ગાંધીનગર, 13 માર્ચ 2020
ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુશન તથા ૭૦ જેટલા સ્પેશ્યલ પબ્લીક પ્રોસીક્યુટરની નિમણૂંક સહિત ૧૨ જેટલા પેરવી ઓફિસરની જગ્યા ઉભી કરાશે
▪૨૦૧૯માં ૨૫૫ અધિકારી – કર્મચારીઓ સામે કાર્યવાહી : ૧૪૪ વચેટીયાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી
એક વર્ષમાં વર્ગ-૧ થી ૪ના અધિકારીઓ અને વચેટીયાઓ સામે ૨૫૫ ગુનાઓ નોંધવામાં આવ્યા છે એટલું જ નહી ૧૪૪ જેટલા વચેટિયાઓની ધરપકડ કરી તેઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે ભ્રષ્ટાચાર સામેના કેસો સંદર્ભે વર્ષ ૨૦૧૩-૧૪માં કુલ ૩૭૮ કેસ થયેલ તેની સાપેક્ષમા વર્ષ ૨૦૧૮-૧૯ માં કેસોની સરખામણીએ ૫૮૭ જેટલા કેસો કરવામાં આવ્યા છે.
૨૦૧૫માં એ.સી.બી. દ્વારા ભ્રષ્ટાચાર સામે થયેલ ગુનાઓનો કન્વીક્શન રેટ ૨૦ ટકા હતો જે આજે વર્ષ – ૨૦૨૦માં ૪૩ ટકા થયેલ છે.
અધિકારી/ કર્મચારીઓની રૂ. ૨૭ કરોડની અપ્રમાણસર મિલકતના કેસો શોધીને કેસો કરવામાં આવ્યા છે. એસીબીના કેસના કારણે રાજ્ય સરકારમાં આશરે રૂા. ૮૬ કરોડ પરત રીકવર થયેલ છે.
૧૨ જેટલા પેરવી ઓફિસરની જગ્યા ઉભી કરવામાં આવનાર છે,