પાંચ વર્ષમાં ૯૧ ખેડૂતોએ આપઘાત કર્યા, પણ એકેયને વળતર નહિ

દેશના વડાપ્રધાન મોદી Gujarat ને દેશના વિકાસ મોડલ તરીકે રજૂ કરે છે, પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં Gujarat ના ૯૧ ખેડૂતોએ આપઘાત કર્યા છે. જો કે સૌથી મહત્વની બાબત એ છે કે આ ૯૧ માંથી એક પણ મૃતક ખેડૂતના પરિવારને હજુ સુધી વળતર સહાય ચુકવવામાં આવી નથી તેવી રજૂઆતને મૃતક ખેડૂતોના પરિવાજનોને તાત્કાલિક વળતર ચુકવવાની પણ સાંસદ મધુસુદન મિસ્ત્રીએ રાજ્યસભામાં માંગણી કરી છે.

રાજ્યસભામાં ‘ગુજરાત મોડેલ’ની પોલ ખોલતા સાંસદ મિસ્ત્રી

કોંગ્રેસના સંસદસભ્ય મધુસુદન મિસ્ત્રીએ રાજ્યસભામાં કહ્યું હતું કે, ગુજરાતના વિકાસ મોડલનો દેશ અને દુનિયામાં કેન્દ્રની હાલની સરકાર અને ભાજપની સરકારે એક નમૂનારૂપ વિકાસ મોડલ તરીકે રજુ કર્યું છે. પરંતુ Gujarat માં છેલ્લા પાંચ વર્ષમાં ૯૧ ખેડૂતોને આત્મહત્યા કરી છે.

આ ખેડૂતો પૈકી ૨૦૧૨માં દેશના પ્રધાનમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ૩૬ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. ૨૦૧૩માં જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ૩૩ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. ૨૦૧૪માં ૮, ૨૦૧૫માં ૮ અને હજી સુધી ૬ આત્મહત્યા થઇ છે. ખેડૂતોએ કરેલી આ આત્મહત્યા એક પાક નિષ્ફળ જવાથી તેમજ દેવું વધવાથી કરી છે. ગુજરાત સરકારના ખેતીવાડી ખાતાના પ્રધાને જ આ આંકડાઓ આપ્યા છે.

તેમણે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં લાખો – કરોડો રૂપિયાનું વાયબ્રન્ટ ગુજરાતના મેળાવડા પછી મૂડીરોકાણ આવ્યું છે તેવું ગુજરાતની સરકાર કહે છે પરંતુ એક આંકડા મુજબ હાલમાં ગુજરાતમાં રોજગાર ઓફિસ ખાતે (એપ્લોયમેન્ટ એક્ષચેન્જ) ૨૧,૫૬,૦૦૦ બેરોજગાર નોંધાયેલા છે તે પૈકી ગુજરાત સરકારમાં ભાગ્યે જ કોઇકને નોકરી મળી છે.

જે ખેડૂતોએ આત્મહત્યા કરી છે તેમને વળતર ચુકવવાની બાબતમાં ગુજરાત સરકારનું એવું કહેવું છે કે, આત્મહત્યા કરેલ ખેડૂતોના કુટુંબોને વળતર ચુકવવાની કોઇ યોજના નથી. આ એક ગુજરાત સરકારનું શર્મનાક નિવેદન છે. સંસદસભ્ય મધુસુદન મિસ્ત્રીએ માંગણી કરી છે કે જે ૯૧ ખેડૂતોએ છેલ્લા પાંચ વર્ષમાં આત્મહત્યા કરી છે તેમને સરકારે તાત્કાલિક વળતર ચૂકવવું જોઇએ. April 3, 2017