157th Municipality Waghodia, BJP’s power now safe in Gujarat, 157वीं नगर पालिका वाघोडिया, बीजेपी की सत्ता गुजरात में अब सुरक्षित
દિલીપ પટેલ
અમદાવાદ, 1 જાન્યુઆરી 2024
વાઘોડિયા સાથે ત્રણ પંચાયત ભેગી કરી વાઘોડિયા નગરપાલિકા બનાવાશે. વાઘોડિયા ઉપરાંત માડોધર અને ટીંબી ગ્રામ પંચાયતોને એકત્રિત કરી વાઘોડિયા નગરપાલિકા બનાવવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકાના વાઘોડિયા રોડથી નજીકની ગ્રામ પંચાયતો છે. ગ્રામ પંચાયતોના વિસ્તારમાં મોટા ઉદ્યોગો, GIDC અને શૈક્ષણિક સંસ્થાઓ છે. ગુજરાતમાં 156 નગરપાલિકાઓ છે. હવે 157મી વાઘોડિયા બનશે. અગાઉ છાંયા, વઢવાણ, વિજલપોરને છેલ્લે નગરપાલિકા બનાવવામાં આવી હતી. 4 નગરપાલિકાઓને મહાનગરમાં ભેળવી દેવામાં આવી જેમાં પેથાપુર, સચિન, કનકપુર, બોપલનો સમાવેશ થાય છે.
3 કરોડ શહેરી લોકો
156 નગરપાલિકાઓની કુલ વસતી 75 લાખની આસપાસ થવા જાય છે. આ 156માંથી શહેરી મતદારો ભાજપને મત આપતાં હોવાથી હવે 50 બેઠકો નગરપાલિકાઓની થઈ ગઈ છે. શહેરોની કુલ 89 વિધાનસભા બેઠક થવા જાય છે. આમ ભાજપને હવે ગ્રામ્ય વિસ્તારોના મત ન મળે તો પણ આગામી ઘણાં વર્ષો સુધી સત્તા પર રહેવા 164 શહેરો સતત મદદ કરશે. કારણ કે કોંગ્રેસ કે બીજા પક્ષો શહેરોમાં પ્રભાવ ધરાવતાં નથી. 8 મહાનગરોમાં 2.25 કરોડ લોકો વસે છે. આમ લગભગ અડધુ ગુજરાત શહેરની વસતીમાં વસે છે. તેથી ભાજપ શહેરો માટે વધારે નાણાં આપીને સુખ આપવામાં પૈસા રેડી મત મેળવે છે.
સુખનો પાસવર્ડ સત્તા
શહેરી વિભાગે રિજીયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ-વડોદરા ઝોન, વડોદરા જિલ્લા કલેક્ટર અને વડોદરા મ્યુનિસિપલ કમિશનરની દરખાસ્ત કરી હતી. શહેરી સુખાકારી સુવિધા અને ઈઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ થશે.
વિધામસભા, લોકસભા સાથે કડી છે. મધુ શ્રીવાસ્તવને કાયમી રીતે રાજકિય ખેલ પાડી દેવાની નીતિ છે. કારણ કે ભાજપની સામે 30 વર્ષ સુધી સિંગડા ભરાવેલાં હોવા છતાં મધુની સામે ક્યારેય પગલાં ભરાયા ન હતા.
પાયો મજબૂત થયો
વાઘોડિયા ગ્રામ પંચાયતમાં રસ્તા, ગટર, શહેરી દીવાબત્તી અને પીવાના પાણી વગેરે બાબતો એકબીજામાં ભળી જતા વહિવટી અને નિભાવણીની મોટી જવાબદારી હતી. વાઘોડિયા ઔદ્યોગિક એકમો ધરાવતુ મોટુ હબ છે. અનેક મોટી કંપનીઓ અસ્તીત્વ ધરાવે છે. અનેક મોટી હોસ્પિટલો અને કોલેજો છે. વાઘોડિયા નગરપાલિકા બનતા 29 હજાર નાગરિકોને પાયાની સુવિધાઓ મળશે. શહેરો મતદારો હંમેશ ભાજપની સાથે રહેતાં આવ્યા છે. તેથી ભાજપે એક બેઠક સલામત કરી દીધી છે. વડોદરા લોકસભાની બેઠકમાં 2 લાખ મતદારો સલામત બનાવી દીધા છે.
