2020માં ચૂડામણિ સૂર્ય ગ્રહણથી 3 રાશી માટે અશુભ સમય રહેશે

2019નું છેલ્લું સૂર્યગ્રહણ આગામી 26 ડિસેમ્બરે લાગશે. આ ગ્રહણ સવારે 8.17 થી 10.57 મિનિટે પૂર્ણ થશે. 2020માં આવા જ પ્રભાવશાળી સૂર્યગ્રહણ દરેક રાશિના જાતકો પર પ્રભાવ પાડશે.

પહેલું

2020નું પ્રથમ સૂર્યગ્રહણ 21 જૂનના દિવસે છે, મિથુન રાશિમાં અને મૃગશિરા નક્ષત્રમાં પ્રભાવ થશે.

બીજું

2020નું બીજું અને અંતિમ સૂર્યગ્રહણ 14 -15 ડિસેમ્બર 2020 ના દિવસે થશે. વૃશ્ચિક રાશિમાં જ્યેષ્ઠા નક્ષત્ર અને અમાસની તિથિ પર અસર થશે.

શા માટે ખાસ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જે સૂર્યગ્રહણ રાત્રે થાય તેને ચુડામણિ ગ્રહણ કહેવામાં આવે છે. સૂર્યગ્રહણના સમય દરમિયાન સ્નાન, જાપ અને પૂજા કરવાનું ખૂબ જ મહત્વ હોય છે. સૂર્યગ્રહણ કાળ દરમિયાન મંત્ર જાપ કરવાથી આપણી મનોકામના પૂર્ણ થાય છે.

ક્યાં જોવા મળશે

21 જૂન, 2020 ના રોજ થનાર પ્રથમ ગ્રહણ ભારત, દક્ષિણપૂર્વ યુરોપ, ઉત્તરી અમેરિકા, આફ્રિકા, હિંદ મહાસાગર, પ્રશાંત મહાસાગર અને દક્ષિણ અમેરિકાના મુખ્ય ભાગોમાં જોઇ શકાશે.

14-15 ડિસેમ્બરમાં બીજું સૂર્યગ્રહણ આફ્રિકાના દક્ષિણ, પ્રશાંત મહાસાગર, દક્ષિણ અમેરિકા, એટલાન્ટિક અને હિંદ મહાસાગર તેમજ એન્ટાર્કટિકામાં જોવા મળશે.

બન્ને સૂર્ય ગ્રહણથી સૌથી વધારે અસર ત્રણ રાશિના જાતકોને છે.

મિથુન

મન અશાંત મનના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડશે. અસર એક મહિના સુધી રહે છે. ॐ ધૃણિ: સૂર્યાય નમ: મંત્રનો જાપ કરવો.

વૃશ્ચિક

અષ્ટમ ભાવમાં થતું સૂર્ય ગ્રહણ સ્વાસ્થ્ય માટે હાનિકારક હશે. વ્યવસાય અથવા નોકરી પર અસર થઈ શકે. પ્રભાવથી બચવા માટે ॐ નમો ભગવતે આદિત્યાય અહોવાહિની આહોવાહિની સ્વાહા મંત્રનો જાપ કરવો.

ધન

ધન રાશિ ઉપર સૌથી વધારે અસર છે. સપ્તમ ભાવનું ગ્રહણ લગ્ન જીવનમાં કડવાશ લાવી શકે છે.  વાદ વિવાદ ટાળવા, આર્થિક સંકટ લાવી શકે. ગ્રહણ દોષથી બચવા માટે ॐ વિષ્ણવે નમ: મંત્રનો જાપ કરવો જોઈએ.