ગુજરાતમાં 2 લાખ લોકોનો જીવ લેતું પ્રદૂષણ

2 lakh people died due to pollution in Gujarat! गुजरात में प्रदूषण से 2 लाख लोगों की मौत!
Air Pollution
13 ડિસેમ્બર 2024

ભારતમાં જીવલેણ પ્રદૂષણ દાયકામાં 38,00,000 લોકોને ભરખી ગયો છે. તે હિસાબે ગુજરાતમાં 2 લાખ લોકોને પ્રદૂષણ ભરખી ગયું છે. છતાં પણ ગુજરાતની ભાજપ સરકાર પ્રદૂષણ ફેલાવતાં ઉદ્યોગોને મહત્વ આપી રહી છે. અમદાવાદથી વાપી સુધીના ઉદ્યોગોની ગોલ્ડન કોરીડોર હવે મોતની કોરીડોર બની ગઈ છે.

ઓગસ્ટ 2018માં અમદાવાદ શહેરના હવા પ્રદૂષણના કારણો જાણી તેના નિયંત્રણ અને પિરાણાના કચરાના ઢગલાની સમસ્યા અન્વયે અભ્યાસ કરવા 11 સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતીની રચના રાજ્યસરકારે કરી છે.

વન પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં રચાનારી આ ઉચ્ચસ્તરીય સમિતીમાં અન્ય સરકારી સભ્યો તરીકે ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ, અમદાવાદ મહાપાલિકાના કમિશનર, વાહન વ્યવહાર કમિશનર રહેશે.
સમિતીના અન્ય સભ્યો તરીકે અર્બન ટ્રાન્સપોર્ટ તજ્જ્ઞ પ્રો. શિવાનંદ સ્વામી, એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજ અમદાવાદના પ્રો. જી.એચ.બન, વન અને પર્યાવરણ વિભાગના નિયામક, એલ.ડી. ઇજનેરી કોલેજના નિવૃત પ્રાધ્યાપક જે. એન. જોષી, ગુજરાત કલીનર પ્રોડકશન સેન્ટરના સભ્ય સચિવ ડૉ. ભરત જૈનની નિયુકિત કરવામાં આવી છે.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સભ્ય સચિવ આ ઉચ્ચસ્તરીય સમિતીના કન્વીનર રહેશે.

તાજો અહેવાલ કહે છે કે, હવામાં રહેલા પીએમ 2.5 કણની માત્રા વધતા મૃત્યુદરમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. લાંબા સમય સુધી પ્રદૂષિત હવાના સંપર્કમાં રહેવાથી ભારતમાં લાખો લોકો જીવ ગુમાવી રહ્યા છે. આ બાબતનો ઘટસ્ફોટ સ્વિડનની કેરોલિન્સ્કા ઈન્સ્ટિટયૂટના સંશોધનમાં કરાયો છે. આ રિપોર્ટ મુજબ ભારતમાં વર્ષ 2009 થી 2019 સુધીમાં હવાના પ્રદૂષણના કારણે 38 લાખ લોકોનાં મોત થયા હતા.

સ્વિડનની કેરાલિન્સ્કા ઈન્સ્ટિટ્યૂટનું આ સંશોધન લેન્સેટ પ્લેનેટરી હેલ્થમાં પણ પ્રકાશિત થયું છે. સંશોધનમાં જણાવાયું છે કે વાયુ પ્રદૂષણ સંબંધિત મોતનો આંકડો 2009માં 45 લાખથી વધીને 2019માં 73 લાખ થઈ ગયો હતો. આ સંશોધનમાં ભારતમાં હવાની ગુણવત્તા સંબંધિત નિયમો અંગે આકરું વલણ અપનાવવાની માગ કરાઈ છે. આ રિસર્ચ પીએમ 2.5 નામના નાના વાયુ પ્રદૂષણના કણો પર આધારિત છે. આ કણ ફેફસાં અને બ્લડ સ્ટ્રીમમાં ઊંડે સુધી જઈ શકે છે, જેનાથી સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ સર્જાવાની સંભાવના છે.

વર્ષ 2009થી 2019ના સમયગાળા વચ્ચે ભારતના 655 જિલ્લાના ડેટાના આધારે આ સંશોધન કરાયું છે, જેમાં પીએમ 2.5ના સ્તરને મૃત્યુ દર સાથે જોડવામાં આવ્યો છે. સંશોધનમાં જણાયું છે કે પીએમ 2.5ના સ્તરમાં પ્રતિ ક્યુબિક મીટર 10 માઈક્રોગ્રામ વધારો થાય છે ત્યારે મૃત્યુદર પણ 8.6 ટકા વધી જાય છે.