રજૂઆત
ધારાસભ્ય ધર્મેન્દ્ર વાઘેલાએ વાઘોડિયાને નગરપાલિકા બનાવવા માટે માગણી કરી હતી. વાઘોડિયાને ‘ડ’ વર્ગની ન.પાલિકા બનાવવામાં આવશે. વસ્તીના આધારે નગરપાલિકાનું વિભાજન થશે.મધુ શ્રીવાસ્તવ નગરપાલિકા બનાવવા માંગતા હતા. જે ન બની. આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને શહેરી વિસાતારના કારણે ફાયદો થશે.
અનામત
પાલિકા અને પંચાયતોમાં 27 ટકા અનામત લાગુ થશે. વિધાનસભામાં OBC અનામત બિલ પસાર થતાં 8 મહાનગર પાલિકામાં 181 બેઠક, 33 જિલ્લા પંચાયતોમાં 206 બેઠક, તાલુકા પંચાયતમાં 906 બેઠક, 156 નગરપાલિકામાં 1270 બેઠક અને ગ્રામપંચાયતમાં 22,617 બેઠક OBC સમાજ માટે અનામત થશે. હવે નગરપાલિકાઓની બેઠક વધશે.
વિસ્તાર
વાઘોડિયા વિધાનસભા બેઠક હેઠળના વિસ્તાર
1962થી 13 વખત ચૂંટણી થઈ છે. 1985 સુધી કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાતા હતા. શ્રીવાસ્તવની મજબૂત પકડ આ વિસ્તારમાં 7 વખત ધારાસભ્ય રહ્યા હતા. 2.22 લાખ મતદારો છે. 3,57,883 વસ્તી છે. જેમાંથી 55.27 ટકા વસ્તી ગ્રામીણ છે અને 44.73 ટકા શહેરમાં વસવાટ કરે છે. કુલ વસ્તીમાંથી અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)નો ગુણોત્તર અનુક્રમે 5.86 અને 14.96 છે.
વાઘોડિયા તાલુકો અને સોખડા, પદ્માલા, અનાગઢ, અજોદ, આસોજ, વિરોદ, સિસવા, દશરથ, ધનોરા, કોટના, કોયલી, દુમાડ, દેના, સુખલીપુર, અમલિયારા, કોટાલી, વેમાલી, ગોરવા, અંકોડિયા, શેરખી, નંદેસરી (સિટી), નંદેસરી (આઈએનએ), રણોલી (સિટી), પેટ્રો-કેમિકલ કોમ્પ્લેક્સ (આઈએનએ), કરાચીયા (સિટી), જીએસએફસી કોમ્પ્લેક્સ (આઈએનએ), બાજવા (સિટી), જવાહરનગર (ગુજરાત રિફાઇનરી) સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.
વાઘોડિયા વિધાનસભા બેઠક વડોદરા જિલ્લામાં આવેલી છે અને વડોદરા લોકસભા બેઠક હેઠળ આવે છે. જેમાં વાઘોડિયા ઉપરાંત સાવલી, વડોદરા શહેર, સયાજીગંજ, અકોટા, રાવપુરા અને માંજલપુરનો સમાવેશ થાય છે.
મતદારોની સંખ્યા
2011ની વસતી ગણતરીના અંદાજ મુજબ કુલ આ ક્ષેત્રમાં કુલ 357883 વસ્તી છે. જેમાંથી 55.27 ટકા વસ્તી ગ્રામીણ છે અને 44.73 ટકા શહેરમાં વસવાટ કરે છે. કુલ વસ્તીમાંથી અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)નો ગુણોત્તર અનુક્રમે 5.86 અને 14.96 છે.
2019ની મતદાર યાદી મુજબ આ મતવિસ્તારમાં 228946 મતદાર છે અને 288 મતદાન મથકો છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં 73.06 ટકા મતદાન થયું હતું. બીજી તરફ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 76.9 ટકા મતદાન થયું હતું.
2019ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને અનુક્રમે 70.12 ટકા અને 23.97 ટકા મત મળ્યા હતા. વડોદરા લોકસભા બેઠક પર વર્તમાન સમયે ભાજપનાં રંજનબેન ભટ્ટ સાંસદ તરીકે જવાબદારી સંભાળી રહ્યાં છે. જ્યારે વાઘોડિયા વિધાનસભા બેઠકના વર્તમાન ધારાસભ્ય તરીકે ભાજપના શ્રીવાસ્તવ મધુભાઈ બાબુભાઈ છે.
