પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના ડ્રાઈવર ઈશ્વરભાઈ દેસાઈ આજે વયનિવૃત થતાં તેઓને ભાવસભર વિદાયમાન આપવામાં આવ્યું હતું. 29 વર્ષની કારકિર્દીમાં ઈશ્વરભાઈએ ગાંધીનગર, અમદાવાદ અને બોટાદ ખાતે ડ્રાઇવર તરીકેની સફળ સેવા આપી હતી. તેઓ વર્ષો સુધી અમદાવાદ ગાંધીનગર વચ્ચે પત્રકારોને માહિતી ખાતાના વાહનમાં લઈ જવાની ફરજ બજાવી હતી. તેઓ પત્રકારોના હંમેશ પ્રિય રહ્યાં છે.
ગાંધીનગર ખાતે દર બુધવારે યોજાતી કેબિનેટ માટે ઈશ્વરભાઈએ અમદાવાદના પત્રકારોને વર્ષો સુધી સચિવાલય પહોંચાડી માહિતી ખાતાની પ્રચાર – પ્રસારની કામગીરી સારી થાય તે માટે પાયાના પથ્થર તરીકે અદ્ભુત કામગીરી બજાવી હતી. તેમની સુદીર્ઘ કારકિર્દીને વધાવતા પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદ ખાતે પ્રાદેશિક માહિતી
નિયામક કમલેશભાઈ ભાવસારની અધ્યક્ષતામાં ભાવસભર વિદાયમાન અપાયું હતું.
તેમના આ વિદાય પ્રસંગે સહાયક માહિતી નિયામક ઇલાબેન વ્યાસ, વરિષ્ઠ પત્રકાર ચક્રવર્તી, સહાયક માહિતી નિયામક(વહીવટ) હસમુખભાઈ પટેલ, સિનિયર સબ એડિટર સર્વ સુનિલ પટેલ , મનીષા પ્રધાન, માહિતી મદદનીશ ઉમંગ બારોટ તથા કચેરીના કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.
ઈશ્વર દેસાઈની સેવાને પત્રકારોએ બિરદાવી છે. જેમાં કાંતિભાઈ પટેલ, રાજેશ જાદવ, મુનવર પતંગવાલા, પ્રવિણ ઘમંડે, આશિષ અમિન, નેહા અમિન, કમલભાઈ શાહ, ઋષિ વ્યાસ, વિક્રમ સોની, બસીર પઠાણ, ગૌતમ પૂરોહિત, ટીકેન્દ્ર રાવલ, મુકુંદ પંડ્યા, નરેશ ચૌધરી સહિત 33 પત્રકારોનો સમાવેશ થાય છે.