બાજપેઈ ગાંધીનગરથી 1996માં લોકસભા ચૂંટણી લડ્યા હતા

બાજપેઈ બે સ્થળેથી ચૂંટણી લડ્યા હતા જેમાં એક ગાંધીનગર હતી. તેઓ ગાંધીનગરથી ચૂંટણી જીત્યા પણ પછી આ બેઠક પરથી તેમણે તરંત રાજીનામું આપી દીધું હતું. ગુજરાતમાં પ્રથમવાર ૧૯૯૫માં કેશુભાઈ પટેલના નેતૃત્વમાં જીત મેળવીને ભાજપની સરકાર શાસનમાં આવી હતી. તેના બીજા જ વર્ષે મે-૧૯૯૬માં લોકસભાની ચૂંટણી યોજાવાની હતી. જેમાં ગાંધીનગરની લોકસભાની પ્રતિષ્ઠિત બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ભાજપના ધૂરંધર વાજપેયી મેદાનમાં ઉતર્યા હતા. અટલ બિહારી વાજપેયી ૧૯૯૬માં ગુજરાતના પાટનગર ગાંધીનગરથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા. તેઓ કોંગ્રેસના ઉમેદવાર પોપટલાલ વી. પટેલ સામે ૧,૮૮,૮૭૨ વોટથી જીત્યાં હતા. જે ગુજરાતના રાજકીય ઈતિહાસની યાદગાર ચૂંટણી બની રહી હતી. વાજપેયી ગાંધીનગરની બેઠક પરથી ઉમેદવાર થયા હોય તો તેઓ પ્રચાર માટે ન આવે તો પણ તેમની જીત પાકી મનાતી હતી અને એટલે જ કોંગ્રેસે જાણે અગાઉથી જ હથિયાર હેઠાં મૂકતા હોય તેમ પોપટલાલ વી. પટેલને ચૂંટણી મેદાનમાં ઉર્તાયા હતા.
૭મી મે, ૧૯૯૬માં મતદાન થયું અને ૯મી મેના રોજ મતગણતરી હાથ ધરાઈ હતી. ગાંધીનગર લોકસભાની બેઠક માટે ૨૮.૪૧ ટકા મતદાન થયું હતું. મતદાનમાંથી ૬૬.૩૮ ટકા અર્થાત્ ૩,૨૩,૫૮૩ વોટ વાજપેયી અને ૧,૩૪,૭૧૧ એટલે કે ૨૭.૬૩ ટકા વોટ કોંગ્રેસના ઉમેદવારને મળ્યા હતા. વાજપેયી તે ચૂંટણીમાં ૧,૮૮,૮૭૨ વોટથી વિજયી થયા હતા.