20 ટકા ખેડૂતો દેવુ ચૂકવી શકતા નથી, માંડવાળ કરાશે

રાજ્યના ખેડુતોના આર્થિક ઉત્થાન માટે કાર્ય કરતી સને ૧૯૫૧ થી કાર્યરત ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લી. (ખેતી બેંક)ને સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા સેટલમેન્ટ (તડજોડ) યોજનાની મંજૂરી આપવામાં આવેલી છે. બેંકના ૬ લાખથી વધુ ખેડૂતો મુદતવીતી બાકીદારોને લાભ મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉના વર્ષોમાં પણ સરકાર દ્વારા વનટાઇમ સેટલમેન્ટ યોજનાની મંજૂરી
આપવામાં આવી હતી અને ખેતી બેંકના ખાતેદારોએ તે યોજનાને ખુબ સારો પ્રતિસાદ આપ્યો અને તે
યોજનાનો લાભ લઇને તેઓનું મુદતવીતી ઋણ ચૂકવીને આર્થિક રીતે સદ્ધર થયા છે.
આ યોજનાની મુદત એક વર્ષ અગાઉ પુર્ણ થયેલ હોવાથી ખેડૂતો દ્વારા તેઓને વ્યાજમાં રાહત મળે તે
માટે બેંકની તાલુકા મથકે આવેલ શાખાઓમાં આવી યોજના ફરીથી શરૂ કરવા રજુઆત કરી હતી. રાજ્યના
તાલુકાઓમાંથી અવારનવાર થયેલ રજુઆતને અનુલક્ષીને બેંક દ્વારા વર્ષ : ૨૦૧૨ પહેલાંના તમામ
મુદતવીતી બાકીદારો માટે સેટલમેન્ટ યોજનાની મંજૂરી માટે રાજ્ય સરકારને દરખાસ્ત કરવામાં આવી હતી.
જેને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
આ યોજનામાં બાકીદારની મુદતવીતી રકમ ઉપર ખડેલ મુદત વ્યાજ તથા દંડનીય વ્યાજમાંથી મુક્તિ
આપવામાં આવનાર છે. જેથી બાકીદારોને માત્ર સાદું વ્યાજ અને મુદલ રકમ ભરપાઇ કરીને લોન ખાતુ
ચુક્તે કરવાની અમૂલ્ય તક મળી રહે છે. વધુમાં આ પ્રકારની લોન ભરપાઇ કર્યેથી નવું ધિરાણ પણ મળી
જાય છે.

ખેતી માટે જમીન ખરીદવી છે અને પૈસા નથી તો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની એક શાનદાર સ્કિમનો ફાયદો ઉઠાવી શકો છો.  એ છે કે તેમના પર કોઈ બેંકની બાકી રકમ ન હોય. પણ જમીન તમે ખરીદશો તેનું બેંક પહેલા મૂલ્યાંકન કરશે અને ત્યારબાદ જમીનની કુલ કિંમતના 85 ટકા લોન અપાશે.

ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લિમિટેડ
સમગ્ર ગુજરાત રાજ્યમાં કૃષિ, કૃષિ વિકાસ અને કૃષિના આનુષાંગિક પ્રવૃતિઓના વિકાસ તથા ગ્રામ્ય કક્ષાએ આર્થિક પ્રવૃતિઓથી ગામડાઓના વિકાસ માટેના વિવિધ હેતુઓ માટે લાંબાગાળાનું ધિરાણ પૂરું પાડતી રાજ્ય કક્ષાની બેંક છે. આ બેંક એકવાયી માળખું ધરાવે છે. રાજ્યભરમાં આવેલી ૧૭૬ શાખાઓ મારફત બેંકની કામગીરી ચાલે છે. ૧૭ જીલ્લાઓમાં આવેલી જીલ્લા કક્ષાની કચેરીઓથી શાખાઓની કામગીરી ઉપર દેખરેખ અને નિયંત્રણ રાખવામાં આવે છે. બેંકની રજીસ્ટર્ડ ઓફીસ અમદાવાદ ખાતે વડીકચેરી આવેલી છે. તે જીલ્લા કક્ષાએ આવેલી ૧૭ જીલ્લા કચેરીઓ મારફત સંચાલન કરે છે. જીલ્લા કચેરીઓ રાજ્યભરમાં આવેલી ૧૭૬ તાલુકા-શાખાઓ ઉપર નિયંત્રણ રાખે છે.

બેંકના કુલ ધિરાણનો અડધો (૫૦%) હિસ્સો કૃષિ વિકાસ લોન ધિરાણનો છે.તેની સાથે વસુલાતની ટકાવારી પણ અન્ય હેતુના ધિરાણ કરતાં કે.વિ.ઍલ. ની વસુલાત ટકાવારી ઉંચી છે. નાણાકીય વર્ષ :૨૦૧૩-૧૪ માં કે.વિ.ઍલ.યોજનામાં કુલ ૫૪૭૬ ખાતેદારોને રૂ. ૧૩૪.૫૫ કરોડનું ધિરાણ થયેલ છે અને કે.વિ.ઍલ. યોજનાની શરૂઆત થી તા. ૩૧-૩-૨૦૧૪ સુધીમાં કુલ રૂ. ૬૭૭.૧૦ કરોડનું ધિરાણ થયેલ છે.

