26 લોકસભા અને 5 વિધાનસભામાં પ્રથમ દિવસે કોઈ ઉમેદવારે ઉમેદવારી ન કરી

ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર રાજયની લોકસભાની તમામ ૨૬ બેઠકોની સામાન્ય ચૂંટણીઓ માટેનું તથા ઉંઝા, ધ્રાંગધ્રા, જામનગર ગ્રામ્ય, માણાવદર તથા તલાલા વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણીઓ માટેનું જાહેરનામું ૨૮ માર્ચ ૨૦૧૯ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવતા ચૂંટણી અધિકારીઓ પાસે ઉમેદવારી પત્રો
ભરવાની શરૂઆત થયેલી છે.
નામાંકન સ્વીકારવાનું શરૂ થયાના પ્રથમ દિવસે કોઈ પણ લોકસભા મતવિભાગમાં તથા ઉક્ત પેટા ચૂંટણી ધરાવતા વિધાનસભા મતવિભાગોમાં કોઈ પણ ઉમેદવારો તરફથી ઉમેદવારી પત્રો રજુ થયા નથી.
ઉમેદવારી પત્રો ૪ એપ્રિલ ૨૦૧૯ સુધી રજુ કરી શકાશે. તેમ ગુજરાત રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ. એસ. મુરલી ક્રિષ્ણાએ જણાવ્યું હતું.