18 વર્ષમાં 25 કરોડ વૃક્ષો વધીને 34 કરોડ થયા

2004માં ગુજરાતમાં વૃક્ષોની સંખ્યા 25 કરોડ જેટલી હતી જે 2017ના વર્ષમાં વધીને 34 કરોડ થઇ છે. ગુજરાતે 18 સાંસ્કૃતિક વનો બનાવ્યા છે. રૂ.4500 કરોડ કાર્બન ક્રેડીટના રૂપમાં મેળવીને ગુજરાતે દાખલો બેસાડ્યો છે. સામાજીક વનીકરણ વિભાગે આ વર્ષે વોદરા જિલ્લાના 40 ગામોને હરિયાળા ગામો બનાવવાનો સંકલ્પ કર્યો છે. 117 હેકટર સરકારી અને 741 ખાનગી જમીનમાં વૃક્ષ  ઉગાડાશે. લોકો અને સંસ્થાઓને વૃક્ષઉછેરમાં સહભાગી બનાવવા કુલ 28.28 લાખ રોપાઓનો ઉછેર કર્યો છે. વડોદરા જિલ્લાની 21 ખાતાકીય નર્સરીઓમાં 15.53 લાખ અને મહિલા નર્સરીઓમાં 12.75 લાખ મળીને ઔષધીય, ફળાઉ અને અન્ય રીતે ઉપયોગી પ્રજાતિઓના કુલ 28.28 લાખ રોપાઓ ઉછેરવામાં આવ્યા છે. જેનું લોકો અને સંસ્થાઓને ધારાધોરણ પ્રમાણે વિતરણ કરાશે. તેમ વન મહોત્વ વખતે સરકાર દ્વારા જાહેર કરાયું છે.