અમારી બેંકની જે શાખામાં કે.વિ.ઍલ. ધિરાણની વસુલાત ૮૦% થી વધારે હોય છે તે શાખાઓ મારફત કે.વિ.ઍલ. ધિરાણ ઉપલબ્ધ થઇ શકે છે. તે માટે અમારી નજીકની તાલુકા શાખાનો સંપર્ક સાધવાથી વધુ માહિતી મળી શકશે.

વ્યાજ દર

રૂ. ૧ લાખ સુધી ૧૩%

રૂ. ૧ લાખથી ૨ લાખ સુધી ૧૩.૫% અને

રૂ. ૨ લાખથી ૩ લાખ સુધી ૧૪.૫

બેંક દ્વારા નીચે મુજબના હેતુઓ માટે ધિરાણ કરવામાં આવે છે.
નવાકુવા, ડગ- કમબોરવેલ, ઓઈલ એન્જીન, ઈલે.મોટર, પંપ સેટ, સબમર્સીબલ પંપ, સેન્ટ્રીફ્યુગલ પંપ.
જુના મશીનની જગ્યાએ ઈલે.મોટર.
કુવા ઊંડા ઉતારવા, રિપેર કરવા, બોરીંગ કરવા, કુવા રિચાર્જ કરવા.
પાતાળ કુવા બનાવવા.
પાઈપ લાઈન નાખવા (સિમેન્ટ તેમજ પી.વી.સી.).
લીફ્ટ ઈરીગેશન.
સ્પ્રીન્કલર ઈરીગેશન (ફુવારા પદ્ધતિથી પિયત).
ડ્રીપ ઈરીગેશન (ટપક પદ્ધતિથી પિયત).
પાણીના ટાંકા કરવા. (સિંચાઈ માટે).
દુધાળા પશુ: ભેસ, ગાય, શંકર ગાય.
દુધઘર, મિલ્કો ટેસ્ટર (દૂધ મંડળીઓ), બલ્ક કુલર.
ડેરી ડેવલપમેન્ટ : ડેરી પ્લાન્ટ, શીત કેન્દ્રો તેમજ વિસ્તૃતીકરણ .
ફાર્મ હાઉસ, કેટલ શેડ બાંધવા, તેમજ સાયલોપીટ બનાવવા.
બળદ, બળદ ગાડા ખરીદવા.
મરઘા ઉછેર.
ઊંટ, ઊંટ ગાડી.
મત્સ્ય ઉછેર.
ગોડાઉન બાંધવા : (ખેત પેદાશ-સંગ્રહ : રાષ્ટ્રીય ગ્રીડ યોજના અન્વયે સહકારી મંડળીને)
દૂધ સહકારી મંડળીઓને ગોચર,જમીનમાં ઘાસચારાના પ્લોટ : (સહાય હોય તેવા કાર્યક્રમ માટે )
ગોબર ગેસ પ્લાન્ટ.
ટ્રેક્ટર, ટ્રેલર, પાવર ટ્રીલર, મીની ટ્રેક્ટર, થ્રેસર, ઓપનર, હાર્વેસ્ટર કમ્બાઇન્ડ.
હોર્ટીકલ્ચર, : પ્લાન્ટેશન અને નર્સરી.
ફ્લોરી કલ્ચર : ફુલના ઉછેરની ખેતી જેમ કે ગુલાબ, મોગરા, લીલી વગેરે.
નીલગીરી ઉછેર : અન્ય ઝાડ
શાકભાજીના કાયમી માંડવા બાધવા.
ડુંગળીના સંગ્રહ માટે મેડા મનાવવા.
ક્યારી બનાવવા (જમીન સુધારણા)
લેન્ડ લેવલીંગ (જમીન સમતળ કરવા) નવસાધ્ય કરવા.
કન્ટુર બન્ડીંગ (બંધપાળા) સમતળ જમીનમાં કાંપ નાખવા માટે.
વાયર ફેન્સીંગ (તારની વાડબનાવવા) : બગીચાઓ, બાગ વિસ્તારમાં પાકના રક્ષણ માટે.
ખેતીવાડી ઉત્પન્ન બઝાર સમિતિના બાંધકામ, ગોડાઉન, શોપ્સ, ઓફીસ બિલ્ડીંગ : (માર્કેટ યાર્ડ ડેવલપમેન્ટ).
લઘુ ઉદ્યોગ.
ઉત્પાદકીય હેતુઓ જેવાકે મીણબત્તી, અગરબત્તી, ચોક, રીફીલ, બોલપેન વગેરે.
પીકઅપ વાન, ખેતી ઉત્પાદનનો માલ બઝારમાં લઇ જવા તેમજ ખાતર બિયારણ વગેરે લાવવા માટે માલ વાહક
રિક્ષા.
ઇન્ટીગ્રેટેડ લોન સ્કીમ.
મશરૂમની ખેતી માટે.
વર્મી કલ્ચર (અળસીયાની ખેતી માટે).
શેરી કલ્ચર (રેશમના કીડા ઉછેર માટે).
મોટર સાયકલ ખરીદવા.
ટ્રક ખરીદવા.
દૂધનું ટેન્કર ખરીદવા.
એસ્ક્વેલેટર (જમીન સમતળ કરવા).