ઉમેદવારો
વાઘોડિયામાં ભાજપે 2022ની ગુજરાત વિધાનસભામાં અશ્વિન પટેલ, કોંગ્રેસ દ્વારા સત્યજીત રાઠવા અને આમ આદમી પાર્ટીએ ગૌતમ રાજપૂતને ટિકિટ આપી હતી. પણ અપક્ષ ધર્મેન્દ્ર વાઘેલાની જીત થઈ હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના વલણો જોતા એવું માનવામાં આવે છે કે કોંગ્રેસનું કામ આમ આદમી પાર્ટીએ બગાડ્યું હતું. ભાજપને ફાયદો કર્યો હતો.
મધુશ્રીવાસ્તવ
હું પહેલા અપક્ષ MLA બન્યો, પછી ભાજપે બોલાવ્યો:વડોદરા શહેરમાં BJPનો કોઈપણ ઉમેદવાર જીતી શકે છે, વાઘોડિયામાં મારા સિવાય કોઈ સક્ષમ નથી. વાઘોડિયામાં મારાથી સક્ષમ બીજો ઉમેદવાર ક્યાંથી લાવશો? એમ મધુ શ્રીવાસ્તવ દ્વારા જાહેર કરાયું હતું. તેમણે ઉમેર્યું હતું કે, 2017ની વિધાનસભા ચૂંટણીમાં અમારો પક્ષ ભારતીય જનતા પક્ષના નેતાઓએ મારી સામે ઊભા રહી મને હરાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં હું 11 હજાર મતે જીત્યો હતો. પરંતુ હું આ વખતે મારો 27000 મતથી જીતેલો રેકોર્ડ તોડી 50 હજાર મતથી જીતીશ. આ વખતે ભાજપનું સંગઠન મારી સાથે છે, તાલુકા જિલ્લા પંચાયત ભાજપની છે.
40 હજાર દફતર બાળકોને આપ્યા છે. હું બજરંગબલીનો પરમ ભક્ત છું. અભિમાન તો રાજા રાવણનું પણ રહ્યું નથી. તો મારું કે બીજાનું શું રહેશે? ભાજપ મને પાકિસ્તાન લડવા મોકલશે તો હું પાકિસ્તાન પણ લડવા જઈશ. આમ આદમી પાર્ટીના ભાજપ સામે ચણા પણ નહિ આવે. વાઘોડિયા જ નહિ ગુજરાતની પ્રજાનું કોઈપણ અધિકારી કે ચમરબંધી કામ નહિ કરે તો હું ચૌદમુ રતન બતાવીશ. મારી સામેના તમામ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ જશે.
મધુ શ્રીવાસ્તવના પુત્રી અને ભાજપ નેતા નીલમ શ્રીવાસ્તવે કહ્યું કે, મારા પિતાની ટિકિટ કાપી ભાજપે અપમાન કર્યું છે. મારા પિતા અપક્ષ ચૂંટણી લડશે અને જીતશે. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 20 ઉમેદવારોમાંથી મારા પિતાએ 18 ઉમેદવાર જીતાડ્યા છે. અશ્વિન પટેલ જિલ્લા પંચાયતની ચૂંટણી નહિ જીતી શક્યા તો વિધાનસભા કેવી રીતે જીતશે.
ભાજપે ઉમેદવાર ન બનાવતાં તેમણે 13 નવેમ્બર 2022ના રવિવારે પક્ષ છોડી દીધો હતો. પત્રમાં લખ્યું કે મારી રાજકીય કારકિર્દીમાં એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો નથી.
ભાજપે મધુ શ્રીવાસ્તવ સામે કોઈ પગલાં લેવાની હિંમત બતાવી ન હતી. મધુ શ્રીવાસ્તવનાં પત્ની તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ પદે રહી ચૂક્યાં છે. પુત્રી રાજકારણમાં સક્રિય છે. મધુના પુત્રને કોર્પોરેશનની ટિકિટ અપાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બે સંતાનના નિયમના કારણે તેની ઉમેદવારી રદ કરવામાં આવી હતી. અગાઉ બેસ્ટ બેકરીકાંડ બાબતે કેટલાક લોકોએ તેમના પર આક્ષેપો કર્યા હતા. ભાજપે પદમલા ખાતે ખાનગી ફાર્મ હાઉસમાં ગુપ્ત બેઠક કરી હતી.
