154 વર્ષ જૂની શાપોરજી પલોનજી કંપનીનાં વળતાં પાણી

મુંબઈઃ 154 વર્ષ જૂની શાપુરજી પલોનજી કંપની હાલમાં આર્થિક સમસ્યાનો સામનો કરી રહી છે, જેના ભાગરૂપે કંપનીએ પોતાના સોલાર પાવર પ્લાન્ટ વેચવાની યોજના બનાવી છે, જેમાં 298 મેગાવોટ અને બીજો પ્લાન્ટ 900 મેગાવોટ એમ બે પ્લાન્ટ સામેલ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પલોનજી મિસ્ત્રીની માલિકીની કંપની હાલમાં 4000 કરોડના ભારેખમ દેવામાં છે, જેમાંથી બહાર આવવા માટે કંપની દ્વારા સોલાર પાવર પ્લાન્ટ વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત શાપુરજી પલોનજી કંપની ગ્રૂપ કન્સ્ટ્રક્શન, વોટર પ્યુરિફાયર ઉપરાંત પોર્ટ હેન્ડલિંગનું પણ કામ કરી રહી છે.

હાલમાં સોલાર પાવર પ્રોજેક્ટની ડીલ અંગે કંપની હાલમાં રોકાણકારો સાથે ચર્ચા કરી રહી છે, જે આગામી માર્ચ 2020 સુધી પૂર્ણ થવાની શક્યતા છે. શાપોરજી પલોનજી ગ્રૂપની હાલમાં ટાટા ગ્રૂપમાં આશરે 111 અબજ ડોલરની ભાગીદારી છે. ઉલ્લેખનીય છે કે આ જ ગ્રૂપના સાઈરસ મિસ્ત્રી 2012થી 2016 સુધી ટાટા ગ્રૂપના ચેરમેન રહી ચૂક્યા છે. સાઈરસ પાસે ટાટા સન્સમાં 18.4% હિસ્સો હોવા છતાં 2016માં તેમને વોટિંગ કરી પદથી હટાવવામાં આવ્યા હતા.
શાપુરજી પલોનજી મિસ્ત્રીની સંપત્તિ વેચવા અને કંપનીના કુલ ડેટને લઈને કંપનીએ હાલમાં કંઈ પણ ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો છે.