14 વર્ષના એકચક્રી શાસનમાં નરેન્દ્ર મોદીએ એક પણ પીડિત દલિતની મુલાકાત ન લીધી, RTI

માહિતી અધિકાર હેઠળ મેળવેલ વિગતોમાં છેલ્લાં ત્રણ મુખ્ય પ્રધાનોની વિગતો જાહેર કરવાની ફરજ સરકારને પડી છે.

2001થી સતત 14 વર્ગુષ ગુજરાતમાં એક ચક્રી શાસન કરનારા નરેન્દ્ર મોદીએ સમાજના કચડાયેલા અને પીડાતા એક પણ સમાજની રૂબરૂ મુલાકાત લીધી નથી. તેની સામે તેઓ વાયબ્રંટ ગુજરાતના શ્રીમતોના કાર્યક્રમાં દર બે વર્ષે 34 દિવસનો સમય ફાળવતાં રહ્યાં છે. તેઓ દેશ અને વિદેશની મુલાકાતો લેતા રહ્યાં છે. પણ દલિત કે આદિવાસી પ્રજામાં જ્યાં અત્યાચારો થતાં હતા ત્યાં તેઓ એક પણ વખત 14 વર્ષમાં તેઓ ગયા નથી. એવો કલંકીત ઈતિહાસ તેમનો છે. તે અગાઉના ભાજપના ત્રણ મુખ્યમંત્રી ગરીબ પ્રજા માટે અનુકંપા રાખતાં હતા. પણ નરેન્દ્ર મોદી પછીના એક પણ મુખ્ય મંત્રી આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ઉપ મુખ્ય મંત્રી નીતિન પટેલે ક્યારેય કરૂણા દાખવી નથી. શાસકો હવે પ્રજા માટે કોઈ પ્રેમ રાખતાં નથી. એ જવાબદારી વિરોધ પક્ષ દ્વારા નિભાવવામાં આવી રહી છે. કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી, આમ આદમી પક્ષના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ, ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયા, ભરત સોલંકી, અમિત ચાવડા દ્વારા ગરીબ પ્રજાની ખેવના કરવામાં આવે છે. પણ ભાજપના નેતાઓ ક્યારેય ગરિબો પ્રત્યે અનુકંપા ધરાવતાં ન હોવાની ચૌંકાવનારી વિગતો ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનમાંથી આપવામાં આવી છે.

ઉનાકાંડ બનાવમાં તત્કાલીન મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલેએ લીધેલી મુલાકાતના બે વર્ષ પુરા થશે. પણ પીડિત પરિવારો ન્યાયથી વંચિત કે મુલાકાત બાદ તેમના તરફથી લેખિતમાં કોઈ સૂચના કે આદેશો આપવામાં આવ્યા નથી.

દલિત અત્યાચારની ઘટના સ્થળની મુખ્ય પ્રધાન મુલાકાત લેતા નથી

વર્ષ 2001 થી 2018 સુધીના સમયગાળામાં દલિત પર થયેલાં અત્યાચારોમાંથી ફક્ત એક ઉનાકાંડમાં દલિત પીડિત પરિવારોની મુખ્ય પ્રધાને મુલાકાત લીધી. પણ મુલાકાત બાદ પોલીસને ગૌ રક્ષકો સામે કડક હાથે કામે લેવા કોઈ જ સૂચના પોલીસને આપી ન હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી છે. મુખ્યમંત્રીઓ દલિત – આદિવાસીના અત્યાચારમાં મુલાકાત લેવામાં રસ દાખવતા નથી. તેમજ દલિત આદિવાસી ઉપર અત્યાચાર કરનાર સામે કડક કાર્યવાહી કરવા કોઈ સૂચના કે આદેશો પણ આપતા નથી.  ગુજરાતમાં વર્ષ 2001થી 31 માર્ચ 2018૨ સુધીના સમયગાળાના મુખ્યમંત્રીઓએ દલિત કે આદિવાસી ઉપર થયેલા અત્યાચારના બનાવમાં લીધેલી મુલાકાતનું રેકર્ડ સહિત મુલાકાત બાદ સંબંધિતોને કાર્યવાહી કરવા આપેલ સૂચના, આદેશ,  હુકમના રેકર્ડની માહિતી મેળવવા માટે દલિત કર્મશીલ અને આર.ટી.આઈ કાર્યકર્તા કિરીટ રાઠોડ દ્વારા 19-05-2018ના રોજ વિગતો માંગી હતી.

