21 ઉમેદવારો ગુનાખોરી સાથે જોડાયેલા છે

ત્રીજા 23મી એપ્રિલના રોજ ત્રીજા તબક્કાની ચૂંટણી લડનાર ઉમેદવારોના સોગંદનામાના વિશ્લેષણનો અહેવાલ એડીઆર દ્વારા જાહેર કરાયો છે.

– લોકસભાના 3 તબક્કાની ચૂંટણી કુલ 1612 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, તેમાંથી 1594ના સોગંદનામાંનું વિશ્લેષણ ADR તરફથી કરવામાં આવ્યું છે.

-18 એફિડેવિટ મળ્યા નથી, વંચાય તેવી રીતે સ્કેન થયેલ નથી માટે વિશ્લેષણમાં લેવાયા નથી. (તેની વિગતો પાછળ બિડેલ છે)

– ત્રીજા તબક્કાની ચૂંટણીમાં વિશ્લેષણ કરેલા 1594 ઉમેદવારો પૈકી 340 -(21% ) ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે. તેમાથી 230 (14%) પર ખુબજ ગંભીર ગુનાઓ જેવા કે ખૂન, મહિલાઓ સામેના અત્યાચાર વગેરે નોંધાયેલ છે. જ્યારે 14 ઉમેદવારો દોષી સાબિત થયા છે.

– 13 ઉમેદવારો પર ખૂન ના કેસિસ દાખલ થયેલ છે. જ્યારે ખૂનનો પ્રયાસ વાળા કેસ ધરાવતા 30 ઉમેદવારો છે. 14 ઉમેદવારો પર અપહરણ ના ગુનાઓ છે.

– 29 ઉમેદવારોની સામે મહિલા પરના અત્યાચરના ગુનાઓ દાખલ થયેલા છે. જ્યારે 26 ઉમેદવારો સામે ઉશ્કેરણી જનક ભાષા વાપરવા અંગેના ગુનાઓ છે.

પક્ષ – ગુનાઇત ઇતિહાસ – ટકાવારી – ગંભીર ગુના – ટકાવારી

BJP – 38 – 39 % – 26 – 27%

INC – 40 – 44% – 24 – 27%

BSP – 16 – 17% – 9 – 10%

NCP – 6 – 60% – 5 – 50%

CPI – 11 – 58% – 6 – 32%

AITC – 4 – 44% – 4 – 44%

SP – 5 – 50% – 4 – 40%

SHS – 7 – 32% – 6 – 27%

રેડ એલર્ટ મતક્ષેત્ર

ત્રીજા તબક્કાના 115 મતક્ષેત્રો માથી 63 મતક્ષેત્રો એવા છે કે જેના 3 થી વધુ ઉમેદવારો પર ગુનાઓ નોંધાયેલ છે.