2014ની જેમ મોદીનો જાદુ ન ચાલ્યો, કોંગ્રેસ વધુ મજબૂત બની

લોકસભાની ગુજરાતની ચૂંટણીમાં મોદી મેજીક ગાયબ થઈ ગયો છે. 2014માં જાદુ હતો એવો જાદુ રહ્યો નથી. તેથી ગુજરાતમાં મોટા પાયે પક્ષાંતર કરાવીને ભાજપને જીતાડવા માટે રાજકીય ચાલ ચાલવામાં આવી હતી. તેમ છતાં તેનાથી જોઈએ એવો પ્રભાવ પડ્યો તો નથી પણ પક્ષપલટાની ઉલટી અસર પ્રજામાં જોવા મળી રહી છે. ગઈ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પડેલા ફટકાબાદ હવે લોકસભાની ચૂંટણીમાં પણ ગુજરાતમાં તમામ 26 બેઠકો જાળવી રાખવું મુશ્કેલ બની રહી છે. કોંગ્રેસ આ વખતે 10 બેઠક પર મજબૂત છે.

10 દિવસ ચૂંટણીના રહ્યાં છે તેમ છતાં આ વખતે કોઈ મુ્દદા ભાજપની તરફેણમાં થતાં નથી. લોકોમાં પણ હવે સારો પ્રતિસાદ જોવા મળતો નથી. સભામાં માણસો લાવવા માટે પૈસાની કોથળી ખૂલ્લી મૂકવી પડી છે. 2014માં જે રીતે લોકો સ્વયંભૂ આવતાં હતા તે રીતે આ વખતે આવતાં નથી. લાવવા પડે છે. અમિત શાહ અને નરેન્દ્ર મોદીનો જાદુ ચાલતો નથી. તેમને સાંભળવા માટે ઉત્સાહ જોવા મળતો નથી. આવી સ્થિતીના કારણે ભાજપની મૂંજવણ વધી રહી છે.

જ્યાં પક્ષપલટા થયા છે ત્યાં પ્રચાર જામતો નથી અને લોકોનો વિરોધ વધી રહ્યો છે. ઊંઝા, માણાવદર, વઢવાણ જેવા સ્થળે ભાજપે પક્ષપલટો કરાવીને રાજનીતિને અનીતિમાં બદલી છે. જેને લોકોએ સ્વિકારી નથી. લોકો એવું દ્રઢ પણે માને છે કે જો ભાજપ જીતવાનું હોય તો શા માટે કોંગ્રેસથી નેતાઓ આયાત કરે છે.

કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો જંગ છે. ભલે હાલ 52 પક્ષો લોકસભાની ચૂંટણીમાં હોય પણ ભરૂચમાં ટીડીપીનું પ્રભુત્વ જોવા મળે છે. હિન્દુસ્થાન નિર્માણ દળ 8 બેઠક પર ચૂંટણી લડે છે ત્યાં તે ભાજપને નુકસાન કરી શકે તેમ હોવાથી ભાજપને તેની ચિંતા વધી છે. બાકી વિસ્તારોમાં બીજા કોઈ પક્ષો જીતે તેમ નથી. તેઓ થોડા ટકા મત બગાડશે પણ જીતશે નહીં કે કોઈને હરાવી કે જીતાડી શકે એવી ક્ષમતાં આ નાના પક્ષોમાં આ વખતે જણાતી નથી. જેથી તેનો સીધો ફાયદો કોંગ્રેસને થઈ શકે છે.