સંશોધનમાં જણાવાયું છે કે દેશની 1.1 અબજ વસતી અંદાજે 82 ટકા લોકો એવા વિસ્તારોમાં રહે છે જ્યાં પીએમ 2.5 સ્તર ભારતના રાષ્ટ્રીય પર્યાવરણગુણવત્તા માપદંડ કરતાં પણ વધુ છે. આ સંશોધનમાં જણાવાયું છે કે ભારતમાં ખરાબ હવાના માપદંડ પ્રતિક્યુબિક મીટર 40 માઈક્રોગ્રામ મુજબ છેલ્લા 10 વર્ષમાં લગભગ 38 લાખ લોકોનાં મોત ખરાબ હવાના કારણે થયા છે.વિશ્વ આરોગ્ય સંસ્થાના માપદંડ અને માર્ગદર્શિક સાથે ભારત માપદંડોની સરખામણી કરવામાં આવે ત્યારે આ આંકડા વધુ ખતરનાક બની જાય છે.

ટુંકી વિગતોની નીચે આપેલી લીંકમાં વધારે અહેવાલ વાંચો

તમાકુનો ધુમાડો ફેફસાના કેન્સર માટે માનવામાં આવતો હતો પણ હવે 50 ટકા કારણ પ્રદૂષણ છે. 85 ટકા દર્દીઓમાં ધૂમ્રપાન કારણભૂત છે. ગુજરાતમાં 5 વર્ષમાં અમદાવાદની કેન્સર હોસ્પિટલ જીસીઆરઆઈમાં 4660 દર્દીઓ ફેફસાના કેન્સરના નોંધાયા છે. ભારતમાં વર્ષે 8 હજાર અને ગુજરાતમાં વર્ષે 2 હજાર કેન્સરના દર્દી બને છે. જેમાં પુરુષો 82% અને મહિલાઓ 18% હોય છે. ફેફસાનું કેન્સર થયા પછી 10 ટકા લોકોના મોતથી બચે છે.
https://allgujaratnews.in/gj/tobacco-and-pollution-contribute-50-50-to-lung-cancer-in-gujarat/

ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગોમાં હવે ઓછો વરસાદ થયો છે. સુરતમાં, સ્થાનિક લોકોનું કહેવું છે કે શહેરની વરસાદની પેટર્ન લગભગ 20 વર્ષ પહેલાં બદલાવાની શરૂઆત થઈ હતી, જેના કારણે શહેરમાં દર વર્ષે ઓછા વરસાદી દિવસોનો અનુભવ થતો હતો. જો કે, વરસાદ એકી સાથે પડી જવાથી વધુ તીવ્રતાથી સુરતમાં અવારનવાર પૂર આવે છે.

અમદાવાદમાં, તાપમાનનો પારો 50 ડિગ્રી સેલ્સિયસની ટોચે પહોંચ્યવા લાગે છે. અગાઉનું સૌથી વધુ તાપમાન 100 વર્ષ પહેલાં 1916માં 47.8 ડિગ્રી સેલ્સિયસ હતું. બનાસકાંઠા સામાન્ય રીતે શુષ્ક પ્રદેશ છે. ભારે વરસાદને કારણે અહીં પૂર આવે છે. દક્ષિણ-પશ્ચિમમાં, શુષ્ક સૌરાષ્ટ્રમાં, ખેડૂતો અને વૈજ્ઞાનિકો વિલંબિત ચોમાસા, મૂશળધાર વરસાદ અને વધતા પૂર વધી રહ્યાં છે.
https://allgujaratnews.in/gj/gujarats-cities-are-affected-by-heat-floods-pollution-farmers-and-environmental-changing/

2018માં ગુજરાતમાં લગભગ 30,000થી વધુ લોકો વાયુ- પ્રદૂષણને કારણે મોતને ભેટ્યા હતી. વાયુ-પ્રદૂષણ ગુજરાતની જનતા માટે યમરાજ સમાન બન્યું. ગુજરાતના લોકો સમય કરતાં 2 વર્ષ વહેલા મરી રહ્યા હતા.

અમદાવાદ ગુજરાતનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું હતી.. 18 ફેબ્રુઆરી, 2023ના તાજેતરના ડેટા અનુસાર, અમદાવાદ ભારતના સૌથી પ્રદૂષિત શહેરમાં 10મા નંબરે પહોંચ્યું હતું. અમદાવાદમાં 2021માં ખરાબ હવાને કારણે 1500થી વધુ લોકોનાં મોત થયાં હતી.. સુરત, રાજકોટ અને વડોદરા પણ સૌથી પ્રદૂષિત શહેરો બનવાની રેસમાં હતી.

