજ પડી હતી. માગ ઘટી જતાં વીજમથકો બંધ કરવા પડે એને ટેક્નીકલ ભાષામાં ‘રિઝર્વ શટડાઉન’ કહે છે. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં કુલ 119 થર્મલ વીજમથકો છે. આ વીજમથકોને રિઝર્વ શટડાઉન સિસ્ટમથી બંધ કરી દેવા પડ્યાં હતાં.

સેન્ટ્ર્લ ઇલેક્ટ્રિસિટી ઑથોરિટીએ સાતમી નવેંબરે આપેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે 65,133 કિલોવોટની ઉત્પાદન ક્ષમતા ધરાવતા થર્મલ વીજમથકોને ફોર્સ્ડ શટડાઉનની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો હતો.

આમ, મંદી હવે એકપછીએક એમ તમામ ક્ષેત્રોને ઘેરી વળી રહી છે. જે આગામી દિવસોમં વધુ ગંભીરઅને ઘેરી બની શકે છે. જેને કારણે દેશનું આર્થિક જગત ખોડંગાઇ રહ્યું છે. વીજળી જેવી પાયાની જરૂરીયાત ઉપર પણ જ્યારે તેની અસર પડે છેતેનો અર્થએ થાય છેકે ઉદ્યોગકારોએ ઉત્પાદનમાં પણ કાપ મૂક્યો છે અને તેમાં મોટાપાયે ઘટાડો થયો છે જ્યારે લોકોએ પણ પોતાના ઘરોમાં વીજકાપ મૂક્યો છે. ખાસ કરીને દિવાળીના તહેવારો દરમિયાન પણ જે રીતે વીજવપરાશ વધે છે તેના સ્થાને આ વખતે વીજ વપરાશ  ઘટ્યો હતો. આ તમામ પાસાંઓ આગામી કપરા સમયના એંધાણ આપી જાય છે. જે સરકાર અને સમાજ માટે ચિંતાનો વિષય બની રહે છે. જો સરકાર આર્થિકનીતિને મજબૂતી નહી બક્ષે તો લોકોને જવાબ આપવો કપરો થઇ પડશે.