20 લાખ બાંધકામ મજુરોના રૂ.2 હજાર કરોડ સરકાર વાપરતી નથી

બાંઘકામ મજદૂર સંગઠનની વાર્ષિક સામાન્ય સભામાં ગુજરાતના અર્થશાસ્ત્રી હેમંત શાહે વિગતો આપતાં જણાવ્યું હતું કે બાંધકામ ક્ષેત્રે 20 લાખ મજૂરો છે છતાં તેમના માટે સરકાર ચિંતિત નથી.
તેમણે રજૂ કરેલી વિગતોમાં
 1996માં બાંધકામ મજૂરોના કલ્યાણ માટે સંસદે કરેલા બે કાયદાનો અમલ 8 વર્ષ મોડો 2004 માં ગુજરાતમાં થયો હતો. અને તે પણ અધકચરો અમલ થયો છે.
 ગુજરાત  સરકાર દ્વારા બાંધકામ કંપનીઓ પાસેથી સેસ ઉઘરાવીને આશરે રૂ. 2000 કરોડ ભેગા કરાયા છે અને એમાંની મોટા ભાગની રકમ સરકાર પોતે વાપરે છે. એ રકમનું વ્યાજ પણ કાયદા મુજબ મજૂરોના કલ્યાણ માટે વપરાતું નથી. જે નાણા બાંધકામ સાથે જોડાયેલા મજૂરો માટે વપરાવા જોઈએ પણ તેમ થતું નથી. બાંધકામ મજૂરો મોટાભાગના આદિવાસી પ્રજા માંથી આવે છે.
બાંધકામ મજુર કલ્યાણ બોર્ડમાં 14 વર્ષ પછી પણ માત્ર 6 લાખ મજૂરોની નોંધણી થઈ છે, જ્યારે રાજ્યમાં આશરે 20 લાખ બાંધકામ મજૂરો હોવાનો અંદાજ છે. આમ સરકાર દ્વારા મજુરોની નોંધણી કરવામાં બેદરકાર છે.
 બાંધકામ મજૂરો માટે રૂ. 50 કરોડના ખર્ચે રૂ. 10માં ભોજન નાકા પર   આપવાની યોજના ગુજરાતમાં અમલમાં મૂકાઈ છે. આ એક તૂત છે. બધા મજૂરો નાકા પર હોતા નથી અને આવતા નથી. એને બદલે એમને ભોજન માટેના પૈસા એમના ખાતામાં જમા થાય એમ કરવું જોઈએ. એને ડિજિટલ ઈંડિયા કહેવાય.
બાંધકામ મજુરો સાથે સીધી રીતે જોડાયેલી આદિવાસી ખેડૂતોની એક સંમેલન યોજાયું હતું. 8/8/2013 વિશ્વ આદિવાસી દિનના આગલા દિવસે હિંમતનગર ખાતે એકલવ્ય સંગઠન દ્વારા એક ભવ્ય આદિવાસી રેલી અને સંમેલન યોજાયું હતું. જેમાં સાબરકાંઠા જીલ્લાના 4000 જેટલા આદિવાસી ખેડૂતો એ ભાગ લીધો. જંગલ જમીન અધિનિયમ 2006 ના અનુસંધાન માં રહી ગયેલી ખામી ઓ તથા જંગલ માં વસતા ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને નામંજૂર થયેલા દાવા ઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા મંજુર થયેલા જંગલ જમીન અધિનિયમ 2006 પ્રમાણે 13-12-2005 સુધીની જંગલ જમીન ખેડતા ખેડૂતોને એ જમીન 10 એકરની મર્યાદામાં કાયમી હક્ આપવામાં આવશે જંગલ જમીન માલિકી હક્ માટે ખેડૂતોએ પોતાના ગામમાં રચાયેલ વન અધિકાર સમિતિ ને અરજી  આપવાની હોય છે. ત્યારબાદ દાવાઓની ખરાઈ કરીને  તેનો ઠરાવ પ્રાંતીય સમિતિને મોકલવામાં આવે છે વર્ષોથી ખેડૂતો પોતાની દાવા અરજીઓ વન અધિકાર સમિતિને આપે છે પરંતુ એ દાવાઓની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી સરકાર તરફથી કરવામાં આવતી  નથી કે સરકાર કોઈ પણ પ્રકારનો રસ પણ નથી રાખતી. વર્ષ 2011 થી 2013 સુધીની જંગલ જમીનના દાવાઓની કોપી પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી જેના વિરોધના ભાગ રૂપે આ રેલીનો મુખ્ય ઉદ્દેશ હિંમતનગર ના કલેકટરને આ મુદ્દાઓ ને રજુ કરતુ આવેદન પત્ર આપવાનું હતું  આ બધા જ આદિવાસી ખેડૂતો ભિલોડા , ખેડ્બ્રહ્મમા, તાલુકાના ગામોમાંથી રેલીમાં પોતાના પ્રશ્નો રજુ કરવા માટે આવી પહોચ્યા હતા. ઘણા બધા આદિવાસી ખેડૂત ભાઈઓને તો જાણ જ નથી હોતી કે એમના દાવાઓ નું શું થયું ? રેલીના શરૂવાતમાં પ્રોત્સાહન આપવા માટે તથા પોતાની વાત  રજુ કરવા માટે હાજર રહેલા જીલ્લાઓના પ્રતિનિધિઓ એ જંગલ જમીનના પ્રશ્નો અંગે પોતાની રજુવાત કરી , અંને પોતાને થતી મુશ્કેલીઓ  અંગેની ચર્ચા કરી ઉપરાંત જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા પડતી મુશ્કેલીઓ  અને ધાક ધમકીઓના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. એકલવ્ય સંગઠનના કારોબારી સમિતિના સભ્યોએ  આ રેલીમાં આગેવાની લીધી હતી. ઇન્દુલાલ જાની , સિદ્ધરાજ સોલંકી, બાંધકામ મજુર સંગઠનના વિપુલભાઈ પંડ્યા , વન મજૂર સંગઠનના પ્રવિણ વ્યાસ અને શેન સિંહ ડામોર ઉપરાંત દિશા સંસ્થાના ડાયરેક્ટર પૌલોમી મિસ્ત્રી પણ  ઉપસ્થિત હતા. દિશા સંસ્થાના ભૂતપૂર્વ ડાયરેક્ટર મધુસુદન મિસ્ત્રીએ જંગલ જમીનની લડતનો પાયો નાખ્યો હતો અને આજે પણ તેઓ આ જ  મુદ્દે ચર્ચા કરવા આવી પહોચ્યા હતા. સંમેલન બાદ રેલી કાઢવામાં આવી હતી. આવેદન પત્રના 30 પ્રશ્નોની  ચર્ચા કરી હતી અને એકલવ્ય સંગઠનના 5 પ્રમુખ સભ્યોએ ભેગા થઇને કલેકટરને આવેદન પત્ર જમા કરાવી ને જરૂરી ચર્ચા કરી હતી .