181 અભયમ મોબાઇલ એપનું લોન્ચીંગ, બટન દબાવો મદદ મેળવો

પૂર્વ મુખ્ય પ્રધાન આનંબેન પટેલે 2014માં શરૂં કરેલી 181 મહિલા હેલ્પલાઈન હવે મોબાઈલ અેપ્લીકેશન પણ શરૂ કરી છે.  ગુજરાતની મહિલાઓ માટે ઝડપી મદદ મળી રહે તે માટે 181 અભયમ મોબાઇલ એપનું લોન્ચિંગ કર્યું છે. રાજ્યમાં કયાંય પણ કોઇ પણ મુસીબતમાં મહિલાઓને ગણતરીની પળોમાં જ પોસલીસની મદદ પુરી પાડવામાં આ એપ્લિકેશન સહાયક બનશે. મહિલા બાળ કલ્યાણ વિભાગ, ગૃહ વિભાગ તેમજ મહિલા આયોગ દ્વારા આ 181 અભયમ મોબાઇલ એપ જીવીકે ઇ એમ આર આઇ ના સહયોગથી વિકસાવવામાં આવી છે. 

મોબાઇલ એપના ફિચર્સ
-181 એપ વેબસાઇટ તેમજ ગુગલ પ્લેસ્ટોર તેમજ એપસ્ટોર IOS પર ઉપલબ્ધ રહેશે.
-સ્માર્ટ ફોનમાં પેનીક બટન દબાવતા હેલ્પલાઇનની મદદ મેળવી શકાશે.
-મોબાઇલ શેકીંગ કરતા (જોરથી હલાવતા) પણ કોલ થઇ શકશે. ફોન કર્યા વગર મદદ મળી શકે.
-મોબાઇલ એપ્લીકેશન મારફતે ઘટના સ્થળેથી મહિલા કોલ કરે તો કોલ કરનારનું ચોક્કસ સ્થળ હેલ્પલાઇનના રીસ્પોન્સ સેન્ટર ખાતે તુરંત જ નકશામાં લેટ લોંગ સાથે મળી જશે, જેથી ટેલીફોન કાઉન્સીલર દ્વારા ઘટના સ્થળ વગેરેની માહિતી મેળવવાના સમયનો બચાવ થશે અને જરૂરીયાત મુજબ રેસ્કયુકાર્ય થશે.
-આ માહિતીને આધારે નજીકની યોગ્ય હેલ્પલાઇન રેસકયુવાન કે પોલીસ સ્ટેશન ને સગાને જાણ કરાશે.
-ઘટના સ્થળના ફોટો અને વિડીયો અપલોડ કરીને પુરાવા તરીકે હેલ્પલાઇનના સેન્ટરમાં મોકલી શકશે.
– માહિતી આપી શકે તેમ ના હોય તો પેનીક બટન દબાવતા ઘટના સ્થળની માહિતી હેલ્પલાઇનને પહોચી જશે.
-181 બટન દબાવતાં પાંચ જેટલા સગાસબંધી કે મિત્રોને ઓટોમેટિક S.M.Sથી સંદેશ મળી જશે.
-ત્રણ એડ્રસ એક સાથે હેલ્પલાઇન સેન્ટરમાં મળી જશે, કોલનું સ્થળ, ફોન માટે નોધાયેલું સરનામું, એપ્લીકેશન વખતે નોંધાવેલું સરનામું.

181 મહિલા હેલ્પલાઇનની વિશેષતાઓ
-મહારાષ્ટ્રમાં અને ગુજરાતના કેટલાંક જિલ્લામાં તેનો ઉપયોગ થાય છે.
-CCT ટેકનોલોજી દ્વારા કોમ્પ્યુટરાઇઝ અસરકારક સંદેશા વ્યવહાર પ્રસ્થાપિત થાય છે.
-Voice Logger દ્વારા ભાવિ ઉપયોગ માટે તમામ વાતાર્લાપની માહિતીનો સંગ્રહ થાય છે.
-મહિલાની ઓળખ તથા માહિતી ગુપ્ત રાખવામાં આવે છે.
-હાલમાં કામ કરતી મહિલા આયોગની હેલ્પલાઇન, 100, 108 સાથે સંયોજન.
-મહિલાલક્ષી તમામ યોજનાની માહિતી ફોન કોલ દ્વારા મળી શકે છે.
-ફોન ઉપર માર્ગદર્શન અને કાઉન્સેલિંગની વ્યવસ્થા છે.
-ઓફિસ દ્વારા ફોલોઅપ અને સમસ્યાનું નિવારણ થાય છે.

પૂર્વ મુખ્ય પ્રધાન આનંબેને 2014માં શરૂં કરેલી 181 દ્વારા આજ સુધી શું થયું છે
-45 રેસ્કયુ વાન અને 181 ફોન નંબર ઉપર 4,05,602 મહિલાઓને સલાહ, બચાવ માર્ગદર્શન માટે 181 હેલ્પ લાઇનની મદદ લીધી છે તેમજ તાકિદની પરિસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસકયુવાન સાથે કાઉન્સિલર જઇને 82,353 જેટલી મહિલાને મદદ પુરી પાડેલ છે. 50,925 જેટલા કિસ્સામાં સ્થળ ઉપર જ મુલાકાત અને કાઉન્સેલિંગ કરી કેસનો નિકાલ કરેલ છે. 24,206 મહિલાની સમસ્યા ગંભીર મપ્રકારની ધ્યાન ઉપર આવતા તેને પોલીસ સ્ટેશન, નારીગૃહ, હોસ્પિટલ, એનજીઓ, પ્રોટેકશન ઓફિસર, મફત કાનૂની સલાહ કેન્દ્ર જેવી વિવિધ સંસ્થાઓ સુધી રૂબરૂ રેસકયુવાન દ્વારા પહોચાડી લાંબાગાળાની સમસ્યાનું નિરાકરણ કરવામાં મદદ રૂપ બનેલ છે.