23 વર્ષથી આયુરિવેદિક દવાનો ધનવંચતરી યજ્ઞ

પોરબંદરમાં આયુર્વેદિક ડોક્ટર લોકોની સુખાકારી અને ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે ધનતેરસના દિવસે ધન્વંતરી જયંતીની 23 વર્ષથી ઉજવણી કરી પોતાના ક્લિનીકે યજ્ઞનું આયોજન કરે છે. જેમાં ડોક્ટર દવાની આહુતિ આપે છે. સમુદ્રમંથનમાંથી 9 રત્નો નીકળ્યા હતા, જેમાંથી ધન્વંતરી નવરત્નમાંના એક છે. પૃથ્વી લોકમાં આયુર્વેદનું અવતરણ ધન્વંતરીએ કર્યું છે. આથી પોરબંદરના આયુર્વેદિક ડોક્ટર સનતભાઈ શશીકાંતભાઈ જોષી ગોપનાથ પ્લોટ, જૂની કોર્ટ પાછળ આવેલા પોતાના ક્લિનીક ખાતે યજ્ઞનું આયોજન કરે છે. આ યજ્ઞમાં આયુર્વેદના તમામ ડોક્ટરો દર્શન કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા.  દર વર્ષ દરમિયાન જેટલા દર્દીઓ આવે છે તે દર્દીઓને સારવાર માટે આપેલી દવાઓમાંથી થોડો ભાગ કાઢવામાં આવે છે અને આ ભાગને અલગ રાખવામાં આવે છે અને ધનતેરસને દિવસે ધન્વંતરી યજ્ઞમાં આહુતિ આપવામાં આવે છે. તેમાં આ ભેગી કરેલી દવાઓની આહુતિ પણ આપવામાં આવે છે અને દર્દીઓ માટે પ્રાર્થના કરીએ છીએ કે તેમનું આરોગ્ય જળવાઈ રહે અને રોગનો નાશ થાય.