ઝેર લેતું ગુજરાત
ભારતમાં રહેતા લોકોનું અંદાજિત આયુષ્ય 10 વર્ષ સુધી ઘટી ગયું છે. ગુજરાતની હવા ઝેર ઓકી રહી છે. નાક મારફત ઝેર લે છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટની હવા સૌથી પ્રદૂષિત બની છે. જેમાં ટોરેન્ટ પાવર હાઉસ જવાબદાર છે.
https://allgujaratnews.in/gj/ahmedabad-surat-torrent-pollution/

020ના સળંગ ત્રીજા વર્ષે વિશ્વના સૌથી પ્રદૂષિત શહેર તરીકે દિલ્હી ઉભરી આવ્યું છે. હવાની ગુણવત્તામાં 2020માં ગુજરાતના 6 સ્થળ પણ ખતરાની નિશાની પાર કરી ગયા છે. હવાની ગુણવત્તા માપતા સ્વિસ ગૃપ આઇક્યુએરે જાહેરાત કરી છે. ફેફસાને નુકસાન કરતા હવામાં પ્રદૂષિત કણના સ્તરના આધારે તેનું પ્રદૂષણ માપે છે. આ કણોને પીએમ2.5 કહેવાય છે.

ભારત વિશ્વના 50 પ્રદૂષિત શહેરોમાંથી 35 પ્રદૂષિત શહેરો ધરાવે છે. જેમાં ગુજરાતના 6 છે. 106 દેશોના આંકડા એકત્રિત કરવામાં આવ્યા છે. તેના તારણનો આધાર દેશમાં પીએમ 2.5ની વાર્ષિક સરેરાશ છે, જે હવામાં તરતા 2.5 માઇક્રોન્સથી પણ નાના કણો હોય છે. પીએમ 2.5 સાથેના સતત લાંબા એક્સ્પોઝરના લીધે ગંભીર રોગો થાય છે, તેમાં કેન્સર અને હૃદયની તકલીફનો સમાવેશ થાય છે.
https://allgujaratnews.in/gj/air-pollution-is-highest-in-6-cities-of-gujarat-delhi-has-the-highest-pollution-in-the-world/

વડોદરામાં વધતા જતા પ્રદૂષણને લીધે સ્થાનિક આરોગ્ય અને કૃષિ ક્ષેત્રો બગડ્યા છે, જ્યાં વધુને વધુ શબ્જી પેદા કરવામાં આવે છે. સ્થાનિક રીતે રોહિત પ્રજાપતિએ આજે ​​ગુજરાત પ્રદૂષણ નિવારણ મંડળને માહિતી આપી હતી કે ભારે પ્રદૂષણને કારણે લોકોની તબિયત લથડી રહી છે. કેમીકલ પ્રદૂષણ દૂર કરવા વારંવાર માંગણી સરકાર સમક્ષ કરી છે પણ તે દૂર થયું નથી. 15મી ઓગસ્ટ 2020ના દિવસે ગુજરાતના લોકોને પ્રદુષણથી આઝાદી અપાવો.
https://allgujaratnews.in/gj/gujarat-people-demand-make-again-freedom-from-pollution-on-15-august/

અમદાવાદ શહેરની સાબરમતી નદી, આખી નદીની સાથે, શુષ્ક છે અને રિવરફ્રન્ટ પ્રોજેક્ટની અંદર, તે સ્થિર પાણી વહી રહી છે. છેલ્લા 120 કિલોમીટરમાં, અરબી સમુદ્રને મળતા પહેલા, તે “મૃત” છે અને તેમાં ફક્ત ઔદ્યોગિક પ્રવાહી અને ગટરનો સમાવેશ થાય છે.
https://allgujaratnews.in/gj/video-dead-sabarmati-river-because-of-industrial-effluent-and-sewage/

પ્રદૂષિત પાણીના નિકાલ અંગેની નિયત માત્રાઓ જાળવવામાં નિષ્ફળ એવા સાત ઔદ્યોગિક એકમોને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જી.પી.સી.બી.) દ્વારા તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા વાપી સી.ઇ.ટી.પી. તથા પ્રદૂષણ કરતા ઉદ્યોગો અન્વયે સી.ઇ.ટી.પી. તથા પ્રદૂષણ કરતા ઉદ્યોગો નું સઘન મોનીટરીંગ કરવા માટે CPCB તથા GPCB ને આદેશ આપવામાં આવ્યો છે.
https://allgujaratnews.in/gj/6-%e0%aa%97%e0%aa%a3%e0%ab%81%e0%aa%82-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a6%e0%ab%82%e0%aa%b7%e0%aa%a3-%e0%aa%95%e0%aa%b0%e0%aa%a4%e0%aa%be%e0%aa%82-%e0%aa%89%e0%aa%a6%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b/