૨૦૧૯-૨૦ના વર્ષમાં એપ્રિલથી સપ્ટેમ્બર-૨૦૧૯ના પ્રથમ 6 મહિના – કવાર્ટરમાં રાજ્યમાં રૂ. ૨૪૦૧૨ કરોડનું વિદેશી મૂડીરોકાણ
૨૦૧૮-૧૯ના વર્ષમાં કુલ ૧૨૬૧૮ કરોડના એફ.ડી.આઇ.ની તુલનાએ આ વર્ષે રાજ્યમાં બે ગણું એફ.ડી.આઇ
છેલ્લા ત્રણ વર્ષમાં દેશમાં સ્થપાયેલા ૨૫૭૪ મોટા ઊદ્યોગોમાંથી ૭૩૪ ગુજરાતમાં
એપ્રિલ ૨૦૦૦ થી સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીમાં ગુજરાત રૂ ૧.૪૧ લાખ કરોડના એફ.ડી.આઇ સાથે દેશભરમાં અગ્રેસર
ગુજરાત હોલિસ્ટીક ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટનું રોલ મોડેલ બન્યું
ગુજરાતે ઔદ્યોગિક રોકાણોમાં વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રથમ ૬ માસ એટલે કે એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન રૂ. ર૪ હજાર ૧ર કરોડનું ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ એફ.ડી.આઇ મેળવ્યું છે.
આ વિદેશી મૂડીરોકાણ રાજ્યમાં ૨૦૧૮-૧૯ના સમગ્ર વર્ષ દરમિયાન આવેલા રૂ. ૧૨૬૧૮ કરોડના મૂડીરોકાણ કરતાં બે ગણું એફ.ડી.આઇ છે.
ભારત સરકારના ડીપાટર્મેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા દેશના રાજ્યોએ મેળવેલા ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ અંગેના આંકડાઓમાં આ વિગત પ્રસિદ્ધ થઇ છે.
એપ્રિલ-૨૦૦૦ થી સપ્ટેમ્બર-૨૦૧૯ના સમગ્ર સમયગાળા દરમિયાન ગુજરાતે દેશના રાજ્યોમાં સૌથી વધુ એટલે કે રૂ. ૧ લાખ ૪૧ હજાર ૧૬૧ કરોડના રોકાણો મેળવીને ગુજરાતની ગૌરવ ગાથામાં એક નવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.