વાઘાણી ને અમિત શાહનું મોદીના ગામમાં ખેલાયું રાજકારણ

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીએ પોતાના પક્ષને ઊંઝા અને મહેસાણામાં 55 વર્ષથી ભગવો ઝંડો લહેરાવનાર ઊંઝાના સૌથી મોટા મરીમસાલાના વેપારી એવા નારણ લલ્લુ પટેલનું રાજકારણ ખતમ કરીને અમિત શાહની સૂચનાથી 21 મંડળીઓ રદ કરીને હરાવી દેવામાં સફળ રહ્યા છે. નારણ પટેલ કડવા પાટીદારોના વગદાર નેતાં છે તેમને ખતમ કરીને કડવા પાટીદારોની રાજધાની ઊંઝામાં પ્રભુત્વ ખતમ કરવામાં પાટીદાર વિરોધી અમિત શાહ સફળ રહ્યા છે. ઊંઝા વિધાનસભા વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગર આવે છે. જ્યાં મોદીની જાણમાં અને વિજય રૂપાણી સાથે દગો કરીને વાઘાણીએ પોતાના પક્ષ સાથે જોડાયેલા નેતાને હરાવ્યા છે.

શું થયું ચૂંટણીમાં

33 વર્ષ પછી એશિયાના સૌથી મોટા ગંજબજાર ઊંઝા માર્કેટ યાર્ડમાં સત્તા પરિવર્તન થયું છે. બોર્ડ ઓફ ડિરેકટરની ચૂંટણીમાં ભાજપના આશા પટેલ સમર્થિત દિનેશ પટેલની પેનલનો વિજય થયો છે, અને ભાજપ સામે નારાજ ચાલી રહેલા નારણકાકાના પુત્ર ગૌરાંગ પટેલની હાર થઈ છે. વિકાસ પેનલના દિનેશ પટેલના સમર્થકોએ અબીલ ગુલાલ ઉછાળીને, ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરી હતી. કોંગ્રેસમાંથી ભાજપમાં જઇને ધારાસભ્ય બનેલા આશા પટેલે જીત બાદ જણાવ્યું કે, વિકાસ પેનલની જીત નિશ્ચિત હતી, આ ખેડૂતો અને વેપારીઓની જીત છે. માર્કેટ યાર્ડમાં ઘણી સમસ્યાઓ હતી, ખેડૂતો, વેપારીઓ પરેશાન હતા. હવે અમે ખેડૂતો, વેપારીઓની સમસ્યાનો ઉકેલ લાવીશું. આ ચૂંટણીમાં ખેડૂત વિભાગનાં 16 અને વેપારી વિભાગનાં 6 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં ખેડૂત વિભાગમાં 100 ટકા અને વેપારી વિભાગમાં 94.11 ટકા મતદાન થયું હતું.

નોંધનિય છે કે વિશ્વાસ પેનલનાં ગૌરાંગ પટેલ છેલ્લા 8 વર્ષથી એપીએમસીનાં ચેરમેન હતા,અગાઉ તેમના પિતા નારણ કાકાએ આશા પટેલની ભાજપમાં એન્ટ્રી પર નારાજગી દર્શાવી હતી, જેથી બે જૂથો વચ્ચે રાજનીતિ ચાલી રહી હતી અને અંતે આશા પટેલ જૂથનો વિજય થયો છે.