અબજપતિ ધારાસભ્ય
વાઘોડિયા બેઠક પર અપક્ષ ધર્મેન્દ્ર વાઘેલા વડોદરા જિલ્લામાં સૌથી ધનિક ઉમેદવાર છે. 112 કરોડ રૂપિયાની સંપત્તી છે. 2017ની ચૂંટણીમાં 98 કરોડ હતા. ભાજપના ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ સામે પરાજય થયો હતો. પાંચ વર્ષમાં તેમની સંપત્તિમાં 14 કરોડ 16 લાખનો વધારો થયો અને 27 કરોડનું દેવું હતું. મિલકત 46 કરોડ અને સ્થાવર મિલકત 64 કરોડ રૂપિયા છે. 12.56 કરોડના વાહનો છે, જેમાં 95 કોમર્શિયલ વાહન અને 5 મોટરકાર છે. ધોરણ -10 ભણેલા છે. કોઈ કેસ નથી.
ધર્મેન્દ્ર અપક્ષ ચૂંટાયા અને 12 ડિસેમ્બર 2022માં તો ભાજપમાં પક્ષાંતર કરી ગયા હતા. તેની સાથે બીજા બે ધારાસભ્યો ધવલ ઠાકોર અને માવજી દેસાઈ ભાજપમાં પક્ષપલટો કરીને ગયા હતા.
જિલ્લા ભાજપ પ્રમુખ દિલુભા ચુડાસમાના ભાણેજ અને ભાજપના આગેવાન ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપમાંથી બળવો કરી અપક્ષમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
ભાજપની હાર
30 વર્ષથી ધારાસભ્ય મધુની ટિકિટ કાપવામાં આવી.
વડોદરા શહેર જિલ્લાની આઠ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ તાજેતરમાં ઉમેદવારોના નામની જાહેરાત કરતાની સાથે ભારતીય જનતા પાર્ટીમાં બળવો થવાના એંધાણ શરૂ થયા હતા જેને ધ્યાનમાં રાખી ગઈકાલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા જિલ્લામાં ડેમેજ કંટ્રોલ કરવા પ્રયત્ન કર્યો હતો. મધુને પ્રદેશ કાર્યાલય માંથી ફોન આવ્યો હતો અને હર્ષ સંઘવીને મળવાનું જણાવ્યું હતું પરંતુ તેઓ સારંગપુર હનુમાન દાદા ના દર્શનાર્થે ગયા હોવાથી મળવા ગયા ન હતા.
વાઘોડિયા ભાજપમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા વડોદરા જિલ્લા યુવા મોરચાના મહામંત્રી જય ધવલકુમાર જોષી, વાઘોડીયા તાલુકા બક્ષીપંચ મોરચાના મહામંત્રી રણજીત પરમાર તથા સક્રિય સભ્ય નિલમ શ્રીવાસ્તવને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ભાજપના 48 લોકોએ ભાજપને હરાવી હતી. કાર્યકરો અને કેટલાક આગેવાનોમાં રોષ જોવા મળ્યો હતો. કેટલાક આગેવાનો પક્ષપલટો કર્યો હતો, તો કેટલાક આગેવાનો અપક્ષ લડ્યા હતા.
મોદી પર બંગડી ફેંકનાર આશાવર્કરે નોંધાવી હતી ઉમેદવારી
એક સમયે મોદી પર બંગડી ફેંકનાર આશાવર્કર મહિલા ચંદ્રિકાબેન સોલંકીએ 2017ની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. તેમને કોંગ્રેસે ટિકિટ આપી નહોતી. જેથી તેમણે અપક્ષ ઉમેદવારી કરીને ભાજપ સામે મોરચો ખોલ્યો છે.
ભૂતકાળની ચૂંટણીઓ
વાઘોડિયા વિધાનસભા બેઠક પર વર્ષ 1962થી અત્યાર સુધીમાં કુલ 13 વખત ચૂંટણીઓ લડાઈ ચૂકી છે. જેમાં ભાજપ અને કોંગ્રેસને લગભગ સરખા પ્રમાણમાં જ બેઠકો મળી છે. અલબત્ત, ભાજપ આ બેઠક પર 1998થી પ્રભુત્વ ધરાવે છે. ભાજપના ધારાસભ્ય શ્રીવાસ્તવ મધુભાઈ આ બેઠક પર સતત પાંચ ટર્મથી ચૂંટાઇ આવે છે. 1995માં તેઓ અપક્ષ લડ્યા હતા, ત્યારે પણ ચૂંટાયા હતા.