પબ્લિક પેસેન્જર કેરિયર, ઓટ રિક્ષા, લાઈટ મોટર વ્હિકલ સહીત ૧૬.૨ ટન સુધીના વાહન માટે.
કાલા ફોલવાના મશીન.
ઠંડાપીણા બનાવવાની મશીનરી ખરીદવા.
ખેતી વિષયક તથા કુટીર ઉદ્યોગના સેવા પ્રકાર તથા વ્યવસાય પ્રકારના હેતુઓ માટે.
ગ્રામ્ય વિસ્તારમાં રહેણાકના મકાન બનાવવા.
ખેડૂતોને ખેતીના વિકાસ માટે જમીન ખરીદવા.
એગ્રીકલ્ચર સ્નાતકોને અગ્રોક્લીનીક્સ અને અગ્રોબીઝ્નેસ સેન્ટરને લગતા ધિરાણ કરવા.
સુગંધી અને ઔંષધિય ઘટકો માટે.
રૂરલ ગોડાઉન.
કોલ્ડ સ્ટોરેજ.
જમીન નવ સાધ્ય.
જુના મકાન રીપેરીંગ તથા નવા મકાન બાંધવા માટે.
શૈક્ષણિક સેવાઓ :
ખાનગી શાળાઓ, કોલેજ જેવી શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવા માટે.
વિદ્યાર્થીઓને શૈક્ષણિક લોન આપવા.
આરોગ્ય સેવાઓ :
ગ્રામ્ય લેવલે દવાખાના / કલીનીક ખોલવા માટે તેમજ જરૂરી સાધનો સાથેની મોબાઈલ હોસ્પિટલ વાન ખરીદવા.
બાંધકામ સેવાઓ : બાંધકામ માટેની સામગ્રીનું વિતરણ
વેચાણ સેવાઓ : ગ્રામ્ય ઉત્પાદનની વેચાણ માટેની દુકાન.
પ્રવાસ ટુરીઝમ સેવાઓ : થીએટર , ઇકો-ટુરીઝમ મેળા / પ્રદર્શન માટેનું સંકુલ વિગેરે.
પરિવહન સેવાઓ : ટુવ્હીલર, થ્રી વ્હીલર તથા ફોર વ્હીલર ખરીદવા.
ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેવાઓ :
કોમ્પ્યુટર સર્વર વિગેરે સાધનો બનાવવા.
રૂટર, ફાયર વોલ સ્વીચ વિગેરે નેટવર્કીગના સાધનો બનાવવા.
અન્ય આઈ.ટી. તથા ઈલેક્ટ્રોનિક ઉપકરણો, બીઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ, (બી.પી.ઓ કોલ સેન્ટર) અથવા બંને આઈ. ટી. સેવાઓ.
સોફ્ટવેર સેવાઓ અને ઉત્પાદનો એમ્બેડેડ સોફ્ટવેર.
આઈ.ટી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરી પાડતા કેન્દ્રો જેવા કે ટેલીકોમ સેન્ટર અથવા આઈ.ટી.કનેકટીવીટી પ્રોવાઇડીંગ સેન્ટર.
કોમ્પ્યુટર શિક્ષણ / તાલીમ કેન્દ્રો.
અન્ય રોજગાર ઉભા કરતી ગ્રામ્ય ટેકનોલોજી સેવાઓ.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ
ગ્રામ્ય ઉદ્યોગ વસાહતો, વૃધ્ધિ કેન્દ્રો, કોમ્યુનીકેશન નેટવર્ક , ગ્રામ્ય શુધ્ધ પીવાના પાણીની સુવિધાઓ પૂરી પાડતા એકમોવગેરે.
મધ્યમ મુદત કિસાન ક્રેડીટ કાર્ડ.
કનઝયુમર લોન :- ટી.વી., વોશિંગ મશીન , રેફ્રીજરેટર, ઘરઘંટી, કોમ્પયુટર/લેપટોપ, ફર્નિચર આઈટમ વિગેરે હેતુઓ માટે.
ગોલ્ડ લોન
તાલુકા મથકે રહેણાંકના બનાવવા/ખરીદવા માટે
તત્કાલ વિજ જોડાણમાં ખર્ચના એસ્ટીમેટ સામે લોન આપવા
ગ્રીન હાઉસ
સોલાર પાવર પંપ

Recovery of Last Three Years

Rs. In Lacs

YEAR DEMAND COLLECTION % OF RECOVERY
2015/2016 55619.19 21506.86 38.67%
2016/2017 57289.34 19580.72 34.18%
2017/2018 60383.52 22373.55 37.05%