આજની મીડિયા વાર્તાના મુખ્ય મુદ્દા
1.સરકારે કેસ પાછા લેવાની જાહેરાત કરી હતી તેનું શું થયુ.
2.કાશ્મીરમાં સેના પર પથ્થર મારનારા હજારો પથ્થરબાજોનાં કેસ પાછા ખેંચાયા..તો શું ભાજપ માટે પાટીદારો પથ્થરબાજ કરતા પણ વધારે ગુનેગાર છે.
3.વિસનગરમાં હાર્દિક પટેલે તોડફોડ કરી હતી એટલે મને બે વર્ષની સજા અને પાટીદારોની સોસાયટીઓમાં તો મંગળ ગ્રહ ઉપરથી એલિયન આવીને તોડફોડ કરી ગયા હતાં એટલે સરકારનું કથપૂતળી કમિશન હજુ તપાસ કરે છે.
4.સમાજ માટે લડતા યુવાનોને સજા બળાત્કારીઓને મજા….
5.નલીયા કાંડ, જંયતી ભાનુશાળી મુદ્દે પરથી ધ્યાન ભટકાવવાનું પણ કૃત્ય હોઇ શકે.
6.ભાજપ વારા ત્યારે કેમ ચૂપ થઈ જાય છે જ્યારે લોકો ના ઘર માં ઘુસી ને તોડફોડ કરાઈ હતી.
7.ભાજપ વારા નેતાઓ આંદોલન ના બધા કેસ પાછા ખેંચાઈ ગયા છે તેવો ઢોલ પીટતા હતા તો આ કેસ માં સજા કઈ રીતે થઈ.
8.અનશન આંદોલન માટે મળી રહેલ અભૂતપૂર્વ સહકાર થી સરકાર ડરી ગઈ છે એટલે જેલ માં પુરી દેવામાં આવશે એવી રમત રમી રહી છે.
પણ હું 9 મહિના જેલ જઇ આવ્યો છું એટલે મને જેલ જવાનો ડર નથી.જેલ એ મારું બીજું ઘર છે.
9.હું મારા નિર્ણય પર અડગ છું.સમાજ માટે જે કરવું પડે એ કરીશ. જેટલી યાતના આપવી હોય એ આપે.સમાજ માટે બધું સહન કરવા તૈયાર.
10.એક નહિ હજાર કેસ કરી લો. હું અડગ છું અને અડગ રહીશ.
11.આજે અમુક લોકો ને જવાબ મળી ગયો હશે કોર્ટ ના ફેસલા થી કે હાર્દિક ભાજપ નો માણસ નથી.
12.કોર્ટ ના ફેસલા નો આદર કરું છું પણ સાથે સાથે મારા હક નો ઉપીયોગ કરી ને હું હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી મારી વાત રજુ કરીશ.
13.સમાજ માટે લડતા યુવાનો ને સજા ને બળાત્કારીઓ ને મજા આ છે મારુ સહનશીલ ગુજરાત.જય જય ગરવી ગુજરાત
14.માતા બહેનો પર ગાળો અને લાઠીચાર્જ કરવા ઉપર કોઈ એક્શન નહીં અને સમાજ માટે લડતા 25 વર્ષ ના નિર્દોષ છોકરા ઉપર રાયોટિંગ ના ગુના માં 2 વર્ષ ની સજા.