મુખ્યમંત્રીએ બીજા પર ખો નાંખી, કાયદાનો દૂર ઉપયોગ

માહિતી સીધી રીતે મુખ્યમંત્રીના કાર્યાલયને સંબંધિત હોવા છતાં મુખ્યમંત્રીના ઉપ સચિવ પી.એસ.પટેલ, દ્વારા સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ, ગૃહ વિભાગ, કાયદા વિભાગને માહિતી આપવા રાઠોડની અરજી તબદીલ કરેલી હતી. જે અંગે જાહેર માહિતી અધિકારી અને ઉપ સચિવ સુધીર રાવલ દ્વારા ગૃહ વિભગ, પોલીસ મહાનિર્દેશક, એસ.સી- એસ.ટી સેલની કચેરીને તબદીલ કરી હતી. બી.એ.ચૌધરીએ અનુ.જાતિ-અ.જ.જતીના નાયબ પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનરોને માહિતી આપવા અરજી તબદીલ કરેલી હતી. જેથી મુખ્યમંત્રીએ દલિત – આદિવાસીના અત્યાચારના બનાવમાં લીધેલ મુલાકાત સંબંધિત માહિતીના પત્રો ગુજરાતના મોટા ભાગના પોલીસ સ્ટેશમાંથી મળેલ છે. જેમાં માહિતી નીલ બતાવવામાં આવેલ છે. ફક્ત ઉના પોલીસ સ્ટેશનમાંથી વિગતો મળી તેમાં 1-1-2001 થી 31-3-2018 સુધીના સમય દરમ્યાન ઉનાના મોટા સમઢીયાળા ગામે SC/ST ઉપર થયેલા અત્યાચારના બનાવમાં પીડિત પરિવારોની મુલાકાત 20-07-2018ના રોજ  મુખ્યમંત્રીએ મુલાકાત લીધી છે. પણ મુલાકાત દરમ્યાન પોલીસને કોઈ સૂચના/આદેશ આપેલ ન હોવાની ચોંકાવનારી માહિતી મળી છે. ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાંથી રાઠોડ પર પત્રોનો ધોધ થયો છે. જેમાંથી માહિતી સંકલિત કરવામાં લાંબો સમય પરાર થઈ ગયો હતો. આમ ખુદ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતે આવું કરતાં હોય તો પ્રજાને આઝાદી બાદ પૂર્વ વડાપ્રધાન મનમોહસ સીંહ દ્વારા સૌથી મોટો અધિકાર આપવામાં આવ્યો છે તેનો અર્થ જ ન રહે એવું ગેરકાનૂની કૃત્ય મુખ્ય પ્રધાન પોતે કરી રહ્યાં છે.

રેકર્ડ નિભાવાતું નથી

ચોંકાવનારી વાત એ છે કે  રાજ્યના પોલિસ વડાની કચેરી કહે છે કે મુખ્યમંત્રીની મુલાકાત અને તેમના દ્વારા આપેલી સૂચના કે આદેશોનું આવું કોઈ રેકર્ડ નિભાવવામાં જ આવતું નથી. આ જવાબથી જોઈ શકાય છે કે આખા રાજ્યમાં દલિત આદિવાસીના હિતોના રક્ષણ માટે પોલીસ મહાનિર્દેશક ની કચેરી છે. પણ માહિતી નથી. જયારે કમિશન.આદિજાતિ વિકાસની કચેરી, ગાંધીનગરનાસંયુક્ત કમિશનરની કચેરીમાં પણ મુખ્યમંત્રીની મુલાકાતની માહિતી મામૂર હોવાનું જણાવ્યું છે.

14 વર્ષ તો કોઈએ કોઈએ મુલાકાત જ ન લીધી

આમ જોઈએ તો પાછળ 18 વર્ષમાં ગુજરાત રાજ્યમાં દલિતો અને આદિવાસીઓના ખૂન, બળાત્કાર, ગેંગરેપ, સામુહિક હુમલા, હિજરત, સામાજિક બહિષ્કાર, પાટણ પી.ટી.સી કાંડ, થાનગઢ હત્યાકાંડ જેવા ગંભીર બનાવો બન્યા તે સમયે વર્ષ 2001થી 2014 સુધી મુખ્યમંત્રીએ એકપણ દલિત આદિવાસી અત્યાચારના બનાવમાં મુલાકાત લીધી નથી કે દલિત આદિવાસીને ન્યાય મળે તેવી કોઈ સૂચના આદેશો આપ્યા નથી. ત્યાર બાદ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી બન્યા અને 11 જૂલાઈ 2018ના રોજ ગૌ રક્ષકો દ્વારા કથિત રીતે દલિતો ઉપર અત્યાચારની ઘટનાને પગેલ સમગ્ર રાજ્યમાં દલિતોના ઉગ્ર આંદોલનને લઈને તે સમયે આનંદીબેન પટેલે મુખ્યમંત્રી તરીકે પીડિત પરિવારોની મુલાકાત લીધી પણ દલિત ઉપર હિંસા આચરનાર ગૌ રક્ષકો સામે કડક કાર્યવાહી કરવા પોલીસને કોઈ જ સૂચના કે આદેશ આપ્યા ન હોવાનું ખુદ પોલીસ ઇન્સ્પેકટર, ઉના પોલિસ દ્વારા લેખિતમાં જવાબ આપેલ છે. જેથી જણાઈ આવે છે કે મુખ્યમંત્રીની મુલાકાત ફક્ત રાજકીય રોટલા શેકવા પૂરતી સિમીત હતી. ઉનાકાંડ બાદ દલિત આંદોલનને પગલે આનંદીબેન પટેલને હટાવી વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રી બનાવાયા તેમના સમયગાળામાં પણ દલિત આદિવાસી ઉપર અત્યાચારના અનેક ગંભીર બનાવો બન્યા હોવા છતાં એક પણ બનાવમાં વિજયભાઇ રૂપાણીએ મુલાકાત લઈને તેમનું પાણી બતાવ્યું નથી. આમ જોઈ શકાય છે કે, રાજ્યના મુખ્યમંત્રીઓ દલિત આદિવાસી પ્રત્યે કોઈ સહાનુભૂતિ ધરાવતા નથી એ સાબિત થાય છે. 2001 પહેલાની સરકારો સમાજના કચડાયેલા લોકો માટે કાયમ કરૂણા ધરાવતાં હતા. હવે એનું રહ્યું નથી, તેમ RTI એક્ટીવિસ્ટ કિરીટ રાઠોડે જણાવ્યું હતું.