દેશભરમાં રાજગરાનું સૌથી મોટું બજાર ડીસા છે. દાણાને રામદાણા કહે છે. રાજગરાનો અર્થ પણ શાહી અનાજ થાય છે. મૃત્યુની સંભાવના ઓછી કરતો પદાર્થ અમરનાથ તરીકે પણ ઓળખાય છે. ડાયેટ ફૂડ છે. કુદરતી સ્ટીરોઈડ છે. તેથી તેનો વપરાશ વધી રહ્યો છે તેની સાથે સારા ભાવ મળતાં હવે ઉત્પાદન વધી રહ્યું છે.
રાજગરાની દિન-પ્રતિદિન આવક વધી રહી છે. ડીસાના રાજગરાનો દાણો મોટો હોય છે તેથી તે અહીંથી વિદેશ નિકાસ કરવામાં આવે છે. ડીસામાં 80 હજાર બોરી આવક થઈ છે. ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોના ખેડૂતો માલ વેચવા માટે ડીસા ખેત ઉત્પન્ન બજારમાં આવે છે. દેશભરમાં ડીસા પંથકના રાજગરાની માંગ વધી રહી છે. ગુજરાત રાજગરો-1 જાત 110 દિવસમાં તૈયાર થઈ જાય છે. ગુજરાત રાજગરો-1નું સરેરાશ ઉત્પાદન 2300-2500 કિલો અને ગુજરાત રાજગરો-2 અને ગુજરાત રાજગરો-3નું સરેરાશ ઉત્પાદન 2500-2700 કિલો હેકટરે મળે છે. ખેડા જિલ્લામાં 3200 હેક્ટર જમીનમાં રાજગરાનું વાવેતર થાય છે. છોડ તૈયાર થાય ત્યારે રંગબેરંગી ડુંડી હોય છે. ઠાસરા તથા ગળતેશ્વર તાલુકામાં રાજગરાની વધારે ખેતી થાય છે. ઠાસરામાં 1500 હેક્ટર વાવેતર થાય છે.
ગુજરાત રાજગરો-1માં રોગ જીવાત મોટા ભાગે આવતી નથી.
રાજગરાને કુદરતી સ્ટીરોઈડ ગણવામાં આવે છે.
એક માત્ર રાજગરાના દાણામાં જ કુદરતી સ્ટીરોઈડ છે. લાઇસિન છે. પ્રોટીન, વિટામિન સી, ઈ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ્સ છે. કેલ્શિયમથી ભરપૂર છે. પચવામાં હલકો છે, એમિનો એસિડ્સને કારણે તે શરીરમાં સરળતાથી પચી જાય છે. ભૂખને ભાંગે છે.
22 રોગમાં ફાયદો
તે ખાવાથી સુગરનું વધતું નથી. ડાયાબિટીસના દર્દી માટે સારો છે, કોલેસ્ટ્રોલ ઓછું છે. સ્ટેમીના, મગજ ને લીવરની તાકાત વધારે છે. એનિમિયામાં લાભ થાય છે. આંખો અને હાર્ટ સારા રહે છે. હરસ-મસા, ખરજવું, પેટની ચૂંક, પેશાબની ઓછપ, શ્વસનમાર્ગના ચેપ, વારંવાર થતી શરદી, વૃદ્ધત્વની પ્રક્રિયા ધીમી પડે છે. શરીરની નસો કાયમ માટે ફૂલેલી રહેતી હોય છે. ઉંમર થાય એમ આ સમસ્યા વધતી જાય છે. રાજગરામાં રહેલા ફલેવોનેઇડ્સ આ સમસ્યા દૂર કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. મેટાબોલિઝ્મને સુધારે છે. વા, સાંધા, ચામડીના રોગ માટે સારો છે. શરીરના સ્નાયુનો વિકાસ કરે છે. શરીર સુડોળને ખડતલ બને છે. તેમજ ચયાપચયની ક્રિયામાં વધારો કરે છે. રક્તકણોનો વિકાસ કરે છે. ગૂમડાં પર બંધાય છે.
કફની સમસ્યામાં સારો છે. વાળ મજબૂત થાય છે, અકાળે વાર ખરતા હોય, વાળને ગાઢાં અને મજબૂત બનાવે છે. વળી સિસ્ટીન નામનો પદાર્થ હોય છે જે વાળને તંદુરસ્ત અને સ્વસ્થ બનાવે છે. માઇગ્રેનમાં લાભ. કેરોટિનોઇડ્સ અને વિટામિન એ છે. બાયોએક્ટિવ સંયોજનો હોવાથી એ અનેક પ્રકારની એલર્જીથી પણ બચાવે છે. મોટી ઉંમર સુધી મોતિયો આવતો નથી.
કઈ રીતે ઉપયોગ થાય છે
રાજગરાનો ઉપયોગ દેશી ગોળ સાથે શીરો બનાવીને કરાય છે. ધાણી કે ચીક્કી બનાવીને પણ ખાઇ શકાય તો એના લોટમાંથી થેપલા,પરોઠા બને છે. ઉપવાસને દિવસે ફળાહાર માટે ધાણી, ખીર, પૂરી વગેરેમાં તેનો ઉપયોગ થાય છે. સપ્તાહમાં માત્ર એકવાર રાજગરાને ખાવામાં આવે તો સ્વાસ્થ્યને ઘણાં લાભ મળી શકે છે. રાજગરાના પાંદડા પણ શરીરના સ્વાસ્થ્ય માટે ઘણા ઉપયોગી છે. તેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટિન્સ હોય છે. તેનું પણ શાક બનાવીને ખાઇ શકાય છે. કે શીરો પણ બનાવી શકાય છે. ભજિયા બને છે. રાજગરાની વાનગી ખાધી હોય તો પેટ ભરાયેલું હોય એવી લાગણી થાય છે.
ખરાબ અસર
શરીરમાં કાર્બોહાઈડ્રેડ અને ગ્લૂકોઝનું સ્તર વધી જાય છે. રાજગરામાં વસા વધારે હોય છે. એનો સાવધાની પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. એના લોટને વધારેમાં વધારે એક મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય. તાજો લોટ ઉપયોગ કરો. લોટમાં ફંગસ અને બેક્ટીરિયા લાગી જાય છે. રાજગરાનો ખરાબ લોટ રાસાયણિક પ્રક્રિયા કરીને ઝેર બની જાય છે.