પક્ષને મદદરૂપ થવા આગેવાનો થાય એટલો ફાળો એકત્રીત કરી રહ્યા છે ત્યારે આ કામગીરી ખૂબ મુશ્કેલ હોવાની લાગણી પ્રદેશ સુધી પહોંચાડવામાં આવી છે. લોકસભામાં એક કરોડ રૂપિયાથી વધુનો ટાર્ગેટ પૂરો કરવો ખૂબ અઘરો છે. ર૦ વર્ષથી કોંગ્રેસપક્ષ શાસનમાં ન હોવાથી ભંડોળ એકત્રીત કરવું ખૂબ મુશ્કેલરૂપ બન્યું છે.
કોંગ્રેસના આગેવાનોને બુથ દીઠ ૫ હજાર રૂપિયા ૫ક્ષ ભંડોળ એકત્ર કરવાનાં આદેશો થયા છે. આથી સુરેન્દ્રનગર લોકસભા બેઠક ૫ર કરોડો રૂપિયાનું ૫ક્ષનું ભંડોળ એકત્ર કરવા કોંગ્રેસના કાર્યકરો કચવાટ સાથે દોડઘામ કરી રહ્યા છે.
લોક સંપર્ક અભિયાન 2 ઓકટોબર થી 19 નવેમ્બર, 2018 અંગે એક બેઠકમાં પ્રથમ વખત મતદાર બનતા મતદાર ઉપર ભાર મૂકવા આવ્યો હતો. આ ઉ૫રાંત સભ્ય પદ નોંધણી કરવી. મતદાર વિષે સબંધિત વિગતો એકત્ર કરી શકિત પ્રોજેક્ટ મા જોડવા. દરેક બુથ માટે 10 સહયોગીઓ નિમવા અને દરેક સહયોગીને દરેક બુથ ના 20-25 પરિવારો સાથે સંપર્ક ની જવાબદારી સોંપવી. બુથ કક્ષાના કાર્યકરોના સહયોગથી પારદર્શી અને પધ્ધતીસર રીતે પક્ષ માટે ભંડોળ ઉભુ કરવામાં આવી રહ્યું છે. દર વર્ષે 1લી જાન્યુઆરી થી 28મી જાન્યુઆરી દરમ્યાન હાથ ધરવાનુ રહેશે. 2019 લોકસભાની ચૂંટણીને ધ્યાનમા રાખીને આ વર્ષ માટે ભંડોળ એકત્રીકરણ સાથે આ ઝુંબેશ 2જીઓકટોબર 2018થી 19નવેમ્બર, દરમ્યાન હાથ ધરવાની રહેશે. ત્યારે લોકસભા બેઠક દીઠ ૫ હજારથી વઘુ બુથો ૫ર કોંગ્રેસ લોકસંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો છે. જેમાં કોંગ્રેસના આગેવાનોને બુથ દીઠ ૫ હજાર રૂપિયા ૫ક્ષ ભંડોળ એકત્ર કરવાનાં આદેશો થયા છે.
MLA ઘર-ઘર સુધી પહોંચવા સહયોગ આપશે
ધારાસભ્ય લોકસંપર્કમાં સહયોગ આપશે. આ ઉપરાંત પક્ષની વિચારધારા ઘર-ઘર સુધી પહોંચાડવા માટે ગાંધીજી જયંતિથી લોકસંપર્કનો પ્રારંભ થઈ ગયો છે.
તાલુકાદીઠ નિરિક્ષકો કોંગ્રેસે નિમણૂંક કરી
લોકસભા વિસ્તારમાં લાખો મતદારો સુધી પહોંચવા માટે બુથ મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારે દરેક જિલ્લા કોંગ્રેસ દ્વા્રા તાલુકા અને શહેર માટે ૧૫ જેટલા નિરીક્ષકોની નિમણૂંક કરી છે.