2019ની ચૂંટણી પહેલાં કચ્છને વડાપ્રધાન આપશે નવા પ્રોજેક્ટની ભેટ

2019ની લોકસભાની ચૂંટણી માટે દેશનાં તમામ રાજકીય પક્ષોએ તડામાર તૈયારી આરંભી દીધી છે. કેન્દ્રની ભાજપ સરકાર પણ ફરી એકવાર વડાપ્રધાન મોદીનાં નેતૃત્વમાં સત્તા મેળવવા માટે તૈયાર છે. ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા છેલ્લાં એક મહિનાથી દેશનાં વિવિધ રાજ્યોમાં કેન્દ્ર અને જે તે રાજ્ય સરકારોનાં સંયુક્ત પ્રોજેક્ટનાં લોકાર્પણ કરી રહ્યાં છે. ત્યારે વડાપ્રધાન મોદી આગામી 30મી નવેમ્બરે કચ્છની મુલાકાતે આવવાનાં છે. આ માટે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.
આગામી ૩૦મી સપ્‍ટેમ્‍બરે કચ્‍છની મૂલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના અંજાર પાસેના સતાપર મુકામે ગોવર્ધન તળેટી સ્‍થળે યોજાનારી જાહેરસભા સહિત ખાતમુહુર્ત અને વિવિધ લોકાર્પણના કાર્યક્રમની જિલ્‍લા વહીવટીતંત્રે તૈયારી આરંભી દીધી છે. અંદાજે 40 હજારથી વધુની બેઠક ક્ષમતા સાથેનો વિશાળ ડોમ તૈયાર કરવામાં આવશે. તેમજ વાહન પાર્કિંગ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે
અંજારના સતાપર સ્થિત ગોવર્ધન પર્વત ખાતેથી જ વડાપ્રધાન મોદી બપોરના અરસામાં જાહેર સભા સંબોધશે. જિલ્‍લા કલેકટર રેમ્‍યા મોહન દ્વારા વિવિધ સમિતિઓ, લાયઝન અધિકારીઓ અને વિભાગોને કામગીરી નિર્દેશો આપ્‍યાં છે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંદ્રા ખાતે આવેલ જીએસપીએલની પાઈપલાઈનનું રિમોર્ટ કન્ટ્રોલથી અંજાર મુકામે ઉદ્દઘાટન કરવાના છે. વિદેશમાંથી તેલની થતી આયાતના સપ્લાય માટે આ તેલ પાઈપલાઈન મહત્વની વહન ક્ષમતા સમાન સાબિત થવાની છે. આ પાઈપલાઈનના ઉદ્દઘાટન બાદ તેલના પરિવહન ખર્ચ પર ઘટાડો કરી શકાશે. સરળતાથી પરિવહન શકય બનશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી અન્ય વિકાસ કામોનું પણ રિમોટ કન્ટ્રોલથી ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન મોદી 30 સપ્ટેમ્બરે ખાસ વિમાનથી ભૂજ પહોંચશે, ત્યારબાદ એરપોર્ટથી ચોપર મારફતે તેઓ અંજાર પહોંચશે. ગોવર્ધન પર્વત નજીકના સ્થળે સભાને સંબોધન કર્યા બાદ તેઓ અંજારથી જ ચોપર મારફતે પરત જશે.