સરકારી બેંકમાં 14 ટકા, સહકારી બેંકમાં અડધો ટકો લોન પરત આવતી નથી

ગુજરાતની સહકારી બેન્કો સાથે સહકારી ક્ષેત્રમાં દેશભરમાં શ્રેષ્ઠ છે. રાષ્ટ્રીયકૃત બેન્કોની એનપીએ 12-14 ટકા જેટલી ઉચીં છે. જયારે સહકારી બેન્કોની એનપીએ અડધા ટકા જેટલી છે તે જ આ ક્ષેત્રની પ્રતિબધ્ધતા દર્શાવે છે. ગુજરાતમાં પત્યેક ચાર વ્યકિતએ એક વ્યકિત સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલી છે, તેમ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું.

ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેન્ક ફેડરેશન દ્વારા ગાંધીનગર ખાતે યોજાયેલા આ સરકાર સેતુ – 2018 હેઠળ નેશનલ અંબ્રેલા સમીટ એજયુકેશન સેમીનારમાં મુખ્ય પ્રધાને જણાવ્યું કે, સહકાર ક્ષેત્રે સભાસદોનો અવાજ હંમેશા સર્વોપરિ જ હોવો જોઇએ. થીમ ’ લેટ્સ ગો થ્રુ વન અંબ્રેલા’ અર્થાત તમામ સહકારી બેન્કોને એક છત્ર હેઠળ લાવવાના ઉદેશ સાથે આ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે.

ગુજરાતની સહકારી બેંકોની રૂ.52,000 કરોડની થાપણો

રાજ્યમાં સહકારી બેંકો દ્કોવારા રૂ.52,000 કરોડની થાપણો થઈ છે. સહકારી પવૃતિ ગુજરાતીઓના ડીએનએમાં છે. સ્થાપિત હિતોને કારણે સહકારી બેન્કોને નુકસાન ન થવું જોઇએ. દેશભરની સહકારી બેન્કો એક છત્ર હેઠળ આવવી જોઈએ. તેમ જણાવીને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, સભાસદોના સહકારથી જેમ બેન્ક મજબૂત થાય છે. તેવી જ રીતે જુદી જુદી સહકારી બેન્કોના સહિયારા સહયોગથી જ એક બેન્ક વધુનેવધુ મજબૂત બનશે. સરકારી બેન્કોની તુલાનામાં સહકારી બેન્કો નાગરિકોની વધુ નજીક હોય છે. સહકારી બેન્કો હંમેશા નાના માણસોની બેન્ક બની રહી છે. આવા સંજોગોમાં સહકારી બેન્કોના સરકારથી જ બધી સરકારી બેન્કોનું અસ્તિત્વ જળવાશે.

ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેન્ક ફેડરેશનના ચેરમેન જયોતિન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે, ફેડટેશન દ્વારા દર ત્રીજા વર્ષે સહકાર સેતુ કાર્યક્રમ યોજાય છે. દેશમાં સહકારી પ્રવૃતિનું બીજ ગુજરાતમાં રોપાયું અને સહકારી ક્ષેત્રે આજ વટવૃક્ષ સમુ વિકસ્યું છે. પચાસ વર્ષ પૂર્ણ કરનારી ધર્મજ પિપલ્સ કો-ઓપરેટીવ બેન્કના હોદેદારોનું સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સન્માન કરાયું હતું. ફેડરેશનની વેબસાઇટનું પણ ઇ-લોન્ચીંગ થયું હતું.