ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) દ્વારા મહારાષ્ટ્રમાં આપવામાં આવેલી રૂ.22 કરોડ વિપુલ ચૌધરી પાસેથી વસૂલ કરવા માટે રજીસ્ટારે આદેશ કર્યા છે. પરંતુ ચૌધરીએ તે કરમ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) પાસેથી વસૂલ કરવા માટે નકકી કરાયું છે. સભાએ સરકારના ઠરાવને વખોડી કાઢ્યો હતો. ચૌધરીએ કહ્યું હતું કે જ્યારે મહારાષ્ટ્રને રૂ.22 કરોડ આપવામાં આવ્યા હતા ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અછત હતી અને ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) દ્વારા રૂ.23 કરોડનું 16 હજાર મેટ્રિક ટન ખાણદાણ આપવામાં આવ્યું હતું. જેની 50 ટકા રકમ ફેડરેશને ભોગવી હતી અને 50 ટકા રકમ દૂધ સંઘોએ ભોગવી હતી. તે સમયના કૃષિ પ્રધાનની વિનંતીથી અમૂલ ફેડરેશનના અધ્યક્ષ તરીકે ચૌધરીએ મહારાષ્ટ્રના દુષ્કાળમાં ખાણદાણ આપવામાં આવ્યું હતું. ઈફકો અને એનડીડીબીએ પણ આવી મદદ કરેલી હતી. રાજ્ય સરકારે પુર રાહત માટે રૂ.10 કરોડ આપ્યા હતા. તેથી સરકારે અમૂલ ફેડરેશનને દાણની રકમ ચૂકવવા માટે કહેવામાં આવ્યું હતું. આમ વિપુલ ચૌધરીએ વિજય રૂપાણીને ખુલ્લો પડકાર આપ્યો છે કે તે ભલે તેમની સામે રૂ.22 કરોડ અંગત રીતે વસુલ કરાવવા માંગતા હોય પણ વિપુલ ચૌધરી તેમ કરવા તૈયાર નથી.
760 કરોડનો દૂધ પાઉડર-માખણ પડી રહ્યાં
મહેસાણા દૂધ સાગર ડેરીનો રૂ.760 કરોડનો દૂધનો પાઉડર અને માખણ એક વર્ષથી પડી રહ્યાં છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) દ્વારા થતાં અન્યયના કારણે આમ થતું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. 2007માં દિલ્હીમાં 15 લાખ લીટર દૂધ વેચાતુ હતું. પછી તે વધીને 35 લાખ લીટર થયું હતું. જેમાં 20 લાખ લીટર મહેસાણા ડેરીને મંજૂરી આપવાના બદલે 8 લાખ કરી દેવામાં આવી હતી. જેના કારણે રૂ.760 કરોડનો દૂધ પાઉડર અને માખણ ગોડાઉનોમાં પડી રહ્યાં છે.
ત્રણ ડિરેક્ટરો બરતરફ
દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભામાં ઠરાવને બહાલી આપવામાં આવી હતી કે, ત્રણ ડિરેક્ટર અશોક ચૌધરી, રાયમલ દેસાઈ, પ્રધાનજી ઠાકોરને બરતરફ કરવામાં આવ્યા હતા.