2 લાખ ચોરસ મીટર જમીન પર ગેરકાયદે ઉદ્યોગો બની જતાં ખેડૂતોએ જમીન પરત માંગી

અમદાવાદ શહેરની ટી.પી. પ૩માં બિલ્ડરો અને રાજકારણીઓએ સરકારી જમીન પર બાંધકામ કરી દઈને ફાયદો થાય તેમ રીઝર્વેશન મુકવામાં સફળ થયા છે. જેના પરીણામે જ સોસાયટીના કોમન પ્લોટ પણ રીઝર્વશેનમાં આવી ગયા છે. પ્રજાકીય કામ માટે કોઈ જ ઉપયોગ થઈ શકે તેમ નથીી. ઈસનપુર (સાઉથ) ની ટી.પી. સ્કીમ નં.પપ તથા નારોલ શાહવાડી ટીપી સ્કીમ ૫૬ પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. તેથી સરકારે આ બાબતની નોંધ લઈને દબાણોો દૂર કરવા કલેક્ટર અને અમદાવાદ મહાનગર પાલિકાને આદેશ આપ્યો છે. કારણકે જે ખેડૂતોની જમીન હતી તે ખેડૂતો પોતાની જમીન આ કારણે પરત માંગી રહ્યા છે.
જેમાં કોર્પોરેશન ના ફાળે આવેલી કપાત પૈકી લગભગ ૯૦ ટકા જમીન પર દબાણ છે. એક અંદાજ મુજબ ટી.પી. પપ અને ૫૬ માં અંદાજે બે લાખ ચો.મી જમીન પર ફેકટરી, શેડ, ગોડાઉન તથા રહેણાક પ્રકાર ના દબાણ છે.
રાજય સરકાર અને મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓએ ખેડૂતોની જમીન પર ભ્રષ્ટાચાર કરીને
 સરકારી તથા રીઝર્વશન જમીન પર મોટાપાયે દબાણો કરવા દીધા છે.
જેની સામે કલેક્ટર કે કોર્પોરેશન તરફથી કાર્યવાહી થતી નથી. જયારે ગાંધીનગરમાં અગાઉથી થયેલ ગોઠવણ ના કારણે રાજકારણીઓની જમીન પર કપાત થતી નથી. બિનઉપયોગી હોય તેવી જમીન પર રીઝર્વેશન મુકવામાં આવે છે.
ઈસનપુરની ટી.પી. સ્કીમ નં.પપમાં કોર્પોરેશનને ૪૮ પ્લોટ મળ્યા છે. જેનું ક્ષેત્રફળ એક લાખ ચો.મી. કરતા વધારે છે. જે પૈકી માત્ર પાંચ પ્લોટ જ રહેણાંક વિસ્તારમાં છે. તેથી ટી.પી. પપમાં નાગરીકોને પ્રાથમિક સુવિધા મળી નથી. જયારે ૪૮ પૈકી ૪૩ પ્લોટ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં છે. તેમાં ૩૭ પ્લોટ પર દબાણ છે.
 ટી.પી. પપ માં કોર્પોરેશનને  ૪૮ પ્લોટ મળ્યા છે તે પૈકી માત્ર ૧૧ પ્લોટ જ ખુલ્લા છે. જયારે ૩૭ પ્લોટ પર ફેકટરી તથા ગોડાઉન પ્રકારના બાંધકામ છે. કોર્પોરેશને જે દબાણમુકત પ્લોટ મળ્યા છે. તે પૈકી ર પ્લોટમાં આવાસ યોજનાના મકાનો બની રહયા છે. ટી.પી. પપ માં બગીચા પાર્કીગ સ્કુલ પ્લેગ્રાઉન્ડ તથા ફાયરસ્ટેશનના હેતુ માટે રીઝર્વેશન રાખવામાં આવ્યા છે.
 ટી.પી.માં નાગરીકોને બગીચા પ્લે-ગ્રાઉન્ડ, પાણીની ટાંકી, પમ્પીગ સ્ટેશન હોસ્પીટલ, લાયબ્રેરી જીજનેશીયન સ્વીમીંગ પુલ જેવી કોઈ જ સુવિધા મળી શકે તેમ નથી. સદ્દર ટી.પી.માં અંદાજે ૮૦ હજાર ચો.મી. જમીન પર દબાણ થઈ ગયા છે. જે તમામ ઈન્ડસ્ટ્રીયલ પ્રકારના છે. જેમાં ધાર્મિક બાંધકામ છે. ફાઈનલ પ્લોટ નં.૧૪પ/ર માં ૧૪૧પ ચો.મી. જમીન પર ઈન્ડ.બાંધકામ છે. તથા અગાઉ થી થયેલ મેળાપીપણા ના કારણે પ્લોટમાં જવા માટે સ્વતંત્ર રસ્તો પણ નથી.!