25 સ્થળે રવિશંકર અમદાવાદમાં તનાવ મુક્ત કરશે

આર્ટ ઓફ લિવિંગ સંસ્થા ના પ્રણેતા તથા અધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજી 17-18-19 ઓગસ્ટ દરમ્યાન ભારતભરમાં ટેકનોલોજીના માધ્યમથી વેબકાસ્ટ દ્વારા એક સાથે દોઢ લાખથી વધુ લોકોને હેપ્પીનેસ પ્રોગ્રામ દ્વારા સુખમય, તનાવમુક્ત તથા ઉર્જાપૂર્ણ જીવન જીવવાની કળા નું શિક્ષણ આપશે.
અમદાવાદ શહેરમાં આર્ટ ઓફ લીવીંગના પ્રક્ષીક્ષકોની હાજરીમાં  વેબકાસ્ટ દ્વારા આ અનોખો કાર્યક્રમ 25 સ્થળો પર યોજાશે જે સેટેલાઈટ, ઘાટલોડીયા, સાયન્સ સિટી, ત્રપદા ઇન્ટરનેશનલ સ્કૂલ , જીવરાજ પાર્ક, ડ્રાઈવ ઈન રોડ, બોડકદેવ, મણીનગર, કુબેર નગર, નરોડા , નવરંગપુરા , નારાયણપુરા, બાપુનગર, નિકોલ, ગોદરેજ ગાર્ડન સિટી, પાલડી, જીવરાજ પાર્ક, સાબરમતી, મોટેરા અને બોપલ વિસ્તારમાં આવેલા છે.
સમસ્ત ગુજરાતમાં આશરે 400 નાના મોટા શહેર અને આર્ટ ઓફ લિવિંગ સેન્ટર ઉપર webcast દ્વારા ટેકનોલોજીના પ્રયોગથી આશરે 20 હજારથી વધારે લોકો સુદર્શન ક્રિયા અને સામૂહિક ધ્યાન શીખશે.
ભારતભરમાં ૩૫૦૦ જેટલાં લોકેશન્સ ઉપર જીવંત પ્રસારણ દ્વારા શ્રી શ્રી હેપ્પીનેસ પ્રોગ્રામ નું શિક્ષણ આપશે. આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર, બેન્ગલુરું પર શ્રી શ્રી ના સાન્નિધ્યમાં પણ ભારતભરમાં થી 7000 લોકો આ કાર્યક્રમમાં જોડાશે.
ટેકનોલોજીના પ્રયોગથી વિશાલ જગત એક નાનો કુટુંબ જેવો લાગે છે ત્યારે સંતો ના પહેલા વસુધૈવ કુટુંબકમ્ ની અનુભૂતિ થવા લાગે છે.
17 ઓગસ્ટ શુક્રવારથી શરુ થતા આ આર્ટ ઓફ લિવિંગ હેપ્પીનેસ પ્રોગ્રામનું હાર્દ સુદર્શન ક્રિયા છે. સુદર્શન ક્રિયા, એ, શ્રી શ્રી દ્વારા સંશોધિત લયબદ્ધ શ્વસનની એક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દ્વારા સ્ટ્રેસ, હતાશા, ક્રોધ તેમ જ નિરાશા જેવી નકારાત્મક ભાવનાઓ વ્યક્તિનાં મનમાં થી દૂર થાય છે. સુદર્શન ક્રિયા દ્વારા વ્યક્તિ શાંત છતાં ઉર્જાપૂર્ણ, કેન્દ્રિત છતાં વિશ્રાંત બને છે. આ અંગે AIIMS, NIMHANS તથા WHO જેવી, મેડીકલ રીસર્ચમાં નામાંકિત સંસ્થાઓએ પોતાના રીસર્ચ રજુ કરીને સુદર્શન ક્રિયાના અનેક શારીરિક તથા માનસિક ફાયદાઓ વિષે જણાવ્યું છે. સુદર્શન ક્રિયા, યોગ, પ્રાણાયામ અને ધ્યાન ઉપરાંત આ પ્રોગ્રામ માં જ્ઞાન ની પારસ્પરિક ચર્ચા ના સેશન્સ દ્વારા જીવન ની કઠીન અને તનાવપૂર્ણ પરિસ્થિતિ ને હેન્ડલ કરવા વ્યવહારિક સાધનો પુરા પાડવામાં આવશે.

તેમના તણાવમુક્ત, અને હિંસાવિહીન સમાજના દ્રષ્ટિકોણને કારણે દુનિયાના લાખો લોકો એમના સેવા કાર્યો અને આર્ટ ઓફ લિવિંગના કોર્સ સાથે જોડાઈ ચુક્યા છે.

શરુઆત
1956માં દક્ષીણ ભારતમાં જન્મેલા હતા. ચાર વર્ષની ઉંમરે પૌરાણીક સંસ્ક્રુત ગ્રંથ ભગવદ્ ગીતાના પાઠ બોલતા હતા.  તેમના પહેલા ગુરુ હતા સુધાકર ચતુર્વેદી, કે જેઓ ઘણા વર્ષો સુધી મહાત્મા ગાંધીજીના સહયોગી રહી ચુક્યા હતાi. તેઓ પાસે વૈદિક સાહિત્ય અને પદાર્થ વિજ્ઞાનની પદવીઓ હતી.

આર્ટ ઓફ લિવિંગની સ્થાપના અને ઈન્ટર્નેશનલ એસોસીએશન ફોર હ્યુમન વેલ્યુઝ ( આઈ એ એચ વી) ભારતના કર્ણાટક રાજ્યના શિમોગામાં શ્વાસોશ્વાસની શક્તિશાળી સુદર્શન ક્રિયાનો પ્રાદુર્ભાવ થયો. આજની ક્ષણે, સુદર્શન ક્રિયા આર્ટ ઓફ લિવિંગ શિબિરની સંજીવની હોવાનો બધાનો અનુભવ છે.

શિક્ષણ અને માનવતાવાદી કાર્યો કરતી “આર્ટ ઓફ લિવિંગ” નામની સંસ્થાની સ્થાપના કરી. તેના શૈક્ષણિક અને સ્વવિકાસના કાર્યક્રમો ખૂબ જ અસરકારક રીતે વ્યક્તિને તણાવમૂક્ત કરી સારા નાગરિક બનવા પ્રોત્સાહિત કરે છે. ” આર્ટ ઓફ લિવિંગ” એ કંઈ અમૂક સમુદાયને માટે જ નહિ, પરંતુ આખાય વિશ્વ માટે તેમજ સમાજના દરેકેદરેક સ્તરના લોકો માટે અસરકારક પુરવાર થયેલ છે.

અત્યાર સુધીમાં ૪૦૨૧૨ (ચાલીસ હઝાર બસ્સો ને બાર) ગામડાઓને તેમની સેવાનો લાભ મળી ચુક્યો છે.

યોગ અને ધ્યાન એકવીસમી સદીને એકદમ અનુરુપ છે. વ્યક્તિ અને સમાજમાં પરિવર્તન લાવી શકે તેવી નવીનતમ ને આકર્ષક શૈલી પણ તૈયાર કરી છે, જેમાં સુદર્શન ક્રિયાનો પણ સમાવેશ થઈ જાય છે, કે જેને કારણે લાખો લોકોને તણાવમાંથી મૂક્તિ મળી છે અને રોજબરોજની જીંદગીમાં આંતરિક શક્તિ અને શાંતિનો અનુભવ થયો છે. 31 વર્ષમાં  કાર્યક્રમો અને ચળવળ 152 દેશો અને 37 કરોડ લોકો સુધી પહોંચ્યાં છે.