ગત 2017ની ચૂંટણીની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર શ્રીનિવાસ મધુભાઈને 63049 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ઊભા રહ્યા હતા. તેઓને 52734 મત મળ્યા હતા.
ધર્મેન્દ્રસિંહ વાઘેલા
ધર્મેન્દ્રસિંહ વાઘેલા
મધુભાઈ આ ચૂંટણીમાં વિજય થયા હતા. 2012ની ચૂંટણીમાં પણ શ્રીનિવાસ મધુભાઈ ભાજપના ઉમેદવાર હતા. જ્યારે કોંગ્રેસ દ્વારા પટેલ જયેશભાઇને ટિકિટ આપવામાં આવી હતી. આ ચૂંટણીમાં શ્રીનિવાસ મધુભાઈને 65851 મત મળ્યા હતા. જ્યારે જયેશભાઇને 60063 મત મળ્યા હતા.
દીપડાનો આતંક છે.
ઠગ ચિંતન પટેલના ભાજપના નેતાઓ સાથે ફોટા પડાવીને વાઘોડિયા વિધાનસભાના નામે પ્રચાર કરતો હતો.
ગુજરાતની 156 નગરપાલિકાની યાદી
ધોળકા, વિરમગામ, બાવળા, ધંધુકા, સાણંદ, બારેજા, નડીયાદ, ચકલાસી, કપડવંજ, મહેમદાવાદ, ડાકોર, ખેડા, કણજરી, કઠલાલ, મહુધા, ઠાસરા, સુરેન્દ્રનગર-વઢવાણ, ધ્રાંગધ્રા, લીંબડી, થાનગઢ, ચોટીલા, પાટડી, બોટાદ, ગઢડા, બરવાળા, પાટણ, સિધ્ધપુર, રાધનપુર, ચાણસ્મા, હારીજ, પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ, ભાભર, થરા, મહેસાણા, કડી, ઉંઝા, વિસનગર, વડનગર, ખેરાલુ, વિજાપુર, હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ, વડાલી, મોડાસા, બાયડ, કલોલ, દહેગામ, માણસા, ગોધરા, હાલોલ, કાલોલ, શહેરા, બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર, દાહોદ, ઝાલોદ, દેવગઢબારીયા, ડભોઇ, કરજણ, પાદરા, સાવલી, આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ, કરમસદ, ઉમરેઠ, વ.વિ.નગર, આંકલાવ, ઓડ, સોજીત્રા, બોરીયાવી, છોટાઉદેપુર, વ્યારા, સોનગઢ, રાજપીપળા, નવસારી-વિજલપોર, બીલીમોરા, ગણદેવી, ભરૂચ, અંકલેશ્વર, જંબુસર, આમોદ, વલસાડ, વાપી, પારડી, ઉમરગામ, ધરમપુર, બારડોલી, કડોદરા, તરસાડી, માંડવી, ગાંધીધામ, ભુજ, અંજાર. માંડવી(ક), ભચાઉ, રાપર, મુન્દ્રા-બરોઈ, ધ્રોલ, જામજોધપુર, કાલાવડ, સિકકા, ઓખા, દ્વારકા, ખંભાળીયા, સલાયા, ભાણવડ, જામરાવલ, મોરબી, વાંકાનેર, હળવદ, માળીયા-મિયાણા, જેતપુર, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જસદણ, ભાયાવદર, પોરબંદર-છાયા, રાણાવાવ, કુતિયાણા, અમરેલી, સાવરકુંડલા, બગસરા, જાફરાબાદ, રાજુલા, બાબરા, ચલાલા, દામનગર, લાઠી, વેરાવળ-પાટણ, કોડીનાર, સુત્રાપાડા, તલાલા, કેશોદસ, માંગરોળ, માણાવદર, બાંટવા, ચોરવાડ, વંથલી, વિસાવદર, મહુવા, પાલીતાણા, શિહોર, ગારીયાધાર, તળાજા અને વલ્લભીપુરનો સમાવેશ થાય છે.