2019માં મહારાષ્ટ્રમાં 2532 ખેડૂતોએ આત્મહત્યા કરી, સંઘ મૌન રહ્યું

મરાઠવાડા અને વિદર્ભમાં સૌથી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજ્યમાં 2019માં કુલ 2532 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. 2018માં આ સમયે 2518 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી.

દેશભક્તિની વાતો કરતાં આરએસએસ અને ભાજપની સરકારને ખેડૂતોની આત્મહત્ય અંગે કોઈ ઉપાય મળ્યો ન હતો. તેથી સ્થાનિક લોકોએ ભાજપને ચૂંટણીમાંથી ભગાવી દીધો છે. કારણ કે ચૂંટણીનો સમય હતો ત્યારે એટલી ખરાબ હાલત હતી કે 300 ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી. પણ આરએસએસ અને ભાજપની સરકારને માટે તે બહું મહત્વનું ન હતું.

મહારાષ્ટ્રમાં નવેમ્બર 2019માં 300 ખેડૂતોએ કમોસમી વરસાદમાં પાકને થયેલા નુકસાનને લઇ આત્મહત્યા કરી છે. મહારાષ્ટ્રમાં નવેમ્બર 2019માં ચાર વર્ષમાં પહેલી વાર એક જ મહિનામાં 300 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. રાજ્યમાં એક વાર મહિનામાં 300 ખેડૂતોએ આત્મહત્યા કરી હોય તેવું 2015માં થયું હતું. આ પછી આ ઘટના સામે આવી છે.

ઓક્ટોબરમાં 186 ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી હતી. એક મહિનામાં તેમાં 81 ટકા વધારો થયો છે. ઓક્ટોબર મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી હતી ત્યારે રાજ્યમાં વરસાદે કહેર વરસાવ્યો. અનેક ખેડૂતોનો પાક નાશ પામ્યો.  નવેમ્બર મહિનામા મરાઠવાડમાં 120 અને વિદર્ભમાં 112 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. નવેમ્બરમાં આંકડો વધવાના કારણે જાન્યુઆરીથી નવેમ્બર સુધીના સમયમાં ગયા વર્ષની સરખામણીમાં વધારે આત્મહત્યા થઈ છે.